કોકુ એના ટક ( ટ્રક ) સાથે.

ટીઆ ને મેં વોડાફોન નો એક ચીપ ફોન લઇ ને આપ્યો હતો. એ કેમ લીધો એ મને નથી ખબર. પણ હું કોઈ ની જોડે સરસ ફોન જોવું તો મને થાય કે ટીઆ કેમ આ ફોન વાપરે. એટલે મેં નોકિયા નો એક સરસ ફોન લીધો. ડાઈરેક્ટ એને આપતો તો ઈ ના લેતી. એટલે પહેલા મેં એ લીધો ને વાપર્યો. એક મહિના પછી મેં LG BL40  લીધો. એકદમ જોરદાર ફોન ( જાણે કે કાળો ડીબાંગ પાણીદાર અરબી ઘોડો ).  એ ફોન લાવ્યો એટલે જબરજસ્તી ટીઆ ને નોકિયા નો ફોન પકડાવ્યો. હવે એને ગેજેટ વાપરતા બવ મજા નથી આવતી. પણ પછી એને આ સેલ માંથી ફોટા પાડવાનો શોખ લાગી ગયો છે. મારી યુક્તિ કામ આવી ગયી.

કોકુ એના ટક ( ટ્રક ) સાથે.
કોકુ એના ટક ( ટ્રક ) સાથે.
Advertisements

બરોડા થી અહમદાબાદ આવતા એક્ષ્પ્રેસ હાઈવે પર પાડેલું ચિત્ર

અસલ ભારતીય ગામડું
અસલ ભારતીય ગામડું

આ ચિત્ર જોઇને યાદ આવે પોતાનું ગામડું, ગામડાનું ખેતર. ખેતર નો કુવો. કુવાની બાજુમાં ઉગેલો લીમડો. લીમડા પર બાંધેલો હીંચકો. હીંચકા પર રમતા કાકા-મામા ના છોકરાઓ.      બાજુમાં જ ઉભેલો આંબો. આંબા ની કેરી ને કેરી ને ગોટલી. ગોટલી શેકી ને ખાવાના એ દિવસો. એની સાથે હોય એક આંબલી નું ઝાડ. એની નીચે ઉભો હોય બરફ ના ગોળા વાળો ને ભુગલા વાળો. ૨૫ પૈસા માં ૧ ગોળો અથવા ૧૦ ભૂંગળા મળતા ત્યારે. બીજી બાજુ ગામ ના છોકરાઓ લખોટી, ગીલ્લી-દંડો રમતા હોય.  કોણ જાણે ક્યાં ગયું એઅસલ ભારતીય ગામડું.

કશું જ હાથ માં ના હતું પણ સરસ જીવન હતું એ બાળપણ ના દિવસો માં. આજે બધું જ હોવા છતાં જીવન ખૂટે છે આ જિંદગી માં.

તમે પણ તમારી ગામડા સાથે જોડાયેલી યાદ પર કોમેન્ટ કરી શકો છો.