ઉતરાયણ – 2014

કોઈને થશે કે શું થયું આ ભાઈને અચાનક. બીજા મહીને આ પોસ્ટ ક્યાંથી આવી.
ઉતરાયણ તો આવીને જતી રહી અને મને મને આજે સમય મળ્યો છે કે એના વિષે થોડું લખું
​​
 1. આ વખતે ​હમેશા જેમ લોચા નહોતા. ફીરકીનો પહેલાથી વ્યવસ્થિત રીતે બંદોબસ્ત કરી દીધો હતો 
 2. પતંગો તો ભરપુર માત્રામાં અમારે ઘેર અને ટીઆને ઘેર પડી જ હતી એટલે ખરીદવી ના પડી (હા સાચે જ આ ઉતારાયણએ એક પણ પતંગ ખરીદવામાં નથી આવ્યો)
 3. સવારે ધાબા પર ચડતા પહેલાજ ડીજે વાળાને ત્યાંથી હું અને ટીઆ એક એમ્પ્લીફાયર અને મોટા મોટા 2 સ્પીકર્સ લઇ આવ્યા (ઘોંઘાટ વગરની ઉતરાયણ હોય ભાઈ? )
 4. પછી પ્રયત્નો ચાલુ કર્યા પણ પવન હતો નહિ 
 5. થોડી ગાળો આપી, એફ્બી વાપર્યું અને પછી જમવા ગયા
 6. જમીને આવ્યા અને મસ્ત મજાનો પવન 
 7. ખુબજ બધી પતંગો ચગાવી 
 8. ઘણી બધી ચગાવીને  કોકુને આપી 
 9. કોકુએ એની આંગળી પણ કપાવી (એક સામાન્ય વાત છે ઉતરાયણ માં)
 10. સાંજ પડતાજ ચાયનીઝ બલુંનો ઉડવા લાગ્યા 
 11. અમે પણ ખુબ બધા બલુંનો લાવ્યા હતા જે વારાફરથી ઉડાવ્યા
 12. બીજે દિવસ પણ આજ કાર્યક્રમ રહ્યો 
 13. સાંજે બલુંનો ઉડાવ્યા પછી ફટાકડા ફોડ્યા (હા ભાઈ એ પણ લઇ રાખેલા, ખાસ કોકું માટે) 
 14. એ પત્યું પછી બધા ગરબા કરવા લાગ્યા 
 15. મન મુકીને ગરબા કર્યા 
 16. છેલ્લે સરસ મજાનું જમવાનું કર્યું અને પછી વહેલી પડે સવાર …
એકંદરે ઉતરાયણ સારી ગયી 🙂