The Boys

આ વીડિયો હમણાં જ થોડા સમય પહેલા જોયો.આજ થીમ પર બીજા પણ થોડા વીડિયો છે.

આમાં આ વ્યક્તિ એક વાક્યમાં બોલે છે કે “કહા હૈ તું? ઘર પર? તું કહા હૈ? નીચે. ચલ આજા.”

કદાચ ૨૦૦૬ ના ફ્રેન્ડશિપ ડે પર હું હજુ સૂઈ રહ્યો હતો અને સવારે લગભગ ૭ વાગ્યે ફોન વાગ્યો અને સમીર બોલ્યો, શું કરે ભાઈ જલ્દી ઉઠ અને કપડાં પહેરી બાઈક લઈને આવી જા, તારા ઘર પાછળના પેટ્રોલ પંપ સામે હું, ચેતન અને શ્રેય ઊભા છીએ. અને એક ટી શર્ટ લેતો આવજે શ્રેય માટે. હું શનિવારે રાત્રે ઘેર સૂઈ ગયો હતો અને આ ૩ મિત્રો ઓફિસ થી નાઈટ શિફ્ટ કરી સીધા મારા ઘરની પાછળના ગેટ પર ઊભા હતા.

હું ફટાફટ ૫ મિનિટ માં કપડાં બદલીને એક ટીશર્ટ લઈને પહોંચી ગયો.

હું પહોંચ્યો પછી પ્રશ્ન થયો કે હવે જઈશું ક્યાં? અને નક્કી થયું કે ગળતેશ્વર કે સપ્તેશ્વર કોઈક જગ્યા એ જઈશું.

પછી ચેતન બન્યો ગૂગલ મેપ અને અને બાઈક ચલાવતા ગયા. પછી રસ્તા માં ક્યાંક ક્યાંક લોકોને પૂછતા ગયા અને કોણ જાણે અમે કોઈક જગ્યા એ પહોંચ્યા જ્યાં નદી હતી (સાબરમતી કદાચ કે બીજી કોઈ ખબર નહિ) અને એક મંદિર હતું. સમીર નદીમાં ના પડ્યો, એટલે અમારા કપડાં સાચવી બહાર ઉભો રહ્યો 😁 અને હું, શ્રેય અને ચેતન પડ્યા નદીમાં.

પછી થાક્યા અને ભૂખ લાગી એટલે રસ્તામાં એક રેસ્ટોરન્ટ મળી જ્યાં જમ્યા અને પાછા ફર્યા. એ જગ્યા વિજાપુરથી લગભગ ૭૦ કિલોમીટર દૂર હતી.

ખબર નહિ ક્યાં ક્યાં ફર્યા અને કોણ જાણે ક્યાં રસ્તે પાછા ઘેર આવ્યા.

આજે પણ એ ટ્રિપ ના ફોટા ચેતન જોડે સાચવેલા છે.

દોસ્તો આવા જ હોય અને આવા જ હોવા જોઈએ અને બોયઝ ની લાઇફ આવી જ અનિશ્ચિત હોય છે.😂😂😂