કોકું ના કથનો – 2

​ 1) શનિવારે એકટીવા ને સર્વિસ માં આપવાનું હતું અને કોકું ને સ્કૂલમાં એક્સ્ટ્રા કલાસીસ હતા. એટલે અમે એકટીવા અને બાઈક બંને લઇ ને સ્કૂલે જતા હતા. રસ્તામાં કોકું એ પૂછ્યું કે આ બાઈક અને એકટીવા બંને કેમ લીધા? મેં કીધું એકટીવા ને ઠીક કરવા આપવાનું છે. તો કોકું એકદમ બોલ્યો, ગાડીમાં (અમારી કાર માં) સાધનો (પક્કડ / પાના) છે એના થી ઠીક કરી દઈશું। :). વાત જાણે એમ છે કે કોકું અને દાદા બંને સાંજ પડે એટલે કાર ખોલે અને રમે એમાં એ કારની ઘણી વસ્તુઓ ઠીક કરી દે.

2) કિચનના પાણી ના નળ માં પાણી ધીમે આવતું હતું તો ટીના એ કીધું અને મેં જરા નળ ખોલી ને જોયો તો પાણી તો બરાબર આવતું હતું. તકલીફ પાણી ની મૂળ પાઈપ માં જ છે। જેથી ધીમે પાણી આવે છે. મેં કીધું આતો ઠીક નહિ થાય.  કશુક અંદર જ તકલીફ છે. વળી પાછો મારો બેટો બોલ્યો, ગાડીમાં સાધનો છે એના થી ઠીક કરી દઈશું :).

કોકું ના કથનો – 1

  • ઉતરાયણ માં કોકું ને પતંગ ચગાવાની તાલાવેલી હતી અને મને જરા ઊંઘવાનો મુડ હતો. પણ ભાઈ સવાર સવાર માં ઉઠી ગયા અને મને કહે ડેડી ઉઠો સન આવી ગયો છે અને મુન જતો રહ્યો છે.
  • હમણાં કોકું ને પેટ માં જરા સારું નથી. થોડા દિવસ થી દવા અને ખીચડી ચાલુ છે :). હમણાં શનિવારે મેં એમ જ ટીના ને પૂછ્યું શું બનાવ્યું છે તો કોકું એકદમ બોલ્યો આજે ખીચી ડે (Khichi Day ) . અને બધા હસી પડ્યા.
  • મારા જુના O2 Windows ફોન ના બદલે ટીના નવો ફોન લઇ આવી (exchange offer 🙂 ). ઘેર બધા જોડે ફોન છે સિવાય કે કોકું. એટલે મેં સપ્રેમ એ ફોન કોકું ને આપી દીધો :). ભાઈને બહુ ગમ્યો એ ફોન. પણ એક દિવસ મને કહે ડેડી આમાં ફોટો નથી પડતો. (તે ક્યાંથી પડે, એમાં મેમરી કાર્ડ જ નતું :P)