Selfie With Daughter

​​​હમણાં 1-2 દિવસમાં ઘણા લોકો એ #‎SelfieWithDaughter‬ કર્યું છે 🙂

ઘણા લોકોએ તો રીતસરના આલ્બમ બનાવી કાઢ્યા.

મારે તો દીકરી નથી, નહિ તો એના અને મારા ફોટાના આલ્બમ ક્યારના તમે જોઈ શકતા (જે આજની તારીખમાં મારા અને મારા દીકરાના ફોટાના આલ્બમ સ્વરૂપે તમે જોઈ શકો છો) 🙂

આવા (ફોટા પાડીને મુક્યા હોય એવા અને ફોટા ના પડ્યા હોય એવા) દીકરીના બાપો માટે થોડા સવાલ છે…

શું તમારી દીકરીના જન્મ સમયે તમે અને તમારા ઘરના બધા લોકો ખુશ થયા હતા?
શું તમારે આ દીકરી સિવાય બીજો દીકરો કે દીકરી છે કે ભવિષ્યમાં એનું પ્લાનિંગ છે ?
શું તમે કે તમારા ઘરના લોકો તમારા દીકરા અને દીકરીમાં ફરક કરે છે?

થોડા અણિયાળા સવાલો છે, જવાબ માત્ર તમારી જાતને આપશો.

When I come home, my daughter will run to the door and give me a big hug, and everything that’s happened that day just melts away.

~ Hugh Jackman

Advertisements