સ્માર્ટ નહીં બનવાનું

હમણાં ઓફિસ સામેના મેન્દુ વડા વાળાની લારી પર ગયો હતો, પેલા ભાઈ એ મેન્દુ વડા તેલમાં નાખ્યા અને થોડી વાર પછી એક ચમચી થઈ ફેરવવા લાગ્યો.

ત્યાં ઉભેલા એક માણસે મજાકમાં પૂછ્યું કે તમે પેલા લોકો તેલમાં હાથ નાખીને ભજીયા તળે એમ કર્યું છે ક્યારેય?

હું તરત બોલ્યો એવું સ્માર્ટ ના બનવું, એક વિડીયો બનાવામાં હાથ બાળવા બુધ્ધિ નું કામ નહીં. એ લારી વાળા ભાઈ પણ બોલ્યા, હા, લારી ચાલવું કે એવા ધતિંગ કરું.

આ વર્ષની એક યાદગાર તસ્વીર

ફોટા પાડવા અને પડાવવા એ બાળપણ થી જ મારી રુચીનો વિષય રહ્યો છે. નાના હતા ત્યારે હું બધાની જોડે નેશનલના ઓટોમેટિક કેમેરા જોતો, એ સમયે પપ્પા એ યાશીકા કંપનીનો SLR કેમેરો લઈ આપ્યો હતો. જેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેમેરો હજુ હયાત છે પણ રોલવાળા કેમેરા કોઈ વાપરતું નથી હવે એટલે કબાટ માં પડ્યો છે. પછી જાતજાતના ફોન વાળા કેમેરા વાપર્યા.

મોટાભાગના ફોટા ક્યાંકને ક્યાંક કોઈક હાર્દડિસ્કમાં સચવાયેલા છે.

પણ અમુક યાદગાર ફોટાને જીવનભર સાચવવા અને સમયાંતરે જોવા અહીં મૂકી દેવામાં આવે છે.

નીચેનો ફોટો આ વર્ષના યાદગાર ફોટામાંનો એક છે.

૩૦-૪૦ વર્ષ પછી જ્યારે જડબામાં દાંત નહીં હોય ત્યારે આ ફોટા જોઈ મલકાવાની મજા આવશે.