જીવન , પરીક્ષા અને પરિણામ

જીવન છે ત્યાં સુધી પરીક્ષા રહેશે. પરીક્ષા છે ત્યાં સુધી પરિણામ આવશે. પરિણામ કેવું આવશે એનો આધાર પરીક્ષા કેવી ગયી છે એના પર છે 🙂

“જીવન , પરીક્ષા અને પરિણામ” – આ બહુ મોટા ધોરણની વાત થઇ.

નાને થી વાત કરું તો, હમણાં ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપીને બેઠા હશે અને પરિણામ ની રાહ જોતા હશે. ઘણા લોકોના તો આવી પણ ગયા હશે (જેમ કે અમારો સામર્થ્ય). સામર્થ્યના પરીક્ષાના પરિણામ અને પરીક્ષા બંને વખતે હું જરા ચિંતા માં હતો. પછી બધું ઈશ્વર ભાઈ અને સામર્થ્ય પર છોડ્યું અને બંને એ મને ચકિત થઇ જવાય એવું પરિણામ આપ્યું. સામર્થ્ય નું પરિણામ ઘણું જ સરસ નથી, પણ જે છે એ ઘણું સરસ છે મારા માટે ! કેમ કે મને ખબર છે એ ભણવામાં જરાય ધ્યાન નથી આપતો, જેમ તેમ ભણી ને પરીક્ષા આપે છે અને આવું સારું પરિણામ લાવે છે.

આમ તો  સામર્થ્યને વાંચવાનો જરાય શોખ નથી અને આ બ્લોગ તો એ હમણાં વાંચશે નહિ, પણ મોટો થઈને ક્યારેકવાંચે તો એના માટે એક સંદેશ છે…  (બધા વાંચી  શકે છે આ સંદેશ)

જીવનમાં ડગલે ને પગલે પરીક્ષાઓ આવે છે ને આવતી રહેશે. જીવન ની ઘણી બધી પરીક્ષાઓમાં હું સદંતર નિષ્ફળ રહ્યો છું.  ભણતર અને કારકિર્દીમાં તો ખાસ. પણ આજે એ બંને ક્ષેત્રોમાં ઘણું જ સંતોષજનક પરિણામ છે મારી પાસે.

જીવનમાં ક્યારેય નાસીપાસ  થવું નહિ, હા મુશ્કેલી તો હશે જ અને મોટી મોટી મુશ્કેલીઓ હશે. જેમ શક્ય હોય એમ આગળ વધતા રહેવું.
ઘણા બાળકો પરીક્ષા, પરિણામ ના ભાર તળે દબાઈ  જાય છે અને ના કરવાનું કરી બેસે છે 😦

હું તો એક વાત સમજુ છું કે જો સામર્થ્ય ના ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે તો એ બધા જ કઈ ડોક્ટર કે ઈજનેર નથી બનવાના (હા, એમના માં બાપ ને એ અભરખા હશે) .
એ 50 લોકોમાં ઘણા ગીત-સંગીત, નૃત્ય, સાહિત્ય,રમત-ગમત જેવા વિષયોમાં પ્રવીણ હશે કે થશે. ઘણા એવા પણ હશે કે જે કશામાં પ્રવીણ નહિ હોય.  ઘણા એવા પણ હશે કે જે હમણાં સામાન્ય હશે અને આગળ જતા એ ખુબ નામ કમાશે કે ખુબ સારું ભવિષ્ય બનાવશે.

ચાલો, બહુ લાંબુ ભાસણ આપી દીધું  ….
જોઈએ હવે સામર્થ્ય  શું કરે છે ?

​ન્યુ યોર્ક અને હવાઈ

ના ભાઈ, હું કઈ આ રજાઓ માં ન્યુ યોર્ક અને હવાઈ નથી ગયો કે નથી જવાનો. કારણ માત્ર એક કે મારી (અમારી) પાસે પાસપોર્ટ જ નથી 🙂

આ તો સામર્થ્ય  નોબીતા નું કાર્ટુન જોવે અને એમા પેલો બળેલો સુનીયો વેકેસન કરવા ન્યુ યોર્ક અને હવાઈ જાય  અને આવીને મોટી મોટી હાંકે. એટલે સામર્થ્ય ને પણ થયું કે આપડે ન્યુ યોર્ક અને હવાઈ જઈએ. તો હવે ટૂંક સમય માં સ્કુલ ચાલુ થાય એ પહેલા ક્યાંક ફરવા જવાનો વિચાર છે.

બધી તૈયારી થઇ ગયી છે અને મારા સિવાય કોઈને એ ખબર નથી ઘેર કે અમે ક્યાં જવાના છીએ 🙂

હું તો ક્યાય જાઉં સામર્થ્ય અને ટીઆ જોડે તો મને તો મજા આવે, એટલે ક્યાંય જઈશું મને તો મજા જ પડવાની છે 🙂