કેમેરો

હું જયારે ચોથા ધોરણ માં ભણતો હતો ત્યારે પપ્પા એ આ કેમેરો ખરીદ્યો હતો. હું તો એ કેમેરા ને જોઈ ને ગાંડો જ થઇ ગયો હતો.  એ સમય એટલે લગભગ ૧૯૮૬-૮૮ નો સમય. એ સમયે લોકો ફોટો પડાવે તો પણ એણે ફ્રેમ કરી ને રાખી મુકે. એ સમયે પૂઠા પર ફોટા ની ચોટાડી ને એણે સાચવી મુકવાની પ્રથા હતી. એ સમયે પપ્પા આ કેમેરો લાવ્યા અને મને અને ભાઈ ને આપ્યો ( આ વાત નુ અભિમાન નથી કરતો, પણ ઈશ્વર નો આભાર માનું છું કે અમે એ સમયે આવા શક્ષમ હતા )  . ભાઈ મોટો એટલે એ ફટાફટ સમજી ગયો અને મેન્યુઅલ વાંચી ને ફોટા પાડવા લાગે. મને  બહુ સમજ ના પાડી. એટલે હું મેન્યુઅલ લઇ ને બેસતો, ધીમે ધીમે વાંચતો અને સમજતો ( ઈશ્વર કૃપા અને પપ્પા ની મહેનત થી એ સમયે પણ મારું અંગ્રેજી  સારું હતું કે હું મેન્યુઅલ  વાંચી ને સમજી સકતો હતો.) .  પછી તો થોડા ફોટા અને રોલ બગડી ને હું બરાબરનો શીખી ગયો. પછી સમય આવ્યો ઓટોમેટીક કેમેરાનો.  મારા દોસ્તો જોડે ઓટોમેટીક કેમેરા આવ્યા તો અમે પણ એવો લઇ આવ્યા.  પછી આવ્યા ડીજીટલ કેમેરા. ભાઈ કેનન નો આવો જ મસ્ત ડીજીટલ કેમેરો લાવ્યો છે એ જયારે જર્મની રહેતો હતો ત્યારે.  અમે લોકો પણ કેનન નો  ડીજીટલ કેમેરો લઇ આવ્યા. થોડા સમય માં તો સેલ ફોન માં કેમેરા આવી ગયા. મારા LG ચોકલેટ માં તો ડીજીટલ કેમેરા ને શરમાવે એવા ફોટા અને વિડીયો બને છે 😛 . 

પણ આ બધા ની વચ્ચે આ કેમેરો હજુ પણ મને બહુ જ ગમે છે. અને એ કારણે જ હજુ આને કાઢી નથી નાખ્યો ( અમારા એરિયા ના ઘણા ફોટો સ્ટુડિયો વાળા ભાઈયો મને આના માટે પૂછી ચુક્યા છે ) .

કેમેરો
કેમેરો
કેમેરો
કેમેરો


Advertisements