કાર્બોહાઇડ્રેટ

આજે એક ક્લાયન્ટ જોડે જમવા ગયો હતો. અમેરિકન ક્લાયન્ટ હતો અને એ ભાઈને ફિશ ખાવી હતી. પણ એને જે ખાવું હતું એ અહીંયા મળતું ના હતું. એને એક સરસ રેસ્ટોરન્ટ માં લઇ ગયો અને જમવા બેઠા. એક વાનગી મંગાવી અને અમે ખાધી. એને સારું લાગ્યું. પછી એને પૂછ્યું બીજું શું લેશો… તો ભાઈ બોલ્યા “આઈ વિલ હેવ સમ કાર્બોહાઇડ્રેટ …. ” અલા ભાઈ સમજાય એમ બોલ થોડું. આ બધું અમે નવમા ધોરણમાં મૂકી આયા. અમને કાઈ ખબર નથી કે કાર્બોહાઇડ્રેટ સામાંથી મળે.

પછી એને કૈક સુજ્યું એટલે એ તરત બોલતો, “આઈ વિલ ટેક રાઈસ ફોર કાર્બોહાઇડ્રેટ” …. મેં વેટર ને બોલતો ને કીધું ભાઈ પુલાવ – બિરયાની માં જે મસ્ત હોય એ લઈ આવો.

પેલો તો હોંશે હોંશે વાટકો ભરી ભાત ઝાપટી ગયો.

પણ મને તો રહી રહીને કાર્બોહાઇડ્રેટ જ યાદ આવી રહ્યું હતું…