નવા કોકા

હું તો કપડા નો બહુ શોખીન ! કપડા પહેરવાનો અને ખાસ તો કપડા ખરીદવાનો..
હમણાં જ એકવાર ઘેર કશું વાત ચાલતી હતી કપડા માટે, ટીઆ એકદમ બોલી.. “રોજ એક જોડી પહેરો ને તો પણ ૨ મહીને એક જોડી ફરી વાર ના આવે એટલા કપડા છે પણ તમે ઓફીસ એક ના એક જ ૪-૫ કપડા પહેરી ને જાવ છો “.
મુદ્દા પર પાછા આવીએ તો.. આ બ્લોગ ને ઘણો સમય થઇ ગયો છે. બચારાને એક ના એક કપડા પહેરાવી રાખ્યા છે. આજે વિચાર આવ્યો કે બદલો યાર હવે બહુ થયું.
હિંમત કરી ને નવા કોકા શોધ્યા.
મને તો ગમ્યા, તમે તમારો અભિપ્રાય આપશો.

ઈન્ટરવ્યું

આમ તો હું ઈન્ટરવ્યું આપતો નથી. છેલ્લું ઈન્ટરવ્યું મેં ૨૦૦૪ માં અપ્રિલ માં આપ્યું હતું. એના પછી બસ ઈન્ટરવ્યું લીધા જ છે. પણ હમણાં થોડા સમય પહેલા ઘણા બધા લોકો ના ઈન્ટરવ્યું લીધા.
મોટા ભાગના લોકો ઈજનેર હતા(ઈજનેર લોકો ખોટું ના લગાડતા). આમ તો ઈન્ટરવ્યું લેનારા મારા સિવાયના બીજા લોકો ઈજનેર જ હતા.
થોડા ઈન્ટરવ્યું લીધા તો લાગ્યું કે આ ભાઈ ને કેમ કશું નથી આવડતું. કદાચ એ ભણવામાં ધ્યાન નહિ રાખતો હોય. પણ જેમ જેમ લોકો આવવા લાગ્યા, મન માં ઉઠતો સવાલ બદલાઈ ગયો.  એમ થયું કે આ આજકાલ ના ઈજનેર લોકો આવા હોય છે?
લોકો ને બેઝીક વસ્તુ જ પૂછવામાં આવતી હતી, પણ બધા ગપ-ગોળા કર્યે જતા હતા. ઘણા લોકો સરસ જવાબ આપે. એના જવાબ ના આધારે કોઈ પ્રેક્ટીકલ વસ્તુ પૂછીએ એટલે ભાઈ ને ગેગે-ફેફે થઇ જાય. અમને એવા વિચાર આવે કે જવાબ તો બિલકુલ સાચો બોલે છે પણ  પ્રેક્ટીકલી  એમને કશું ના આવડે.
ઘણા લોકો એક જવાબ આપી દે આ વસ્તુ તો નથી શીખ્યો :(. અલા તો લખે છે સાનો તારા રિઝયુમ માં?
કોલેજ માં ૨-૩ પ્રોજેક્ટ કર્યા હોય, ૪-૫ વાઈટ પેપર સબમિટ કર્યા હોય, સેમિનારો કર્યા હોય.. અને આવડે @#$%^^&*^&*..   આપડે સમજીએ કે ફ્રેશર છે તો એને કશું ના આવડતું હોય, પણ એ લોકો જે પ્રોજેક્ટ કરવા જતા હોય છે એમાં શું સીખતા હોય છે એ સમજ નથી પડતી? હું તો રિલાયન્સ માં જતો હતો પ્રોજેક્ટ માં(૨૦૦૩-૨૦૦૪ માં). ત્યાં તો અમારે ઘણું કામ કરવું પડતું હતું અને ત્યાં હું ઘણું શીખ્યો. મારા એ વખતના મિત્રો અમિત / નીરવ / પલ્લવ / સાજીદ પણ ઘણું બધું સરસ સરસ કામ કરતા હતા. અમે લોકો પ્રોજેક્ટ માં કામ કરીએ અને કોઈ મોડ્યુલ પતે એટલે એકબીજા ને બતાવીએ કે અમે આ સરસ વસ્તુ કરી.
અહી એક વાત કહીશ કે આ મારા મિત્રો કોલેજ માં ખુબ જ મહેનત કરીને ભણતા હતા, સિલેબસ નું વાંચે, પ્રેક્ટીકલ કરે અને એ સિવાય પણ અમિત / નીરવ / સાજીદ (અને એ સિવાય ના ઘણા બધા) આનંદ માટે બીજા નાના-નાના પ્રોગ્રામ/પ્રોજેક્ટ્સ બનાવતા હતા. એ યાદ કરી ને લાગે કે આ હમણાં ના લોકો કોણ જાણે શું કરે છે?
આને કોલેજો નો રીતસર નો ધધો કહી શકાય કે એ લોકો તગડી તગડી ફી લઇ ને વિદ્યાર્થીઓ ને કશું જ ભણાવતા નથી (આમાં હું વિદ્યાર્થીઓ નો વાંક સમજુ છું પણ એ કરતા એમની કોલેજો નો વાંક વધારે છે). ક્યાંતો સાહેબો નો વાંક કહી શકાય  કે એ લોકો વિદ્યાર્થી નું ધ્યાન રાખતા નથી.
પછી છેલ્લે એમ વિચાર આવ્યો — કોણ જાણે કોનો વાંક પણ આ વિદ્યાર્થી નું સ્તર બગડતું જાય છે.
આજ નો જોક:
एक बच्चा रोज़ अपने मेथ्स टीचर के घर फोन करता है |
टीचर की बीवी: कितनी बार कहा वोह मर चुके है, बार बार फोन क्यों करते हो?
बच्चा: सुनकर अच्छा लगता है |