A real HERO

આ વાર્તા સાચી છે અને કોઈના જીવન પર આધારિત છે 🙂
એક બાળક જે 1950 ની આજુ બાજુના ગાળામાં એક ખુબજ નાના ગામડામાં ગરીબ માં-બાપ ના ઘેર જન્મે છે. એને કુલ બીજા 5-6 ભાઈ બહેન છે. જેમ બીજા કુટુંબોમાં થાય એમ એનો પણ ઉછેર થાય છે.
એ બાળકના માં બાપ બંને એ સમયે શિક્ષિત (હા 1950 ના સમયમાં !!!) હતા અને બાળકને પણ સારું શિક્ષણ આપ્યું.
પ્રાથમિક શિક્ષણ તો એના ગામડામાં જ થયું પછી એ બાળક ભણવા અહમદાબાદ આવે છે. 1-2 વર્ષ ભણે છે. મેટ્રિક સુધીનું ભણતર કરે છે પછી ઘેર પાછો આવે છે. એ સમય ગાળામાં એ બાળક ખુબ બીમાર પડે છે અને કોમમાં જતો રહે છે. એ સમયે એની માં એ એ બાળક પાછળ દિવસના લગભગ 50-100 રૂપિયા નો ખર્ચો કર્યો પુરા 11 થી 13 દિવસ. દીકરો સાજો થઇ ગયો પણ ડોકટરે કીધું કે આને હવે બહુ મહેનત વાળું કામ ના આપશો. એને સીધી સાદી કોઈ શિક્ષક જેવી નોકરી કરાવી દેજો. હવે આગળ ભણાવામાં બાપ પાસે પૈસા ના હોવાથી એ ઘેર બેસે છે. પણ પછી એના મોટા બહેન જે વડોદરામાં નોકરી કરતા હતા એ થોડા પૈસા આપીને એ યુવાનને આગળ ભણાવે છે. એને ભણવા માટે બોમ્બે મોકલવામાં આવે છે. જ્યાં એ યોગ્ય અભ્યાસ કરીને પરત આવે છે.
એ સમયે પણ આજના જેમજ નોકરી મેળવવી મુશ્કેલ હતી અને એ યુવાન માટે ઘેર બેસીને મફતના રોટલા તોડવું મુશ્કેલ બની રહ્યું હતું. એક દિવસ એ યુવાન અકળાઈને ઘેરથી ચાલ્યો જાય છે. પાછળ એક સંદેશો મુકતો જાય છે કે હું નોકરી શોધવા જાઉં છું મારી ચિંતા કરશો નહિ. હું સમયાંતરે આવતો રહીશ. એ યુવાન સીધો આણંદ ગયો. ત્યાં એક કારખાનાની જગ્યાએ ગયો અને નોકરી શોધવા લાગ્યો પણ કદાચ એના નસીબમાં એવી કારખાનાની નાની નોકરી કરવાનું લખ્યું ના હતું. એ કારખાના ની સામે એક ચા વાળો ભાઈ રહેતો હતો અને એની કીટલી ચલાવતો હતો. આ યુવાન ત્યાં જાય છે અને ચાના કપ ધોવાના કામ માં લાગી જાય છે. કેમકે એને બહાર રહેવા માટે પૈસા જોઈતા હતા. એ યુવાન ચાના કપ ધોતો, કદાચ નાસ્તાની પ્લેટ અને ટેબલો પણ સાફ કરતો હશે. સવાર સાંજ એને એક કપ ચા અને કદાચ થોડો નાસ્તો મળતો. એ યુવાન સામેના કારખાનામાં કામ કરતા મજુરો જોડે રાત્રે સુઈ જતો અને એમના જ ઓપન એર બાથરૂમ માં 🙂 નહાઈ લેતો. એ લોકો સાંજે 4-5 વાગ્યે જમવાનું બનાવતા જે મોટા ભાગે કણકી (ઝીણા ઝીણા ચોખાના દાણા) થી બનેલો ભાત જ હોય. આ લોકો 4-5 વાગ્યે જમવાનું એટલે બનાવતા કે સવારે ચા નાસ્તો કર્યો હોય એ સાંજ સુધી ચલાવાનો અને સાંજે જામે એ આખી રાત ચલાવાનું 😦 .
જયારે એ યુવાન ભણતો હતો ત્યારે એ સમયે એ ખુબ ફેશનેબલ હતો.  બોમ્બે રહ્યો હતો અને ત્યાના હીરો જેવા કપડા અને વાળ રાખતો હતો. પણ હવે તો એની પાસે બસ 2-3 જોડી કપડા હતા એ જાતે ધોયેલા હતા અને એમાં ઈસ્ત્રીની તો વાત જ ક્યાં થાય ? પણ એ યુવાને નિશ્ચય કરી લીધો હતો કે ઘેરતો નહિ જ જાઉં હવે. એ યુવાન રોજ પેપર માંગીને લાવે અને એમાં નોકરીની જાહેરાતો જોવે અને બધે અરજીઓ કર્યા કરતો. થોડા સમય પછી એ ઘેર બધાને મળવા ગયો અને એ સમયમાં એના નામની એક ચિઠ્ઠી આવી હતી. એ યુવાનના એક બીજા મોટા બહેનએ એ ચિઠ્ઠી જોઈ તો ઘુસ્સા માં ઘરની બહાર ફેકી દીધી કે મારો ભાઈ આટલું ભણ્યો છે પણ નોકરી નથી મળતી…
પણ અચાનક જ રાત્રે એ યુવાનના માં ને યાદ આવ્યું કે આજે ટપાલી ટપાલ આપી ગયો અને એ જોઈ નથી. ઘેર પૂછતાં ખબર પડી કે એક પરબીડિયું આવ્યું હતું જે બહાર ફેકી દેવામાં આવ્યું હતું. માં રાત્રે અંધારામાં દીવો કરીને કચરાના ઢગલામાં એ પરબીડિયું શોધવા લાગ્યા. પરબીડિયું મળ્યું અને ઘેર લાવીને વાંચ્યું. એમાં ઇન્ટરવ્યુ નો ઓડર હતો. એ યુવાને બરાબર જોયું તો એક મોટી કંપનીમાં ફેક્ટરી ની જોબ હતી. ઘેર બધાને ખબર હતી કે ડોકટરે આ જોબ ના પાડી છે છતાં એ યુવાન એ પરબીડિયા નો જવાબ મોકલે છે અને એક નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યુ આપવા જાય છે અને એને એ નોકરી મળી જાય છે. કદાચ એ નોકરી દર મહીને 50-100 રૂપિયા ની જ હતી પણ હા એ કપ ધોવા કરતા સારી હતી.
આ અરજી કરી અને નોકરી મળી એ જ અરસા માં એ યુવાનના લગ્ન થઇ જાય છે. નોકરી અહમદાબાદ હોવાથી એ કુટુંબ સાથે ત્યાં આવી જાય છે. હવે એને એનું ઘર છે અને ગામડે માં બાપ પણ છે જે હવે રીટાયર છે અને એમને કોઈ એવી આવક કે બચત નથી. એ યુવાન એના પગાર માંથી થોડો હિસ્સો એના ઘેર મોકલે છે જેનાથી એના માં બાપ નું ઘર ચાલે છે અને એક નાનો ભાઈ છે જે ભણે છે.  હવે નાના ભાઈ ની જવાબદારી એની છે એટલે એને અહમદાબાદ લાવીને એને કોલેજ કરાવવામાં આવે છે અને એને યોગ્ય જગ્યાએ સરકારી નોકરીમાં મુકવામાં આવે છે.
એ યુવાનનું શરીર આ ફેક્ટરી ની નોકરી કરી શકે એમ હતું જ નહિ છતાં એ યુવાને ઘણી વાર 16-24-48 થી 72 કલાક સતત કામ  કર્યું છે , માત્ર એજ આશાથી કે હું જેટલું કામ કરીશ મારો પરિવાર એટલો સુખી થશે 🙂
કરમની કઠણાઈ કહીએ કે શું પણ એ યુવાનના સહુથી મોટા ભાઈના 3 દીકરા હતા જે એક પારિવારિક કારણસર આ યુવાનની જવાબદારી બને છે. હવે આ યુવાન આ 3 બાળકોને ભણાવે છે અને છેલ્લે એમના લગન કરાવે છે અને સારી સરકારી નોકરીમાં લગાડી દે છે.
સમય એની રીતે ચાલતો જાય છે એ યુવાનનું પરિવાર હવે 2 દીકરાઓ સાથે કુલ 4 સભ્યોનું થઇ ગયું હતું. થોડા પૈસા બચતમાં હતા એ ભેગા કરીને મહા મેહાનતે રૂપિયા 2 લાખમાં (લોન લઈને 🙂 ) એક ઘર ખરીદવામાં આવે છે (આ પહેલા ઘણા ઘર જતા કરવા પડ્યા હતા કેમકે પૈસા નહોતા પૂરતા). સમય આગળ વધતો જાય છે બંને દીકરાઓ મોટા થઇ ગયા છે અને પોતપોતાની સારી કારકિર્દી બનાવી છે. મોટો દીકરો સારું ભણીને વિદેશ જતો રહ્યો છે જયારે નાનો દીકરો માતા પિતા સાથે રહ્યો છે (કદાચને એમ કહેવું યોગ્ય છે કે એને સાથે રાખવામાં આવ્યો છે 🙂 ) બંને બાળકો પણ હવે પરિવાર ધરાવે છે સુખે રહે છે.
અને છેલ્લે એ ભાઈ એમના હોદ્દા પરથી નિવૃત થઇ ગયા છે અને એમના ગામ માં એક સુંદર નાનો મજાનો બંગલો છે જેનો એ આવતા જતા ઉપયોગ કરે છે. નાનો ભાઈ જે સરકારી નોકરીમાં છે એ આજે જીલ્લા વિકાસ અધિકારી બની ગયો છે અને 3 ભત્રીજાઓ સરકારી નોકરી કરે છે અને આજે સુખે સુખે એમના પરિવાર સાથે રહે છે, અને કાકાનો દિવસ રાત આભાર માનતા થાકતા નથી.
હવે એ ભાઈ અહમદાબાદમા જ સ્થાયી થયા છે અને એક સુંદર ફ્લેટ અને એક મોટો બંગલો ધરાવે છે અને એમનો નાનો દીકરો એમની જોડે પરિવાર સાથે રહે છે. બહુજ સંઘર્ષ ભર્યું જીવન કહી શકાય પણ ઈશ્વરે છેલ્લે ખુબ સારો બદલો આપ્યો છે.
હું જયારે મારા જીવન ની તકલીફો આ ભાઈ ના જીવન સાથે સરખાવું છું તો મને થાય છે કે મારું જીવનતો કેટલું તકલીફ વગરનું છે.

 

YOU ARE ALWAYS MY HERO  !

તુઝસે નારાઝ નહિ જિંદગી

એક ગીત જે હમેશાથી મને ગમતું આવ્યું છે અને ગમે છે અને ગમતું રહેશે 🙂 (હમને આપકે લિયે કામ કિયા હૈ , કરતે હૈ ઔર કરતે રહેંગે —- હો , એતો જોયું જ છે અમે સંસદમાં કેવા મજા થી બેસી રહે અને કામ ના કરે તો પણ પગાર લઇ જાય. જો સેવા જ કરવી હોય દેશની તો પગાર સુ કરવા લો છો? — જવા દો ભાઈ આ ચૂંટણી ના સમયે આપડે ખોટા રસ્તે વળી ગયા. પાછા ગીત પર આવીએ)

જયારે એકલો બેઠો હોઉં કે ઘેર જોર જોર થી ગીતો વગાડું ત્યારે થોડી વાર પછી ધીમા ગીતો નો વારો આવે અને એમાં આ ગીત પહેલું આવે… બીજું પણ એક ગીત છે આ લેવલ નું જેના વિષે બીજી પોસ્ટ ક્યારેક…

મારી પાસે તો સમય જ ક્યાં છે મારા નશીબમાં શું છે ને જીવનમાં શું કમાયો છું એ જોવાનો,
આ તો બીજાની ‘બળેલી’ જોઈ લઉં છું ને ખબર પડી જાય છે કે મારું નશીબ બુલંદ છે 🙂
– અનુરાગ