હોળી મુબારક

IMG_2171

 આજે અમારી ખરા અર્થ માં પહેલી સરસ હોળી થઇ. આ વર્ષે કોકું હોળી વિષે સમજ્યો અને રમતા પણ શીખ્યો.  ટીના એ પહેલા થી જ બધી તૈયારી કરી રાખી હતી અને મને તો જોરદાર આશ્ચર્ય જ મળ્યું 🙂

બસ થોડી વાર અમે 3 લોકો હોળી રમ્યા પણ મજા આવી ગયી. એમાં પાછું કોકું એ તો દાદી જોડે બી હોળી રમી લીધી. દાદી બૂમે પાડતા રહ્યા અને કોકુએતો દાદી ને ભીંજવી દીધા. છેલ્લે તો દાદી બી હસી પડ્યા.

ઈશ્વરે મદદ કરી છે ને કરશે મારે શું ચિંતા…

ઘણી વાર જીવન અઘરું લાગે છે.
સવારે ઉઠતાની સાથે જ મગજ માં બધી ચિંતાઓ ચાલુ થઇ જાય. એક જ વિચાર આવે આજે તો આમ કરવાનું છે ને તેમ કરવાનું છે. કેવી રીતે પૂરું થશે. શું કરીશું ને કેમનું કરીશું.

રોજ સવારે વહેલો જાગી જાઉં છું અને રાત્રે મોડું થઇ જાય છે. સામાજિક જીવન ખોરવાઈ ગયું છે 🙂 2 ઘડી થોડું ટેન્સન લઇ લઉં છું ને પાછું કામ કરવા લાગી જાઉં છું.

 

પછી છેલ્લે એક જ વિચાર મન માં રાખું છું કે ઈશ્વરે મદદ કરી છે ને કરશે મારે શું ચિંતા…

happy birthday to my sweet heart..

કાલે (11-03-2013) સામર્થ્ય નો જન્મદિવસ ગયો. થોડી તકલીફો ના લીધે ધાર્યા પ્રમાણે ઉજવાયો નહિ. પણ છતાં ટીઆં અને કોકુને આશ્ચર્ય માં મૂકી દીધા।