આ અઠવાડિયા ની થોડી વાતો

 • ઘણા સમય થી સરસ મજાના મોટા નવા ઘર માં જવાનો ઉત્સાહ હતો (જોકે હમણાં રહું છું એ પણ ઘણું મોટું ઘર જ છે). હવે જયારે ઘર તૈયાર થઇ ગયું છે તો જુનું ઘર છોડી ને જવાનું દુખ લાગે છે. કદાચને આ અઠવાડિયે જ  મારે ઘર અને માં-બાપ થી દુર જુદા ઘર માં રહેવા જવું પડશે.
 • આની સૌથી વધુ તો ટીઆ અને કોકું ને તકલીફ પડશે. પણ સમય અને સંજોગો આગળ કોનું ચાલ્યું છે.
 • ટીઆ અને કોકું વેકેસન માણવા મારા સાસરે ગયા હોવાથી ઘર સુનું સુનું લાગે છે.
 • ટીઆ ની એ નાની નાની માથાફૂટો, કોકું ના અજબ ગજબ સવાલો / ફરમાઈશો બધું બંધ છે , જેનું ઘણું દુખ છે.
 • કોકું આશિકી – 2 જોઈ આવ્યો છે. જોકે એમાં એને મજા તો મેકડોનાલ્ડ માં જવાની જ આવી. જ્યાં એણે સોસ ખાધો. (એને ફ્રેંચ ફ્રાઈસ કરતા સોસ ખાવામાં વધારે રસ હોય છે)
 • કોકું હોય તો TV જોવા નતુ મળતું મને, હવે એ લોકો નથી તો મને TV જોવાનું મન જ નથી થતું 🙂
 • એક કામ થયું કે એક મોટી નોવેલ મેં વાંચી કાઢી.
 • રાત્રે ખોરાક ઓછો થઇ ગયો છે કેમ કે ટીઆ ઘેર નથી 🙂
 • અમારો રૂમ એક બેચલર માણસ ના રૂમ જેવો અસ્તવ્યસ્ત થઇ ગયો છે. જેમાં ચારે બાજુ કેબલ / હાર્ડ ડિસ્ક / CD / ડોન્ગલ / પેન ડ્રાઈવ / ચાર્જર / લેપટોપ / કપડા / રૂમાલો / ચાદરો / તકિયા / ફાડેલા કાગળિયાના ટુકડા પડ્યા છે ( ટીઆ એ 25 તારીખે એક ઉડતી ઝલક લીધી હતી અને એક જ વસ્તુ બોલી હતી – હે ભગવાન મારો રૂમ તો જુવો કેવો કર્યો છે ).
 • ટીઆ ને એક સુંદર વીંટી લગ્નની ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. જે મારા અંદાજા મુજબ મોટી નીકળી. પાછી નાની કરાવવા આપી છે હવે.
 • સરસ મજાનો મોટો સેમસંગ ફોન હમણાં કબાટ માં મૂકી દીધો છે અને નાનો સેમસંગ ફોન વાપરું છું. જેમાં FB / TW / WhatsApp જેવી કોઈ APPS નાખવામાં નથી આવી. (ઘણા મિત્રો વિચારતા હશે કે કેમ જવાબ નથી આપતો WhatsApp પર, તો આ રહ્યું એનું કારણ)

Happy Anniversary – 6 (Iron Wedding Anniversary)

મારી એક અને માત્ર એક, પહેલી અને છેલ્લી પત્નીને લગ્નગાંઠ ની હાર્દિક શુભેચ્છા..

કોણ જાણે કેવા નસીબ છે મારા. છેલ્લા 2 વર્ષ થી અમે લગ્નગાંઠ ઉજવી જ નથી શક્યા જોડે. કઈ ને કઈ લોચો આવી જ જાય વચ્ચે..

 
ચાલો હવે મને મારી જાત ને તો મુબારકબાદી આપી દેવા દો 🙂
 
 
અંગ્રેજી માં આને Iron Wedding Anniversary કહેવાય.
Happy Iron Wedding Anniversary
ગયા વર્ષની યાદો. હું અહિયાં ટીચાતો હતો અને ટીઆ વિદેશ પ્રવાસ માં ગયી હતી