મમરા

મમરા – બધા ને થશે કે આ શું નાસ્તાની વાત લાવ્યા?

આજ કાલ હું જરા મમરા ખાવા પર આવી ગયો છું. શરીર એ હદે વધી રહ્યું છે કે એ જોતા પહેલા થી જ એના પર કાબુ મેળવી લેવો સારો. પણ એ વિષે વાત નથી કરવાનો.
મારું એક નિરીક્ષણ છે એના વિષે કહું છું. 

સંજોગ : ઘેર એક ડબ્બો છે અને એમાં મમરા ભર્યા છે. હવે તમને ભૂખ લાગે છે અને તમારે એ મમરા ખાવા છે. 
 
એક છોકરી 
૧) છોકરી એ ડબ્બો લઈને ડાયનીંગ ટેબલ પર મુકશે.
૨) કબાટ માંથી એક પ્લેટ કાઢશે.
૩) એ પ્લેટ ને ધોશે અને લુછ્સે પછી ડાયનીંગ ટેબલ પર ડબ્બા ની બાજુ માં મુકશે. 
૪) એક ચમચી અને ચમચો લેશે અને એમની સાથે પણ એ જ કરશે જે એને પ્લેટ સાથે કર્યું. 🙂
5) હાથ ધોવા જશે.
6) જો હાથ ધોતા સમયે ચહેરા પર / હેર સ્ટાઈલ માં કશું અજુગતું લાગે તો વહેલા  તે  પહેલા ના  ધોરણે એને ઠીક  કરશે. પછી  એ  પછી  ડાયનીંગ ટેબલ પર જશે. 
૭) પ્લેટ ને જોશે કે આટલી વાર માં એ સાફ તો હતી ને , કશું પડ્યું તો નથી ને. શંકા જાય તો ફરી પાછું # ૩ થી રીપીટ  કરશે.
૮) પછી એ ચમચી ને પ્લેટ માં મુકશે અને ડબ્બો ખોલી ને ચમચા વડે મમરા થોડા કાઢશે.
૯) પછી ડબ્બો બરાબર બંધ કરશે અને ચમચી વડે મમરા ખાવા લાગશે.
૧૦) મમરા પતિ ગયા પછી પણ ભૂખ લાગી હોય તો #૮ થી રીપીટ કરશે.
૧૧) પેટ પૂજા પૂરી થયા પછી સંભાળીને ડબ્બો કિચન ના મૂકી આવશે. 
૧૨) પ્લેટ ધીમે થી ઊંચકીને ધોવાના વાસનો માં મૂકી આવશે અથવા ધોઈને મૂકી દેશે.
૧૩) આજ ક્રિયા એ ચમચી / ચમચા જોડે કરશે.
૧૪) ટેબલ જોશે કે એના પર કોઈ સબુત તો નથી રહી ગયા ને 😛

એક છોકરો 
૧) ડબ્બો લઇને સોફા પર બેસશે. TV નો વોલ્યુમ ફૂલ કરશે અને દોસ્ત ને કોલ કરશે રાત ના મળવાના ના માટે.
૨) ખોબે ખોબા ભરી ને ફાકવા લાગશે. 
૩) ઘણા ઓછા ચાન્સ છે કે ડબ્બો ખાલી ના થાય. 
૪) પેટ ભરાઈ જાય / ડબ્બો ખાલી થઇ જાય તો  એ શાંતિ થી લઈને એને એની જગ્યા એ મૂકી  દેશે. ( બીજું કોઈ મમરા ખાવા આવે તો ખબર પડે કે આ તો પતિ ગયા  તા) 
૫) સોફો ખંખેરી ને પાછો TV જોવા બેસી જશે.