ટીઆ અને કોકુ ની યાદ માં

 

ટીઆ અને કોકુ ને નાનાને ઘેર ગયે આજે ૨ અઠવાડિયા જેવું થવા આવ્યું છે. મે એકલા રહેવાનો પૂરો આનંદ લીધો છે. ખુબ મજા થી આખા રૂમ માં કરવી હોય એટલી ગરબડ કરવાની, વસ્તુ જેમ ની તેમ ફેકવાની, તકિયા-ચાદર ક્યાંના ક્યાં હોય, પાણી ની બોટલ પડી હોય, ક્યાય સીડી પડી હોય, મારી ઓફીસ બેગ ક્યાય પડી હોય, બેડ પર ૩-૪ કપડા પડ્યા હોય, મારા કોમ્પ્યુટર ના ટેબલ ની કોઈ સફાઈ થતી નથી, સુ ને સુ પાડ્યું હોય, મોબાઈલ ના ચાર્જર ક્યાય લટકતા હોય, નોટબુક નુ ચાર્જર ક્યાય પાડ્યું હોય, નોટબુક ક્યાય પડયું હોય, હેડફોન પગ માં અટવાતા પડ્યા હોય … એકદમ બેચલર માણસ જેવો મારો રૂમ થઇ ગયો છે. 

 

ટીઆ માટે તો એનું મન પસંદ ગીત છે 

 

 

 

 

કોકુ માટે એક એના જેવું જ સુંદર મજાનુ  ગીત શોધી કાઢ્યું છે. મને વિશ્વાસ છે તમને પણ એ બહુ જ ગમશે. એમાં પણ જે લોકો પિતા ( પેલી બાટલી પિતા નહિ, પપ્પા વાળા પિતા )  છે અને જેમને એક સરસ મજા નો છોકરો છે એમના માટે આ ઘણું જ યાદગાર ગીત છે. 

 


 Advertisements