​પંચવર્ષીય યોજના

5-years

જોતજોતામાં પાંચ વર્ષ નીકળી ગયા. “નહિ મજા આવે તો નહિ લખીએ, બ્લોગ બનાયા પછી લખવું જરૂરી છે એવું કોણે કીધું” – આવા અભિગમ સાથે બનેલો બ્લોગ આજે 5 વર્ષ પુરા કરી રહ્યો છે.

આ બ્લોગથી ઘણા નવા નવા લોકોની સાથે સંપર્ક થયો. ઘણા લોકોએ વાત વખાણી અને ઘણાએ વખોડી. હશે, આપડે શું (વખોડનારા મળે તો મજા આવે એમની ફીરકી લેવાની – જોકે હવે તો એમાં પણ સમય નથી બગાડતો) ?

અઠવાડિયાની 5 પોસ્ટના નિયમ સાથે હવે મહિનાની 5 પોસ્ટ સુધી આવી ગયો છું, પણ લખવાનું તો ચાલુ જ છે. હવે એવું મગજ પણ નથી ચાલતું કે સારું લખું 🙂
એક આનદ છે કે ઘણા લોકોએ નવો બ્લોગ બનાવવા પૂછ્યું અને હું તેમને મદદ કરી શક્યો. લોકોની બ્લોગને લગતી મુઝ્વણો દુર કરી શક્યો.