એક જુનો ફોટો

 

એક જુનો ફોટો, જે જોઇને ઈશ્વર નો આભાર જ માનું કે આટલું સુંદર બાળક મને આપ્યું. કોકુ ના મોટા ભાગ ના ફોટોસ એવા હોય છે કે બસ દુનિયા ભૂલી ને એને જોયા જ કરીએ. કોકુ ગયા ડીસેમ્બર માં સ્કૂલ માં સાન્તા બન્યો હતો. એ સમયે પડેલો ફોટો છે. ટીના ને સાન્તા જ બનાવવો હતો, અમે બહુ ફર્યા અને નશીબજોગે કોકુ ના માપ નો ડ્રેસ મળી ગયો.

જુનો ફોટો
જુનો ફોટો

સાયકલ પ્રેમ

આમ તો કોકુ ને બહાર ફરવું બહુ જ ગમે. જયારે પણ કોઈ ઘર નો દરવાજો ખોલે એટલે એ રેડી હોય બહાર જવા માટે. એમાં પણ જયારે રાત્રે જમી ને હું ને ટીઆ એકટીવા પર ફરવા જવા નીકળીએ એટલે એ પહેલો બહાર નાઠો હોય. એકટીવા ની આગળ જ ગોઠવાઈ જાય. પણ હમણાં થી કોણ જાણે શું થયું છે ? એને એકટીવા કરતા એની સાયકલ વધારે વહાલી થઇ ગઈ છે. એ સાયકલ આમ તો ઘણા મહિનાઓ થી ઘર માં જ હતી ને બચારી એક ખૂણા માં પડી રહેતી હતી. પણ થોડા દિવસ થી કોકુ ને એવો તો પ્રેમ આવ્યો છે એ સાયકલ પર  કે ના પૂછો વાત. એને સાયકલ લઇ ને જ ફરવા જવું હોય. જો એને સાયકલ મુકવા કહીએ તો કોઈ વાર તો એ બહાર ફરવા જવાની ના પાડી દે. હમણાં ગયા રવિવારે મારા મામા ના ઘેર ગયા હતા તો ત્યાં એ આયુષ ની સાયકલ પર બેસી ગયો હતો ને સાયકલ પર બેઠા બેઠા જ એને લંચ લીધું.

કોકુ નો ગયા ડીસેમ્બર નો ફોટો.

કોકુ
કોકુ

ઊંઘ તો નશીબ વાળા ને જ આવે

એક સારો પલંગ ને પોચું પોચું ગાદલું તમારી જોડે પૈસા હોય તો જ તમે ખરીદી શકો છો, પણ ઊંઘ તો નશીબ વાળા ને જ આવે છે. બાકી તો ઊંઘ લાવવા માટે લોકો પૈસા ખર્ચી ને ઊંઘની ગોળી ઓ લાવે ને પછી એ ગોળીઓ ગળી ને ફાફા મારે કે આજે ઊંઘ આવી જાય તો સારું.

ભરબપોરે લગભગ ૨:૩૦ વાગ્યે, અમે સપથ-૪ આગળ ના પાર્કિંગમાં ગાડી પાર્ક કરતા હતા ત્યારે આ ફોટો મેં પાડ્યો હતો. આટલા તડકા માં ને આટલી ગરમી માં જો કોઈ માણસ આટલા પ્રેમ થી સુઈ શકતો હોય તો એ ઘણો નસીબવાળો હશે, બાકી AC ચાલુ કરી ને ફાફા મારતા લોકો ની કમી નથી આ દુનિયા માં.

ઊંઘ તો નશીબ વાળા ને જ આવે
ઊંઘ તો નશીબ વાળા ને જ આવે

મેં એક બેન ની વાત સાંભળી હતી મારી મમ્મી ના મોઢે થી. એ બેનએ એમના સાસુ ને બહુ હેરાન કર્યા હતા. ઘરડા માજી ની કોઈ સારસંભાળ ના લે ને ઉલટાનું એમની જોડે કામ કરાવી લે કોઈ વાર. ખાવા પણ સારું ના આપે. એમનો બધો પૈસો, દાગીના, સંપતિ બધું લઇ લીધું પણ કશું સેવા ના કરી. એ માજી તો એમનું જીવન જીવી પ્રભુ જોડે પહોચી ગયા, પણ પેલા બેન વર્ષો થી હજાર જાત ની બીમારીઓ ની દવા લે છે. એમને કોઈ જ જાત નું સુખ નથી એમ કહીએ તો સાચું.

ચાલો સારું છે મને તો ઊંઘ આવી જાય છે. હું તો કહો ત્યારે ઊંઘવા માટે તૈયાર જ હોઉં છું. આપડો તો એક નિયમ… જાગ્યા ત્યાર થી સવાર ને ઊંઘ્યા ત્યાં સુધી રાત.

આજ ની જોક :

એક સરદારજી એમના પડોસી ના મરણ પ્રસંગ માં ગયા.
જઈ ને જોવે છે તો એમને કોઈ શબ દેખાતું નથી.
એ બીજા ભાઈ ને પૂછે કે આ ભાઈ નું શબ ક્યાં છે ? એટલા માં જ એમ્બ્યુલન્સ આવે છે ને લોકો શબ કાઢી ને ઘર માં મુકે છે.

સરદારજી બોલ્યા, બડી લંબી ઉમર હે જી, અભી હી યાદ કિયા થા.