ડેન્જર ડેન્જર ફોન

2 દિવસ થી ડેન્જર ડેન્જર ફોન નથી આવી રહ્યા, હું વિચારમાં હતો.

અને સવારે જ સસરાએ ફોન કર્યો (અહી સસરાના ફોન ને ડેન્જરના ગણશો) કે  ટીના નો ફોન અમારે ત્યાં પડ્યો છે એ લઈને હું આવું છું તમારી ઓફીશે 🙂 ( હું મનમાં બોલ્યો રાખોને ત્યાં જ 2-4 દિવસ)

 

નોંધ:
ટીના મારો બ્લોગ વાંચે છે. જોઈએ આ પોસ્ટ ક્યારે વંચાય છે 🙂

ગીતો ને હું

સંગીત વગર મારી દુનિયાની કલ્પના કરવી મારે માટે જરા મુશ્કેલ છે. ના હો , હું કોઈ ગાયક કે સંગીતકાર નથી ના તો આ વિદ્યા માં મને કોઈ જ્ઞાન છે.  પણ જેમ લોકોને પાન / મસાલા / સિગરેટ / દારૂ નું બંધાણ હોય છે એમ કદાચ મને સંગીત નું બંધાણ છે.
હું લગભગ બીજા ત્રીજા ધોરણ માં ભણતો ત્યારે મને ગીતો ની જરાક સમજ પડવા લાગી હતી અને એમાંથી થોડા ગીતો ગમતા પણ થયા હતા. એ સમયે અમારા ઘેર બુશ કંપની નું એક ટેપ હતું, જેમાં 2 સરસ સ્પીકર્સ લગાડેલા હતા અને એ 30 વર્ષ જૂની ફેશન પ્રમાણે ડ્રોઈંગ રૂમના ખૂણામાં ઉપર ગોઠવી દેવામાં આવ્યા હતા 🙂 . એક ટીપોય ની દયાથી હું ત્યાં પહોચી જતો અને બીગ બી ના ગીતો વળી કેસેટ લગાવી દેતો (શરાબી, નમક હલાલ જેવા ફિલ્મો ના ગીતો પપ્પા વિદ્યાનગર – આણદ જઈને રેકોર્ડ કરાવી આવતા હતા [આ પાછો એમનો ગાંડો શોખ કહી શકાય , અને હા આ રોગ વારસામાં આવ્યો ગણી શકાય ] ). એ ટેપે લગભગ મારી કોલેજ ના દિવસો સુધી મારો સાથ આપ્યો .
પછી એ સમયે ઘેર BPL નું ટીવી આવ્યું જેમાં વુફર વાળા સ્પીકર હતા એટલે હું એનો ઓક્ષિલરિ યુસ કરી દેતો અને પછી વોકમેન પણ (ફેશન માં) હતા (આપડે પાછા પડીએ ફેશનમાં કોઈ દિવસ?). છતાં એ ટેપ મારા રૂમમાં હું વગાડતો રહેતો.
આ TV અને ટેપ હું જયારે વગાડતો ત્યારે મને જોરજોરથી જ વગાડવાનો શોખ અને એના કારણે આજુ બાજુ વાળા મમ્મીને ઘણી વાર કહી દેતા કે અનુરાગ કેમ આટલું જોરથી વગાડે છે , એ વાંચતો નથી એના રૂમ માં … મમ્મી બચારી કંઈના બોલે એમને. મને ઘુસ્સો આવતો અને મનમાં કહેતો આંટી 20 વર્ષ પછી જોજો હું ક્યાં છું ને તમારો છોકરો / છોકરી ક્યાં છે (અને આજે કદાચ એ લોકો એ રેસમાં ક્યાય ખોવાઈ ગયા છે – થેંક ગોડ 🙂 ) પણ મારા ગીતો તો હજુ ચાલુ જ છે.
પછી નોકરીમાં લાગ્યો ત્યારે માસીએ એક MP3 ડીસ્ક્મેન ભેટ આપ્યું હતું એ લઈને ફરતો, ઘેર ગીતો સંભાળતો અને ઓફિસે લઇ જતો. ઓફીશમાં ગીતો વાગતા (થેંક યુ બોસ) જે મારા PC માંથી વાગતા હતા. એ સિલસિલો જ્યાં સુધી એ ઓફીસ માં રહ્યો ત્યાં સુધી બરકરાર રહ્યો (ઘણા લોકો ત્યાં મને DJ  રેહાન પણ કહેતા – રેહાન મારું કંપનીનું નિક નેમ હતું):)
એજ  દિવસોમાં અહમદાબાદ માં રેડિયો મિર્ચી નું આગમન થયું હતું અને એ સમયે મારા ઓફીશના મિત્રો પાસે નોકિયા 2100 હતો, એ લોકો મોબાઈલ માં રેડિયો સંભાળતા જયારે મને ઘર થી કડક સુચનાના કારણે સસ્તો 1108 વાપરવો પડતો હતો જેમાં કશુય નતુ બસ એક ટોર્ચ હતી (હા ભાઈ શું કરીએ એજ ફોન હતો મારી પાસે) . પણ જલ્દીજ એક મિત્રના ભાઈ જોડે નોકિયા 3300 સિંગાપોર થી મંગાવામાં આવ્યો જે ફોનેમાં 64 MB નું કાર્ડ નાખીને ગીતો વગાડી સકાતા હતા . સરેરાસ 8-10 ગીતો આવતા એમાં. નોકિયા ના એ મ્યુઝીક ફોને તો જાણે વટ પડી દીધો હતો પણ ટુક સમયમાં એ ફોન હેંગ થવા લાગ્યો કેમકે એ અહમદાબાદ ની ગરમીમાં ગરમ થઇ જતો હતો 🙂 એટલે ટુક સમયમાં નોકિયા 6270 લેવામાં આવ્યો. મ્યુઝીક માટે ફોન લેવાનો સિલસિલો ચાલુ રહ્યો અને LG BL 40 લેવામાં આવ્યો હતો જે એક અફલાતુન ફોન કહી શકાય.
અને આજે એ પરિસ્થિતિ છે કે મારા ઘર ના બધા રૂમ અને બાથરૂમમાં પણ વુફર સીસ્ટમ નાખેલું છે એમાં મોબાઈલ થી ગીતો વાગે છે અને ટુક સમયમાં એને બદલીને JBL નું બ્લુટુથ સીસ્ટમ લાગવાનું વિચારું છું. પણ એમાં જરા વાર લાગશે.
આની સામે સામર્થ્ય (મારો કોકું) હજુ ગીતો તરફ બહુ વળ્યો નથી પણ હા એની પાસે એક પ્લેલીસ્ટ છે અને એને ઘણા ગીતો ગમે પણ છે જેને એ રૂમમાં એકલો હોય ત્યારે જોરજોરથી ગાય પણ છે.
આ લખી રહ્યો છું ત્યારે પણ રૂમમાં જોરજોર થી summer of 69 નું એક રિમિક્ષ વાગી રહ્યું છે.
વિચારવા જેવું:
જે લોકો હની સિંગને ગાળો આપે છે અને કહે છે કે એને ગાતા નથી આવડતું, એ લોકો પોતાના મોબાઈલમાં પોતાના અવાજમાં એક ગીત ગાયી લે અને સાંભળે (આ વાક્ય હિમેશ રેશમિયાના માટે પણ લાગુ પડે છે)