કાર ફ્રી ડે

બી આર ટી એસ
બી આર ટી એસ
  • કોણ જાણે કેમ ફોટો માં ગુસ્સા માં હોઉં એમ લાગે છે. કદાચ એક કાકા કારણભૂત છે.

આજે કાર ફ્રી ડે ઉજવવામાં આવ્યો છે, કારણ એ છે કે મારુ જૂનું ને જાણીતું બાઇક ઓફિસના પાર્કિંગ માં છેલ્લા 2 અઠવાડિયા થી ધૂળ ખાય છે અને ઘેર નાના કામ માટે બાહર જવું હોય તો કાર કે નવો લાલ હાથી (જેની માહિતી પછી આવશે) લઇ ને જવું પડે છે. જે નથી ફાવતું. એક્ટિવા તો છે પણ એ ટીઆ નું છે તો આપડે ના અડાય :).

આ બી આર ટી એસ માં બેસવાનો બીજો પ્રસંગ છે. અનુભવ સારો રહ્યો, પણ એક કાકા એ આંગળી પીચકાવી દીધી (શીખ: કાર માં સ્લીપર પહેરીને જવાય બી આર ટી એસ માં નહિ).

આ છે અમારો લાલ હાથી.
કાર કે આ હાથી લઈને જઇયે એટલે દુકાન વાળા ૧૦ ની વસ્તુ ૧૫-૨૦ માં આપે છે. એટલે એને લઇ જવું યોગ્ય નથી :).

wpid-img_20151007_142956