2011 – સરવૈયું

 

2011 – સરવૈયું

૨૦૧૧ નું વિશ લીસ્ટ અને પ્રતિજ્ઞાઓ


 1. આ વરસ પણ પાછલા વર્ષો ની જેમ સિગરેટ અને દારૂ ન લત થી દુર રહીશ. ( પ્રતિજ્ઞા )
  1. પાલન થયું છે.
 2. દુકાન / લારી વાળા જોડે થી પ્લાસ્ટિક ની કોથળી માં સામાન નહિ લાવું. ( વિશ લીસ્ટ ).
  1. કોઈક વાર લઇ આવતો હતો. આ વર્ષે સદંતર બંધ રાખીશ. જોકે હવે તો મોલ / દુકાન વાળા પૈસા થી થેલી આપે છે એટલે લેતા જ નથી 😛
 3. મોલ માં જઈ ને ખોટા ખર્ચા કરવાના બંધ કરીશ.( પ્રતિજ્ઞા )
  1. પાલન થયું છે.
 4. નવો સેલ ફોન નહિ લાવું.( પ્રતિજ્ઞા )
  1. પાલન થયું છે.
 5. નવું લેપટોપ નહિ લાવું. ( પ્રતિજ્ઞા )
  1. પાલન થયું નથી. જરૂર હતી એટલે નોટબુક લેવામાં આવ્યું છે.
 6. બાઈક માં ખોટા ખર્ચા નહિ કરું. ( પ્રતિજ્ઞા )
  1. પાલન થયું છે.
 7. દીવ સિવાય બીજે પણ ફરવા જઈશું જો મેળ પડે તો કચ્છ માં કે સાપુતારા કે બીજી કોઈ સારી જગ્યાએ ( વિશ લીસ્ટ )..
  1. પાલન થયું નથી. આ વર્ષે તો ફરવા જવાનો જ મેલ નથી પડ્યો 😦
 8. બ્લોગ માં નિયમિત લખીશ ને ૧૦,૦૦૦ લોકો વાંચે એમ કરીશ ( વિશ લીસ્ટ ).
  1. પાલન થયું નથી.
 9. ઘણી બધી અવ્યવસ્થિત વસ્તુઓ ને આ વર્ષ વ્યવસ્થિત કરીશ. ( પ્રતિજ્ઞા )
  1. પાલન થયું નથી.
 10. નિયમિત બચત કરીશ ( પ્રતિજ્ઞા )
  1. પાલન થયું નથી.
 11. નોન ટેકનીકલ અથવા મારી ટેકનોલોજી નું ના હોય એવું જ્ઞાન ભેગું કરીશ ( પ્રતિજ્ઞા )
  1. પાલન થયું છે.
 12. રોજ સવારે ટીઆ કહે છે એમ ઈશ્વરનું નામ લઇ ને પછી જ ઓફીસ જઈશ.( વિશ લીસ્ટ ).
  1. પાલન થયું છે.
 13. બીજા ને મદદરૂપ થઇ શકાય એવું થોડું કામ કરીશ. ( વિશ લીસ્ટ ).
  1. પાલન થયું છે.ચેરીટી કરતા લોકો ને મદદ કરવામાં આવી છે.
 14. ટીઆ અને કોકુ માટે જે વિચારેલું છે એને અમલ માં મુકીશ ( પ્રતિજ્ઞા )
  1. થોડું ઘણું પાલન થયું છે.
 15. શરીર માં ભરાઈ ગયેલી આળસ ને બહાર કાઢી નાખીશ.  ( પ્રતિજ્ઞા )
  1. ઘણું બધું પાલન થયું છે.