અનુરાગ રાઠોડ વિષે

નામ : અનુરાગ રાઠોડ

કામ : કોમ્પ્યુટર જોડે માથાકૂટ કરવી

ભણતર : સેન્ટ ઝેવિયર્સ કોલેજ માંથી ફીઝીક્સ ગ્રેજ્યુએટ અને સાથે સાથે મેથ્સ ગ્રેજ્યુએટ પણ. રાજકોટ થી ભણ્યો એમસીએ અને બીજું ઘણું જીવન ઉપયોગી જ્ઞાન.

એક્ષપર્ટ  : ઊંઘવું, જાગવું, સપના જોવા, મજાક મસ્તી, મેગી બનાવવી, જીવન જીવવા માં

શીખી રહ્યો છું : PHP, જીવન જીવવાની કળા, જીવન સામે જીતવાની કળા

ડ્રીન્કસ : ઓકેસનલી પણ નીટ જ ફાવે* ( કોકાકોલા માં પાણી કે બરફ ના ગાંગડા નાખી ને તો કંઈ મજા આવે?  કોકાકોલા તો એકદમ ચિલ્ડ કરેલી હોય ને પીએ તો મજા આવે. એમાં પણ ખારીસીંગ નાખી ને ખાવાની તો બહુ મજા પડે. ઠંડા મતલબ કોકાકોલા).

ગુસ્સો આવે : ઝાડ-પાન ના દુશ્મન પર, પ્રદુષણ ફેલાવતા લોકો પર, CNG રીક્ષા લખી ને કેરોસીન થી ચલાવતા લોકો પર, પોલીથીન ની થેલીઓ નો બેફામ ઉપયોગ કરતા લોકો પર, વિદેશી સંસ્કૃતિ ને ગાળો આપે પણ પોતાના છોકરા ને કોન્વેન્ટ માં ભણાવતા લોકો પર ને બીજા ઘણા પર.

બહુ જ ગમતું ગીત : http://www.youtube.com/watch?v=LAwZVUOPrSA અથવા    http://www.youtube.com/watch?v=ykat1EISPfM

( અને આ પણ કેમ કે આ ટીઆ  નું મનપસંદ ગીત છે    http://www.youtube.com/watch?v=yhIAn1ISL_8 )

[ ગીતની  પસંદગી તો જુવો. એક ને ગમે ઓ હન્સીની કહા ઉડ ચલી ને બીજા ને ગમે જાનેજા ઢુંઢતા ફિર રહા — ગીત અલગ પણ એક જ ભાવ.  શરીર અલગ પણ જીવ તો એક જ. ]

 

​* = અહી ઘણા લોકો સમજે છે કે હું ઓકેસનલી ડ્રીન્કસ લઉં છું. તો મિત્રો જણાવી ​દઉં કે મને પાન, મસાલા, ગુટકા, બીડી, સિગરેટ, દારૂ કે ડ્રગ્સ 😀 જેવા કોઈ જ વ્યસન નથી. દિવસમાં 3-4 ચા કે કોફી પીવું એ જ.

30 thoughts on “અનુરાગ રાઠોડ વિષે

 1. અનુરાગ અને ટીઆ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  અનુરાગ અને ટીઆ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 2. ડ્રીન્કસ : ઓકેસનલી પણ નીટ જ ફાવે ( કોકાકોલા માં પાણી કે બરફ ના ગાંગડા નાખી ને તો કંઈ મજા આવે? કોકાકોલા તો એકદમ ચિલ્ડ કરેલી હોય ને પીએ તો મજા આવે. એમાં પણ ખારીસીંગ નાખી ને ખાવાની તો બહુ મજા પડે. ઠંડા મતલબ કોકાકોલા). a khotu lak you che.

  ane a to nahi chal tu.. >> http://www.tianu.in/

 3. અનુરાગ ભાઇ,
  તમારો બ્લોગ સારો છે, પણ જો તમને વાંધો ન હોય તો એક નમ્ર નિવેદન છે, મેં તમારા બ્લોગ પર ૨-૩ જગ્યાએ ગુસ્સાને બદલે ઘુસ્સા શબ્દ વાંચ્યો તો તમે તેને કરેક્શન કરશો તો સારું લાગશે.

   • પાણીપુરીની બહુ મજા આવી! તમારી neat ડ્રીંક્સની રીત પણ ગમી. હું પણ તમારી જેમ પાણી neat જ પીઉં છું. બહુ ગરમી પડે તો કોક વાર બરફનો ગાંગડો ચાલે. અહીં રેસ્ટૉરાંમાં હોસ્ટ ડ્રીંક્સ વિશે પૂછે તો પણ “વૉટર નો આઇસ”નો અૉર્ડર હોય.

    તમારા બ્લૉગની એક વાત સાથે થોડો અસંમત છું: જેને કશું કામ કરવા ના હોય એ નવરો બેઠો બેઠો બ્લોગ લખે. અમે અમારી ટીઆને સવારે છ વાગે ચા બનાવી આપીએ, બ્રેકફાસ્ટ (કોલ્ડ સિરીઅલ) બનાવીએ, લંચ (બનાવે ટીઆ અને તેને ફિનીશ કરવામાં અમે) મદદ કરીએ, બપોરની ચા બનાવીએ અને તેમાંથી ટાઇમ મળે ત્યારે અમારો બ્લૉગ http://www.captnarendra.blogspot.com લખીએ. આમ કામ કર્યા પછી ટેમ મળે તો … પણ જવા દો. વાત તમારા બ્લૉગની છે. ઘણો સારો લાગ્યો અને ખુબ માણ્યો! અભિનંદન!

  • રીતેશભાઈ જેમ તમે કવિતાઓ લખો છો એમ હું પણ કોલેજ સમયમાં લખતો હતો. કેમ કે એ સમયે મારી પાસે ઘણો સમય હતો. જે મને વારસામાં દાદીમાં તરફ થી મળ્યો છે. પણ હવે સમયના અભાવ થી એ શોખ બાજુ પર આવી ગયો છે. કવિતા લખતા લોકો ને જોઉં એટલે મને ખુબ ખુસી થાય..

 4. પ્રિય અનુરાગભાઈ
  તમારો બ્લોગ ગમ્યો તમારા જેવા પાવરધા માણસને મારો ડોબા ચારુ નો બ્લોગ ગમ્યો એથી મને ખુશી થઇ
  હું તો કોઈ કોલેજમાં ભણવા ગયો નથી પણ મારો દીકરો તમારી જેમ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણે લો છે અને કેમિકલ એન્જીથઈને અમેરિકામાં કોલગેટ કંપનીમાં જોડેલો હાલ તે નિવૃત છે તમે જુવાનીમાંકવિતા બનાવતા હું ઘડપણમાં કવિતા બનાવું છું અને એ પણ ઉર્દુ અને ગુજરાતીમાં
  ઝીન્દીભર નહિ મય પી હૈ હસરત રહ ગઈ હૈ બાકી
  તુરબત મેં આકે મુઝકો ઇક જામ પીલાદે સાકી

  જીન્ગીભર નહિ મી

  • આતા જી (તમને કાકા કે દાદા કહી તમારા સરસ સ્વાસ્થ્ય ને ખરાબ નથી લગાડવું)…
   હું તો હજુ બાળક છું આ બ્લોગની દુનિયા માં. તમારા જેવા મોટા માણસોને જોઇને લખતા સીખું છું. આશા છે જલ્દી સીખી જઈશ.
   તમારા જેવા લોકોને જોઇને જીવન જીવવાનો જુસ્સો આવી જાય છે માલિક 🙂
   મારી પાસે પાસપોર્ટ કે વિસા નથી કે હું તમને અમેરિકા આવું ત્યારે મળી શકું પણ હા તમને એકવાર મળવાની ઈચ્છા છે 🙂 પણ હા જો તમે મારી સાથે વાત કરવા માંગો તો મારી પાસે અમેરિકાનો નંબર છે જેના પર આપણે વાત કરી શકીએ…
   હું હવે જરા થોડા મોટા પાયે વ્યવસાયિક જીવન માં ઘુસી ગયો છું એટલે બ્લોગ લખવાનો સમય મળતો નથી. થોડો નવરો પડીશ પછી ફરીથી એ બ્લોગ / કવિતા લખવાનું શરુ કરીશ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s