happy father’s day

આજે ફાધર’સ ડે છે. બધા ઓલરેડી ફાધર’સ   અને થનારા ફાધર’સ ને ગુડ વિશ.
સવાર સવાર માં કોકુ એ એના કુરકુરે માંથી જાતે મને કુરકુરે આપ્યું, કદાચ ફાધર’સ ડે ની ગીફ્ટ હશે !
happy father's day
happy father’s day

Father’s day

 

મને ગમતી વસ્તુઓ / વ્યક્તિઓ જેમની મારા જીવન માં એક જગ્યા છે

 1. ઈશ્વર : જોકે એ કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી, થોડા ઘણાબાબાઓ સિવાય કોઈ એ જોયા પણ નથી. પણ ઈશ્વર વગર ખબર નહિ મારી આ દુનિયા ચાલે કે નહિ? 
 2. માં-બાપ : મારું જીવન ઘડવામાં, મને તમામ સુખ-સગવડો આપવામાં એમને કરેલા બલિદાનો મને હમેશા યાદ રહેશે.
 3. ટીઆ-કોકુ : એમના વગર એક આખો દિવસ કાઢવો એ ઘણું અઘરું છે, જે મને હમણાં જ બંને એ કરેલા લાંબા પ્રવાસ માં ખબર પાડી ગયી.
 4. રિશી – મારા જીવન નો એક સહુ થી ખરાબ દિવસ અને એ દિવસ પાક્યો એટલે જ રિશી મારો દોસ્ત બન્યો.
 5. ATAH – આ દોસ્તોને  કેમ ભૂલાય? એક તૂટી ગયેલા માણસ ને ફરી થી બેઠો કર્યો  આ લોકો એ.
 6.  જીતું ભાઈ – દોસ્ત કહું કે સર, પણ એમણે મારા જીવન માં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે.
 7.  આદી – આ દોસ્તને મારા મોટા ભાગ ના બીજા દોસ્તો ઓળખતા નથી પણ આદી એક ખાસ વ્યક્તિ છે મારા જીવન માં.
 8. હું કદાચ ૩-૪-૫ માં ભણતો હોઈશ, બરાબર યાદ નથી પણ એ સમયે પપ્પા યાસીકા નો SLR લાવ્યા હતા. જે આજે પણ ચાલુ હાલત માં છે. પણ હવે રોલ વાળા કેમેરા કોઈ વાપરે નહિ એટલે બાજુ માં પડ્યો છે.
 9. ૧૯૯૬ માં અમારા ઘેર કાર આવી અને એક જ મહિના માં હું એને ચલાવતા શીખી ગયો હતો, મને યાદ છે એ સમયે હું રવિવારે દોસ્તો ને લઈને ફરવા જતો તો ૩૦-૪૦ મિનીટ કે કલાક સુધી અમે ફરતા. એ સમયે ખબર નતી પડતી કે પપ્પા પેટ્રોલ ના પૈસા ક્યાંથી કાઢે છે. આજે કાર ચલાવું તો મને તો એની એવરેજ જ દેખાય (હા હા હા).
 10. મારી કાર નુ મ્યુઝીક પ્લેયર અને વુફર – કાર આવી એ સમયે કદાચ ભાઈ કેલીફોર્નીયા ગયો હતો વિપ્રો તરફથી. પાછા આવતા એ એના માટે મસ્ત kenwood નુ પ્લેયર લાવ્યો હતો. પછી એમાં સોની ના explod woofers નખાવ્યા હતા. ધમા-ધમ સોંગ વગાડતા વગાડતા ગાડી ચલાવતો.  
 11. બસ આજ સમય માં ભારત માં CD પ્લેયર આવ્યા હતા. પપ્પા એ મસ્ત MP3 પ્લેઅર લઇ આપ્યું હતું. જે આજે પણ વપરાય છે રેડિયો સંભાળવા માટે. રોજ સવારે ધ્વનિત ને સાંભળું એના પર. 
 12. કદાચ ૨૦૦૪ માં મારી એ એક MP3  ડીસ્ક્મેન મને આપ્યું હતું, જે આજે પણ ચાલુ હાલત માં છે. પણ આજના દિવસે એને વાપરવું જરા અગવડ ભર્યું છે એટલે એ વાપરતો નથી.   
 13. ૨૦૦૪ માં જ નોકિયા 1108  લાવ્યો હતો જે આજે પણ એમ જ પડ્યો છે. ઘેર થી એકદમ ના પાડવામાં આવી હતી કે મોંઘો મોબાઈલ લેવો નહિ. એટલે આ સસ્તો લેવામાં આવ્યો હતો.
 14. એક જ વરસ માં  નોકિયા 6270 લેવામાં આવ્યો હતો. આ ફોન હજુ પણ બરાબર સાચવી ને રાખેલો છે. ઘણી વાર એને જોઉં, ધૂળ ઉડાડું એના પર થી.  એમાં બેટરી નાખી ને ચાલુ કરી જોઉં એને. 
 15. ભાઈ એ આપેલી FIFA ૨૦૦૬ (GERMANY) ની બ્રાઝીલ ની T -SHIRT જે એને ખાસ GERMANY થી મોકલાવી હતી. 
 16. હોલેન્ડ (નેધરલેંડ) ના એક CLIENT  એ એક ગ્રીટિંગ કાર્ડ અને હોલેન્ડ હોકી ટીમ ની TSHIRT મોકલી હતી. જે આજે પણ સાચવી ને રાખી છે.
 17.  મારો LG ચોકોલેટ BL40 – આના જેવો આલીશાન ફોન મે જોયો નથી. હવે તો એ ૨+ વરસ જુનો છે એટલે કદાચ ટેકનોલોજી માં પાછળ પડે ક્યાંક ક્યાંક. પણ એ કાળો લાંબો ફોન એ સફેદ હાથી છે.
 18. મારો બ્લોગ અને મારી સાઈટ. એમ જ રમત-રમત માં બ્લોગ લખવાનું ચાલુ કર્યું ને આજે ક્યાં પહોચી ગયું છે. 
 19. ટીઆ એ આપેલી એક ઘડિયાળ – એ ઘડિયાળ આજે પણ એક બેગ માં મુકેલી છે પણ એને હું કાઢી ને જોઈ લાઉ છું સમયાંતરે.   
 20. મારું ડબલું (DESKTOP) અને નાનું ડબલું (NOTEBOOK). – ટીઆ એ બંને બચારાઓને ડબલા જ ગણે 🙂
 21. મારી બાઈક
આના સિવાય પણ ઘણી વસ્તુઓ છે પણ આ બધી ઘણી મહત્વની છે.