જનમાષ્ટમી

 

જનમાષ્ટમી
જનમાષ્ટમી

 

જનમાષ્ટમી
જનમાષ્ટમી

 

જનમાષ્ટમી
જનમાષ્ટમી

 

જનમાષ્ટમી
જનમાષ્ટમી
જનમાષ્ટમી
જનમાષ્ટમી
જનમાષ્ટમી
જનમાષ્ટમી

 

જનમાષ્ટમી
જનમાષ્ટમી
જનમાષ્ટમી
જનમાષ્ટમી
જનમાષ્ટમી
જનમાષ્ટમી

કોકું નું સર્ટીફીકેટ

હું અને ટીઆ ગયા વર્ષથી પ્રયત્ન કરતા ( ખાસ તો ટીઆ ) કે કોકું ને બધી સ્પર્ધા માં પહેલો નંબર આવે. પણ હમેશ બીજો નંબર જ આવતો. ટીઆ ઘણી વાર ઘુસ્સે થાય / દુખી થાય કે હમેશા કોઈ ને કોઈ આવી ને પહેલો નંબર લઇ જાય ને કોકું બીજા નંબરે જ રહે ( દરેક સ્પર્ધા માં કોકું નો બીજો નંબર ફિક્ષ. પહેલો તો કોઈ પણ આવી ને લઇ જાય ) . પણ આ વર્ષે તો જયારે સ્પર્ધા માટે નું કાગળ મળ્યું તો ટીઆ ના ચહેરા પર એ બીજા નંબર નું દુખ મને પહેલા થી જ વંચાઈ ગયું હતું. છતાં અમે લોકો એ નક્કી કર્યું કઈક કરવાનું. ટીઆ એ ઘણું બધું વિચાર્યું અને છેલ્લે અમે ગુગલ કાકા ની મદદ થી એક સરસ ફ્રોગ ( દેડકો ) નું ચિત્ર શોધ્યું. એને A3  સાઈઝ ના પેજ માં ગોઠવ્યું અને પછી ટીઆએ એનો ક્રિએટીવ હાથો નો ટચ આપ્યો અને એક સુંદર મજાનો ફ્રોગ બન્યો રાત્રે ૨ વાગ્યે. પછી અમે નિરાંતે સુઈ ગયા. હું દર વખતે કોકું સ્કુલ જાય એ પહેલા એનો ફોટો પડી લઉં, પણ આ વખતે રહી ગયો.
બપોરે જયારે ટીઆ સ્કુલેથી પછી આવી તો મને કોલ કર્યો કે કોકું ને પહેલો નંબર આવ્યો છે. ઘણું જ સારું લાગ્યું. પહેલો નંબર આવ્યો એ ખુસી કરતા, ટીઆ ને જે ખુસી થઇ એ માટે ઘણું જ સારું લાગ્યું.
સાંજે પછી આ સર્ટીફીકેટ ના માન માં મિરીન્ડા લાવ્યા અને પીધું બધા એ.
કોકું નું સર્ટીફીકેટ
કોકું નું સર્ટીફીકેટ

જુના ગીતો અને નવા ગીતો


આપણે હજારો વખતે આ વાત સાંભળી, વાંચી, લખી કે બોલી હશે કે આજ કાલ ના ગીતો માં કશું રહ્યું નથી. પહેલા ના ગીતો સરસ હતા. કિશોર કુમાર, આર ડી બર્મન, એસ ડી બર્મન, મુકેશ, રફી સાહેબ વગેરે ના કારણે ઘણા સારા ગીતો આવતા હતા. હા, વાત તો સાચી છે, પણ હા આજ ના ગીતો પણ એટલા ખરાબ નથી જેટલા ખરાબ એમને ચિતરવામાં આવે છે. 🙂

આજે હું હિન્દી નહિ અંગ્રેજી ગીતો ની વાત કરી રહ્યો છું.

હું જયારે કોલેજ માં હતો ત્યારે બ્રાયન એડમ્સ, બોય ઝોન, બોયસ ટુ મેન, બેકસ્ટ્રીટ બોયઝ , બોન જોવી વગેરે નો જમાનો હતો.  એમની જોડે સંતાના, પિંક ફ્લોય્ડ, મેટાલીકા, એરો સ્મિથ પણ ઘણા લોકો ને ગમતા હતા.

પણ આજે તો ટેણીયા મેણીયા ના મોબાઈલ માં જોઈએ તો પેલો એકોન જ હોય.   હા હા હા. ઘણા ને એ ગમતો હશે, પણ મને નહિ 🙂 . એ બ્લેક લોકો માં શેગી આપડો ફેવરેટ.

વાત એમ બની કે હું ઘેર નીચે આપેલું ગીત વગાડતો હતો ને અમારે ઘેર એક સંબંધી આવ્યા. એમની નાની બેબી એ મને પૂછ્યું કે આ ગીત કયું છે બહુ મસ્ત  છે. મારી જોડે તો વીડિઓ હતો એ બતાવ્યો તો એ ખુબ ખુસ થઇ ગયી અને એમાં મોબાઈલ માં એ લઇ લીધો.

આજે એકદમ આ ગીત વગાડ્યું ને એમાં આ વાત યાદ આવી.  એટલે એવું નથી કે માત્ર હિન્દી ગીતો બગડ્યા છે, અંગ્રેજી ગીતો નો પણ એવો જ હાલ છે.

પણ હા, જો તમે કોઈ પણ ગીત ને ગાળો આપતા હોવ તો એ પહેલા આ વાત વાંચી લે જો.

ઘણા વર્ષો પહેલા સોક્રેટીસ એ એક વાક્ય કહ્યું હતું કે ” આજ કાલ ના છોકરાઓ  બગડી ગયા છે. એમને કશું ભાન જ નથી કે શું કરવું ને કેમનું વર્તવું. ” આજે એ વાત ને પુષ્કળ વર્ષો જતા રહ્યા પણ એ વાક્ય આજે પણ સત્ય છે.  કદાચ એવું હોય કે નવી પેઢી ની કોઈ વસ્તુ જૂની પેઢી ના માણસો ને ( ડોસાઓ ને )  ના જ ગમતી હોય ???

હા હા હા, વિચારજો જરા. મજા આવશે.