આજની નવાજુની

​વર્ષ ની શરૂઆતમાં એમ વિચારવામાં આવ્યું હતું કે આ વર્ષે બરાબર પોસ્ટ લખવામાં આવશે.​ પણ બધું સરકારી ખાતા અને ચુંટણીના વાયદા જેવું થયું …
ઘણા સમયે આજે સમય મળ્યો છે કે જરાક નોંધ ટપકાવું  …
  • રિશી અને અનુજા એમની રજાઓમાં ઘેર આવ્યા એક અઠવાડિયું અમારી જોડે રહ્યા. ઘણું સારું લાગ્યું 
  • ઘેર 2 નાની બેબલીઓ (માછલીઓ) લાવવામાં આવી છે અને આજે એમને આવ્યે 3 અઠવાડિયા થઇ ગયા છે. એમને નાના બાળકની જેમ ઘણી વાર જોઈ જ રહું છું. 
  • મારી નાની બેબી હવે મોટી થતી જાય છે (મારી તો નથી, મારા મોટા ભાઈ ની છે). એ જયારે ઘેર આવે તો ઊંઘતી જ હોય છે અને એકદમ નાની છે એટલે એની જોડે રમવાનો સમય મળતો નથી.
  • જુદા જુદા રોગ અને મારે ઘણો સારો ઘરોબો છે.  હમણાં ગરમીનો એક રોગ જરા માથું ઊંચકી રહ્યો છે. હેરાનગતિ વધી ગયી છે. ડોક્ટર સાહેબે ગમે તેમ કરીને દવા આપી થોડો કાબુમાં લીધો છે પણ હજુ તકલીફ તો છે.
  • જીમ માં જવાનું ચાલુ કર્યું હતું (દોડવાનું અને ચાલવાનું).  પણ એનું અકાળે અવસાન થયું છે. કારણ છે મારી આળસ.
  • નોવેલ લખવાનું ચાલુ કર્યું હતું, એનું પણ અકાળે અવસાન થયું છે. કારણ છે એક જ , મારી આળસ :).                  મનમેં હે વિશ્વાસ પુરા હે વિશ્વાસ હમ લિખેંગે એક દિન, એક દિન…
  • સામર્થ્યને હવે સ્કેટિંગ સરસ આવડી ગયું છે અને શનિવારે થતી રેસ માં ઘણી વાર એ પહેલો નંબર આવે છે. સાંજે મને કહે એટલે હું ખુસ ખુસ થઇ જાઉં.
  • હવે સ્કુલ ચાલુ થઇ ગયી છે અને ભણવાનું અઘરું અઘરું આવતું જાય છે, નાનું બાળક બચારું કેટલી મેહનત કરે છે ટકી રહેવા માટે 😦
  • આજકાલ એ સબવે સર્ફર બહુ રમવા લાગ્યો છે અને બહુ સરસ રમે છે