What is dead lock ?

શ્રેય નો એક મેલ ફોરવર્ડ અહિયાં મુકુ છું. 

બહુ જ સરસ રીતે ડેડલોક સમજાવ્યું છે. 
Boss To Secretary
For a week we will go abroad, so make arrangement.

Secretary To Husband
For a week my boss and I will be going abroad, you look after yourself.

Husband To Secret lover
My wife is going abroad for a week, so let's spend the week together.

Secret lover To Small boy (whom she is giving private tuition)
I have work for a week, so you need not come for class.

Small boy To Grand-father
Grandpa, for a week I don't have class 'coz my teacher is busy. Let's spend the week together.

Grandpa (the 1 st boss ;) ) To Secretary
This week I am spending my time with my grandson. We cannot attend that meeting.

Secretary To Husband
This week my boss has some work, we cancelled our trip.

Husband To Secret lover
We cannot spend this week together; my wife has cancelled her trip.

Secret lover To Small boy
This week we will have class as usual

Small boy To Grandfather
Grandpa, my teacher said this week I have to attend class. Sorry I can't give you company.

Grandfather To Secretary
Don't worry this week we will attend that meeting, so make arrangement.


This is called Deadlock  :-)
Advertisements

શું એક સારો એન્જીનીયર જ સારો બાપ હોય ?

 

થોડા સમય પહેલા કોઈકે મને આ સવાલ કર્યો હતો ?

ત્યારે મને ઘણું જ હસવું આવ્યું આ સવાલ પર અને એ સવાલ પૂછનાર વ્યક્તિ પર. 
જો તમે તમારા કાર્યક્ષેત્ર માં સારા ના હોવ તો શું તમે સારા માં-બાપ ના હોવ ???

એનો મતલબ તો એજ થાય કે સચિન જ સારો બાપ છે બાકી બધા ક્રિકેટર દુનિયા માં બાપ હોવાને લાયક જ નથી. 

એવા તો ઘણા દાખલા છે કે, એકદમ ગરીબ માં બાપ ના દીકરા ભણી ગણી ને ઊંચા આવ્યા હોય. મિલ કામદાર, રીક્સા ચાલક ના બાળકો ઘણું સારું ભણ્યા હોય. એ દાખલાઓ માં એ બાળકો ની સાથે એમના માં-બાપ પણ એટલા જ ભાગીદાર છે એ સારા ઉછેર માટે. 

તો કોઈ ની સફળતા ને તમે કેવી રીતે માપશો ? 
એક રણજી ટ્રોફી નો ખેલાડી છે, એ ચોક્કસપણે મારા થી સારો ખેલાડી જ હશે, તો શું એ મારા કરતા સારો બાપ થઇ ગયો ? અને શું એ એની રણજી ટીમ માં સારો ખેલાડી છે? શું એ ઇન્ડિયા ની ટીમ માટે સારો ખેલાડી છે ? શું એ વર્લ્ડ ૧૧ ની ટીમ માં આવી શકે? શું એ અત્યાર સુધી ના મહાન ખેલાડીયો માં સ્થાન પામી શકે ? — હું ફીઝીક્ષ નો વિદ્યાર્થી છું તો આઇન્સ્તાઇન ની ભાષા માં કહું તો સફળતા તો રીલેટીવ છે. તમે જો કોઈ ની લીટી નાની બતાવા માંગો છો તો તમે માત્ર એની લીટી થી થોડી મોટી લીટી એને બતાવી દો. 

મારા એક મિત્ર સાથે હમણાં વાત થાય છે ( નામ નહિ આપું એનું  [ ખોટું ના લગાડશો તમારા વિષે લખું છું] ). એ મિત્ર ઘણો જ હોશિયાર છે અને એના કાર્યક્ષેત્ર માં ઘણો જ આગળ છે. એને ઘણી પ્રગતિ કરી ને ખુબ પૈસા કમાયો. ખુબ નામના મેળવી. જયારે મે એને પૂછ્યું કે તારી બેબી સ્કૂલ માં જાય છે તો એના શિક્ષણ પાછળ તુ શું કરે છે ? તો એક જવાબ મળ્યો, એને અહી શહેર ની એક સારી સ્કૂલ માં મૂકી છે. પણ એના થી શું ? શું તમે એને ભણાવો છો ? એ શું કરે છે સ્કૂલ માં કે શું ભણે છે એ જુવો છો ? એની સાથે થોડો સમય વિતાવી ને એના માનસપટ ને વાંચો છો ? એ કેટલું સમજે છે ને કેટલું નહિ શું તમે એ જાણો છો ? તો એને ના પાડી કે ના હું કે મારી પત્ની કોઈ એ બાળક પાછળ સમય કાઢી જ શકતા નથી કેમ કે અમે બંને નોકરી કરીએ છીએ. 

એ માણસ આજે મેનેજર ની પોસ્ટ પર છે અને દિવસ માં ઘણા બધા લોકો ને સમજાવી દેતો હશે, પણ એનો આ જવાબ મને ના સમજ પડ્યો. 

હમમ… લાગે છે કે થોડું સીરીયસ થઇ ગયું… ચાલો થોડા જોક્સ સંભળાવી દઉં.

૧) એક છોકરો સોમવાર ની સવારે ઉઠે છે ને અને એની માં ને પૂછે છે, માં આ માણસ કોણ છે પેલો… જે દર રવિવારે આપડા ઘેર આવે છે ને તારી જોડે બેડરૂમ માં ભરાઈ રહે છે અને આખા અઠવાડિયા માટે ગાયબ થઇ જાય છે ?  એની માં એના આ સવાલ સામે ડઘાઈ ને જોઈ રહે છે. પછી ધીમે થી કહે છે, બેટા એ તારો બાપ છે, સોફ્ટવેર એન્જીનીયર છે .

૨) ૨ દોસ્તો સ્કૂલ પૂરી કર્યા પછી ઘણા લાંબા સમયે મળ્યા અને એક બીજા ને પૂછવા લાગ્યા કે કેમ છે ને પરિવાર કેવું છે. એક દોસ્ત સામાન્ય ક્લાર્ક હતો. એને કીધું કે મારો દીકરો સાતમાં ધોરણ માં ભણે છે પણ હવે તો એ મારા ખભા થી પણ ઉંચો થઇ ગયો છે. બીજો દોસ્ત સોફટવેરે એન્જીનીયર હતો એ બોલ્યો… મરે એક દીકરી છે એ આઠમાં માં ભણે છે. એ સદા પાંચ ફૂટ લાંબી છે. ( તમને એમ થશે કે લાંબી હોય કે ઉંચી… પણે એ ભાઈ એ તો એમની છોકરી ને સુતેલી જ જોઈ છે તો શું ખબર ??? )

પાણીપૂરી


આજે હું કંઈ દિવ્યભાસ્કર ની જેમ  પાણીપૂરી વાળા વિષે ખરાબ ખરાબ બોલવાનો નથી કે એમની બુરાઈ કરવાનો નથી. મારે તો પાણીપુરી વાળા ઘણા દોસ્તો છે. અને એ લોકો ઘણા પૈસાવાળા/મોટા  લોકો કરતા દિલ ના ઘણા સારા છે. 


આતો વાત છે પાણીપુરી ને જે અમે ૨-3 દિવસ પહેલા ઘેર બનાવી હતી. 

સામગ્રી :
૬ બટાકા 
૧ વાટકો ચણા  
૧૦૦ પાણીપુરી 🙂
પાણીપુરી નો મસાલો
સંચળ 
ફુદીનો 
મીઠું / મરચું સ્વાદ અનુસાર 

મે અને ટીઆ એ મળી ને એવી સરસ પાણી પૂરી બનાવી હતી કે ૨ ઘડી થઇ ગયું કે ચાલો કોકુ પાણીપુરી સેન્ટર ખોલી દઈએ 😛 ( આમ પણ એ લોકો ઘણું સારું કમાઈ લેતા હોય છે – ઠીક છે જવા દો પૈસા ની વાતો. આમ પણ આપણી પાસે જે ના હોય એની વાતો કરી ને જીવ ના બાળવો જોઈએ )

પહેલા થોડી મમ્મી ને બનાવી આપી એટલે મમ્મી ને પપ્પા પાણીપુરી ખાવા લાગ્યા ( મમ્મી – પપ્પા ને બહાર નુ ખાવાનો બહુ શોખ નથી, એટલે એમને ૧૦ પાણીપુરી તો બહુ થઇ ગયી ). પછી કોકુ ને થોડી કોરી પૂરી પકડાવી દીધી. પછી તો હું ને ટીઆ બંને લાગી ગયા ખાવા. હું પૂરી બનાવતો જવું ને ખાતો જવું ને ટીઆ ને આપતો જવું. ૧૦૦ માંથી ૬૦ તો પૂરી કરી કાઢી અમે લોકો એ. આતો બટાકા નો મસાલો ખૂટી ગયો, નહિ તો બધી પૂરી પૂરી થઇ જતી 😛  

પાણીપુરી ખાવા કરતા ટીઆ જોડે મળી ને જે ખાધું એમાં વધારે મજા આવી (આમ પણ અમે જોડે એક જ થાળી માં જ જમીએ છીએ, એટલે  કંઈ નવું નથી).
હવે બ્રેડ પકોડા બનાવાનો પ્લાન છે. એ જોઈએ ક્યારે પૂરો થાય છે. 

આ બહાને હું નવી નવી વાનગી બનાવતા શીખી રહ્યો છું.