ઢીંગલા એમ કો મલે

ઢીંગલા એમ કો મલે. આ પંચમહાલની આદિવાસી ભાષા છે (મને માત્ર 2-5 % જ આવડે છે 😦 . મારે શીખવી છે પણ ઘેર કોઈ સીખ્વાડતું નથી અને હવે ત્યાં જવાનો સમય નથી મળતો. ત્યાં પણ અમારા ઘેર ઘરઘાટી તરીકે કામ કરવા માટે આવતા મામાઓ જોડે શીખવી પડે ક્યાં તો પપ્પાના દુરના એક મામી છે જેમની જોડે સિખાય).
આ વાક્યનો અર્થ થાય છે કે પૈસા એમ થોડા મળે ?
હું જયારે મોડો મોડો ઓફિસેથી ઘેર આવું એટલે ટીઆ-કોકું રાહ જોઇને બેઠા હોય. મમ્મી-પપ્પા ઘણી વખત કહે કે થોડો વહેલો આવ આ લોકોને સમય આપ. ત્યારે હું મનમાં આ વાક્ય બોલું 🙂 .
મારા એક સાહેબ હતા એ ઘણી વખત કહેતા, “કામ કરને મેં કૈસી થકાન?”. એ માણસને મેં ઓફીશમાં ઘણી વાર સળંગ 3-4 દિવસ એકજ કપડામાં બેસીને કામ કરતા જોયો છે અને આજે એ એના ફિલ્ડમાં અમદાવાદમાં રાજા છે.
છેલ્લે એક વાત કહીશ…
બકા મેહનત તો મુકેશ અંબાણીને પણ કરવી પડે છે આપડે તો અનુરાગ છીએ 🙂

સુરતના હીરાના વેપારી નું બોનસ

આજ કાલ સુરતના હીરાના વેપારીના સમાચાર બહુ ચગ્યા છે. ઘણા લોકો એના વિષે વાતો કરતા હોય છે અને પોતાના બોસ અને કંપનીને ગાળો આપતા જોવા મળ્યા છે.  એ લોકો અને એમના બોસ વચ્ચે સંબંધો કેવા હશે એ મને ખબર નથી .
એ હીરાના વેપારી ભાઈ એ કુલ કદાચ 50 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે (હા, ખરેખર કદાચ 50 કરોડ રૂપિયાનું…), પણ જયારે વિગતે એ ભાઈની કંપની વિષે શોધશો તો ખબર પડશે કે એમની ગયા વર્ષની વાર્ષિક આવક કદાચ 2000-5000 કરોડ ની હતી. એમાંથી આટલા આપી દેવા બહુ મોટી વાત નથી, પણ હા જીગર પણ જોઈએ આટલું કમાયા પછી પણ આટલી સારી દાનત વાળું દિલ રાખવા માટે 🙂
જે હોય તે, ઘણા લોકોનું સારું થયું અને કદાચ આ એક ટ્રેડ-સેટર ઘટના બને.
જરાક માં ઘણું:
એમ્પ્લોયી: સાહેબ તમે સમાચાર વાચ્યા , સુરતના વેપારીએ એના માણસોને કાર, ઘર અને ઘરેણા આપ્યા.
બોસ : ના. સારું કહેવાય, કદાચ એ કંપનીએ ખુબ પ્રગતિ કરી હશે 🙂
એમ્પ્લોયી: સાહેબ, આપડી કંપની પણ આવીજ પ્રગતિ કરે તો મજા પડી જાય
બોસ : હા 🙂
એમ્પ્લોયી: સાહેબ, તમને શું લાગે છે એમના એમ્પ્લોયી શું કરતા હશે કે આટલી પ્રગતિ થઇ?
બોસ : કામ કરતા હશે અને સમાચારોની વેબસાઈટો નહિ ઓપન કરતા હોય 🙂
એમ્પ્લોયી: #@$%@$%%$