​ઉડતા ચપ્પલ

આ કોઈ ઉડતા પંજાબ ની પેરોડી કે એના પર બનેલી પોસ્ટ નથી.ચપ્પલ કે ચંપલ સાથે મારા બાળપણની ઘણી યાદો સંકળાયેલી છે.
માં-બાપે કઈક કહ્યું હોય અને એ કરવામાં ભૂલ પડે, ભૂલી જવાય, ના કરવાનું કર્યું હોય વગેરે સમયે આ ચંપલ ગમે ત્યાં થી ઉડીને સીધું મારી પાસે આવતું. એવું જોર થી આવતું કે બીજી વાર એ ભુલાતું નહિ.
કદાચ એ ઉડતા ચંપલનો જ પ્રતાપ છે કે આજે હું કંઈક છું.
વર્ષો થયા હવે એ ઉડાતું ચંપલ આવતું નથી, પણ હમણાં અચાનક મારા કાને શબ્દો પડ્યા, ” … સીધો રહેજે નહિ તો મારુ ચંપલ અને તારું મોઢું, પછી હું કઈ જોઇશ નહિ કે કોણ ઉભું છે ને કોણ જોવે છે … ” . સંવાદ બિલકુલ મારી માં જેવો હતો પણ એ મારી માં નતી. એતો સામર્થ્યની માં હતી.
મને લાગે છે આ ઉડતું ચંપલ અમારું વારસાગત દોસ્ત કે દુશ્મન છે 🙂 જ્યાં ને ત્યાં થી આવી જ જાય.
હવે એમ ના વિચારતા કે સામર્થ્ય આવો કેવો છે ? એ ખુબ જ સારો અને સંસ્કારી બાળક છે. આતો હું એની જોડે ઉભો હોઉં એટલે એનામાં કંઈક અલગ વર્તન જોવા મળે છે (એવું એની માં કહે છે 🙂 ).
પણ મારુ માનવું છે કે જે લોકો એ જીવનમાં આવા ઉડતા ચંપલો જોયા છે એ લોકો જીવનમાં બહુ આગળ વધ્યા છે .
કોઈ માનવ-અધિકાર પંચ વાળાએ અહીંયા આવીને બબાલ કરવી નહિ, કેમકે અમને એની એલર્જી છે. કેમકે તમેતો બાળકને શિક્ષા ના કરવી જોઈએ એમ કહી તમારી નોકરી પુરી કરી છટકી જશો, પણ એ જો ભણે નહિ, ખરાબ સોબતે ચડી જાય તો છેલ્લે તમે એને ખવડાવવાના નથી.
સામર્થ્ય એ આ ગયા રવિવારે એક સ્ટેજ પર આપેલા ધમાકેદાર પરફોર્મન્સ પહેલાની તસ્વીર.

સાંપ …

ક્યાંય સાંપ નથી આવ્યો કે આપણે સાંપ પકડવામાં મહારત નથી આવી… આ તો પતિ પત્ની વચ્ચે ની વાતચીત છે. એનો ફોટો મુકું છું.

ઓફિસ ની એક બેબલી, “પર સર યે સાંપ કોન ભેજતા હૈ?” …