વસ્ત્રાપુર તળાવ

આજે અમે સુઝાન માટે પર્સ લેવા ગયા હતા ને અનાયાસે વસ્ત્રાપુર તળાવ પહોચી ગયા.
કોકું ને તો બવ મજા આવી ગઈ. એને ટ્રેન કે કપ-રકાબી ની રાઈડ માંથી ઉતરવું જ નહોતું.  કેમ કરી ને એને સમજાવ્યો. એને તો ટ્રેન નું એટલું દુખ લાગ્યું કે એને પાણી પૂરી બી ના ખાધી.

ચાલો થોડા ફોટા ચડાવા દો.

vastrapur-lake-visit
vastrapur-lake-visit

ટ્રેન માં કોકું જોડે ટીઆ, પાપા, ૨ માસી અને માસા હતા.

અમુલ કેફે

આજે હું, ટીઆ ને કોકુ ઘર થી થોડે દુર બનેલા નવા અમુલ કેફે ની મુલાકાત લેવા ગયા હતા. કોકુ ને તો  આઈકીમ ખાવા ની મજા આવી ગઈ. મને તો એ નવા બનેલા કોમ્પ્લેક્ષ માં બેસવાની મજા આઈ ગઈ.  ટીઆ ને પણ ગમ્યું.

કાલે ત્યાં પિઝ્ઝા ઝાપટવા જવાનો પ્લાન છે.

બાય ધ વે : આજે મેં કોકું નું નવું નામ પાડ્યું  “જમ્બો

મેઘધનુષ્ય જોયું

નાનો હતો ત્યારે આવું મેઘધનુષ્ય જોતો હતો.  આજે બહુ વર્ષે આવું મેઘધનુષ્ય જોયું. મારી ઓફીસ ની બારી માંથી લીધેલો ફોટો.