કંઈ કામ હોય તો કહેજો 

લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ કે બીજા કોઈ પ્રસંગ સમયે, હોસ્પિટલમાં દાખલ હોવ ત્યારે, ઓફિસ માં જોડે કામ કરતા જુનિયર / સિનિયર કે તમારે કોઈ મુશ્કેલીના સમયે જો કોઈ એમ કહે કે …

  • કંઈ કામ હોય તો કહેજો
  • હું ક્યાં મદદ કરી શકું આ માં એ કહે જો
મારા મત પ્રમાણે આવા માણસોને ક્યારેય કશું કહેવું નહિ કે આ કામ કરી દે. આ બધા બોલવામાં કે બતાવામાં જ શૂરવીર હોય છે, બાકી થાય કશું નહિ આ લોકો થી.
પ્રસંગમાં આવ્યા હોય ને કામ કરવા વાળા માણસો સીધા રસોડામાં પહોંચી જાય અને શાક સમારવા લાગે કે પછી 2 ટાઈમ ભોજન પીરસવા લાગે. એને બધું ખબર હોય કે ક્યાં શું કામ બાકી છે અને હું શું કામ કરી આપું.

પાર્કિંગ પ્રવૃતિઓ

આપણા દેશમાં પાર્કિંગમાં બીજાના બાઈક પાર બેસી સમય બગાડતા લોકોની મુખ્ય 2 પ્રવૃત્તિ હોય છે
  1. અરીશા ફેરવી દેવા.
  2. સીટ કવર ફાડવા કે ફાડવા પ્રયત્ન તો કરવા જ.

એસી 

ના ભાઈ એસી લે-વેચ નું ચાલુ નથી કર્યું 🙂
હમણાં ઘણા દિવસ પછી સાંજે (સાંજ ના 6 થી 9 વાગ્યાનો સમય) ઘેર હતો. મારા રૂમમાં એકલો જ હતો અને લેપટોપ લઈને કઈક  કામ કરી રહ્યો હતો. થોડીવારમાં લાગ્યું કે ગરમી લાગે છે અને એસી ચાલુ કર્યું.
પાણી પીવા બહાર આવ્યો તો મમ્મી – પપ્પા શાંતિથી  બેઠા હતા પંખો ચાલુ કરીને.
થોડું વિચિત્ર લાગ્યું, પણ આ ટેવ પડી છે ઓફિસના કારણે. ત્યાં લગભગ 7-8 વાગ્યા સુધી એસી ચાલુ હોય અને એમાં બેસવા શરીર ટેવાઈ ગયું છે. કારમાં પણ બેસતા સાથે એસી ચાલુ કરવાની ટેવ પડી ગયી છે.
લાગે છે ફરી થી સામાન્ય માણસની જેમ પંખા વાપરવાના ચાલુ કરવા પડશે 🙂
આ નવા વર્ષે એક સંકલ્પ કે એસીનો ઉપયોગ લઘુત્તમ કરવામાં આવશે. શરીરને ફરી સામાન્ય માણસના શરીર જેવું બનાવવામાં આવશે.
આજે ઓફિસમાં એસી છે, કાલે નહિ હોય તો કેમના બેસીશું ?