2017 માં શું નહિ કરીયે એની યાદી

આમ તો આ વિષય 1.5 થી 2 મહિના પહેલા લખવો જોઈએ, પણ હંમેશા ની જેમ થોડા મોડા છીએ

આગલી એક પોસ્ટ માં અમે એ લખ્યું કે 2017 માં શું કરીશું, તો હવે આ પોસ્ટ છે જેમાં લખીશું (અને પાળીશું) કે અમે 2017 માં શું નહિ કરીયે

 • લોકો પર ભરોષો રાખવાનો ઓછો કરીશું કેમ કે “કોઈ કોઈનું નથી રે” 🙂 , https://www.youtube.com/watch?v=O4I7hIiRTh8
 • નવો ફોન ના લેવો (અને બીજા ગેજેટ્સ પણ)
 • ખોટા ખર્ચ ના કરવા (મોદીજી ની નોટબંધી સારી હતી, ઘણી બચત થઇ ગયી એ મહિને અને હજુ પણ 🙂 )
 • થોડું ઓછું બોલવું
 • વધારે કામ કરવું
 • એકદમથી જ કોઈની જોડે મિત્રતા ના કેળવી દેવી
 • એકદમથી કોઈને મદદ કરવા ઊંધા ના પડી જવું
 • લોકો શું કહેશે એ ના વિચારવું, જે ગમતું હોય એ કરવું
 • બને તેટલી ઓછી ચાઈનાની વસ્તુઓ ખરીદવી (એ હા અમે પણ રાષ્ટ્રવાદી છીએ)
 • દારૂના વ્યસની ના થવું (જે અમે જન્મથી જ નથી 🙂 )
 • સિગરેટ ના પીવી (અમે પિતા (બાળકના) છીએ પણ આ અમે નથી પીતા 🙂 )
 • કોઈને શિખામણ આપવી નહિ
 • મન ના વિચારો બધાની આગળ બહુ પ્રદર્શિત નહિ કરીયે