એક જુનું ગીત 

ઘણા દિવસો મહિનાઓ પછી મારો LG chocolate પાછો વાપરવાનું ચાલુ કર્યું છે. આજે એમાં ગીતો સાંભળતો ઓફીસ આવ્યો. એક જુનું ગીત બહુ દિવસે સાંભળ્યું 🙂
આ ગીત ગમવાનું એક કારણ પણ છે – એમાં વાગતું ગીટાર.  જીવન માં ક્યારેક એને પણ સીખવામાં આવશે અને નવરાશ ની પળો માં વગાડવામાં આવશે 🙂

કોકું હવે સામર્થ્ય થઇ ગયો છે

આજે સાંજે (એટલે કે રાત્રે) જમવામાં ટીઆએ સેન્ડવીચ બનાવી હતી જે મને બહુ ભાવે છે (ક્યાંતો એવું કહી શકાય કે એ જે કઈ પણ બનાવે છે એ મને ભાવે છે). અમે બંને સેન્ડવીચ ઝાપટતા હતા અને કોકું TV આગળ બેસીને સબવે સર્ફર રમતો હતો (એ ઝાપટીને નવરો હતો). મારા રૂમના મ્યુઝીક સીસ્ટમ માં આશિકી 2 નું ગીત વાગ્યું (તુમ હી હો…) અને એટલામાં ધીમા અવાજે કોકું આ ગીત ગાતો સંભળાયો.
મારો કોકું બીજા બાળકો જેવો નથી. એને હજુ પિક્ચર કે ગીતો માં સમાજ નથી પડતી , ના કે એના કોઈ ગમતા ગીતો છે. બસ આ એક અને એવા 2-3 બીજા ગીતો એ ગાય છે 🙂
ક્યારેક લાગે છે કે હવે એ મોટો થઇ ગયો છે અને ક્યારેક હજુ પણ એજ બાળપણ માં કરતો એવા નાદાન સવાલો કરે છે.
ખબર નહિ પણ જે કઈ છે એ નરી કુદરત ની કમાલ જ છે.

​ મારો દોસ્ત રિશી

આજે તમારો પરિચય કરવું મારા દોસ્ત રિશી થી.
હું ૧૧ & ૧૨ માં ટ્યુશન માં જતો હતો ત્યાં રિશી પણ આવતો હતો. પણ એ સમયે મારે એની જોડે દોસ્તી ના હતી. અમારે બંને ને થોડા કોમન મિત્રો હતા. પણ અમે બંને સીધા મિત્રો નહતા. પછી કોલેજ માં હતા ત્યારે રિશી એના મિત્ર પીન્ટુ જોડે અમારી સોસાયટી માં ક્રિકેટ રમવા આવતો હતો. એ સમયે અમારો થોડો પરિચય વધ્યો હતો.
પછી મારા જીવન નો એક કરુણ દિવસ આવ્યો. ક્રિકેટ રમતા રમતા રિશી થી મારા ચસ્માનો કંચ તૂટી ને મારી આંખ માં વાગ્યો. આંખ તો ચીરી ગઈ ને તરત જ ઓપરેશન કરવું પડયું. રિશી બહુ ગભરાઈ ગયો હતો કે એના થી આ શું થઇ ગયું. મને તો જે વાગ્યું એ થોડા દિવસ માં ઠીક પણ થઇ ગયું. પણ આ ગંભીર અકસ્માતે મને રિશી જેવો સરસ મિત્ર આપ્યો. અમે ધીમે ધીમે સારા મિત્રો બનતા ગયા ને હજુ એ મિત્રતા જળવાઈ રહી છે.
પછી તો રિશી મારા ઘેર આવતો જતો એટલે પાપા જોડે પણ એનો કોન્ટેક્ટ થતો. રિશી ગમે તેવા કામ કરે પણ પાપા ની સામે એની છાપ બહુ જ સરસ. પાપા હમેશ કહે આ રિશી જો કેવો સારો છે કશુક સીખ એની જોડે થી. મને ને રિશી ને ખબર કે રિશી કેટલો સીધો ( હા હા હા હા હા હા – સોરી પાપા )
પછી તો રિશી એ ઝેવિયર્સ માં એડમિસન લીધું હતું એટલે અમને બંને એક

​ ક્લાસ માં બેસતા જોડે. એ Maths – Stats અને હું Phy – Maths ભણતો. સવારે એનું કોમ્યુટર નું પતાવી ને એ આવી જાય એટલે લાઈબ્રેરી માં બેસીએ ને થોડું ભણીએ ને પછી રૂમ માં જઈએ. બપોરે કેન્ટીન માં સમોસા ખાઈએ.
ઝેવિયર્સ પછી રિશી તો નોકરી કરવા લાગ્યો ને હું તો હજુ ભણતો જ હતો. બીજા ૪ વરસ હું ભણ્યો ને એ દરમિયાન રિશી ઘણી જગ્યા એ નોકરી કરી ને ઘણો અનુભવી થઇ ગયો હતો. થોડો સમય એ બોમ્બે હતો એટલે મારા થી દુર હતો પણ પછી પાછો એ આવી ગયો. પછી એ અહમદાબાદ માં આવ્યો ને અનુજા જોડે એની મુલાકાત થઇ. ને થોડા સમય પછી એ લોકો ઘરવાળા ની મંજુરી લઇ ને પરણી ગયા. એ સમયે હું તો ઓલરેડી પરણેલો જ હતો. મારા જનમ દિવસ ના એક દિવસ પહેલા એ પરણ્યો હતો પણ હું હમેશા એ દિવસે એને વિશ કરવાનું ભૂલી જવ છું 😦 હમણાં એ હેદ્રાબાદ ની એક સારી કંપની માં નોકરી કરે છે. ઘણી વાર USA જઈ ને આવ્યો છે. મને રોજ જીટોક પર મળતો રહે.
બીજું ઘણું છે એના

​માટે ​

કહેવા, વધુ

​વિસ્તારે પછી થી જણાવીશ…
મારી છેલ્લી લગ્નગાંઠ પર રિશી એના પરિવાર સાથે આવ્યો અને અમારી જોડે અમારા ઘેર 6-7 દિવસ રહ્યો. મને સારું લાગ્યું પણ ટીઆ અને કોકુને તો મજા પડી ગયી 🙂 (એના ફોટા શોધી ને ભેગા કરીને મુકવામાં આવશે )
રિશી અને અનુજા
રિશી અને અનુજા