બડે ભૈયા

​હમણાં ઓફીસ માં એક મિત્ર જોડે મારા મોટા ભાઈ વિષે ​વાત કરતો હતો.
થોડી વાર વાત ચાલી એટલામાં એ મિત્ર બોલ્યો, તમારા ભાઈ એકદમ પેલા … સુરજ બડજાત્યા ની મુવીના બડે ભૈયા હોય એવા આઇડોલ ટાઇપ ના છે. 100% જેન્ટલ મેન  🙂
​મને તો જરાક હસવું આવી ગયું, પણ હા હવે એવો જ છે મારો મોટો ભાઈ શું કરીએ :)​

Whirlpool Whirlpool

​ એક નાનકડું બાળક જેને દુનિયા, દેશ, સમાજ, સગાવહાલા, સ્કુલ કોઈની પરવાહ નથી. એ તો બસ મુક્ત મને એની જિંદગીની મજા લેવામાં માને  છે… એ બાળક …જીવનરૂપી સાગરમાં પરીક્ષારૂપી વમળો માં ફસાઈ ગયું છે 😦

હું જયારે સ્કુલમાં હતો અને ટાઇમ પાસ કરી દેતો, યોગ્ય પરિણામ ના લાવતો ત્યારે મારા માતા પિતાની કેટલી રાતોની ઊંઘ મેં હરામ કરી હશે…

હવે મારો એ ઊંઘ હરામ થવાનો સમય આવ્યો છે 🙂 .

પણ અહિયાં મને મારી એ ઊંઘ કરતા વમળો વચ્ચે ફસાયેલા બાળકની ચિંતા વધુ છે. આપણી શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે – “આખું વર્ષ જે કરો એ, પણ પરીક્ષા સમયે ગોખીને આવો અને પેપરમાં એ ગોખેલું ઉતારી દો. જે સારું ગોખી શકે એ વધારે હોશિયાર” 🙂

આવનારા 15-20 દિવસ સામર્થ્ય માટે કપરા ચઢાણવાળા છે, ઈશ્વરભાઈ એને શક્તિ આપે અને જલ્દી એ દિવસો પુરા થાય.
કેમકે હમણાં થી પ્લાન બની ગયો છે કે આ વેકેશન સામર્થ્ય એ માં તરતા શીખવાનું છે.