મારું બુલેટ અને હું

જ્યાર થી સમજણો થયો ત્યારથી હું ઘણી વસ્તુઓ સમાજ, લોકો થી અલગ દિશા માં જ કરતો, કેમ કરતો ? – કદાચને મને એમ જ ગમતું કે એમ જ ફાવતું એટલે…
( ઘણા લોકો મને કહેતા કે એતો saggitarious છે ને એતો તારે રહેવાનું જ 🙂 )
જેમ કે,
— હું લગભગ દિવસ માં આખો દિવસ ટોપી પહેરી રાખતો (ઊંઘતા, નહાતા, સ્કુલમાં શક્ય નહોતું , એટલે પહેરતો ન’તો.)
— હું ઘડિયાળ જમણા હાથે જ પહેરતો
હું લગભગ દિવસ માં આખો દિવસ ગમ ચાવ્યા કરતો
… … … ( બીજી વિચિત્રતાઓ માટે કોઈ અલગ થી પોસ્ટ લખીશ)

પહેલા થી જ બુલેટ મને ગમે, બુલેટ કરતા મને જાવા ના યઝદી બાઈક વધારે ગમતા. પણ સમય અને સંજોગો વિસાત પહેલું બાઈક હીરો હોન્ડા પેસન લેવામાં આવ્યું હતું 🙂

હમણાં થોડા મહિનાઓ પહેલા જયારે બીજા બાઈક નું વિચારતો હતો ત્યારે ઘણા યઝદી બાઈક જોયા, પણ કદાચ એ લેવાનું ન’તું લખ્યું .

એમાં અચાનક જ આ continental GT નજર સામે આવ્યું અને એક અલગ ફ્રેમ હોવાને કારણે પહેલી નજર માં જ પ્રેમ થઇ ગયો એની સાથે.

બસ પછી શું, રાજા ને ગમે એ રાણી… બીજા દિવસે જ જઈને લઇ આવ્યા 🙂

12734139_952493501497386_9123182559826505179_n

12715663_952493524830717_589704859601487278_n

પેટીએમ – Paytm

Paytm સાઈટ વાળા નું સ્લોગન છે “પેટીએમ કરો”.
સામર્થ્ય ને કઈક રમકડું જોઈતું હોય તો એ બોલે ડેડી પેટીએમ કરો ને. ત્યાંથી મારું ટોય આવશે.

ઘરમાં ક્યારેય પેટીએમ કે એમેઝોન કે ઝુમીન કે એવી બીજી કોઈ સીટ માંથી પાર્સલ આવે તો સામર્થ્ય ને બાળ-સહજ જીજ્ઞાશા થાય, એને એમ થાય કે આમાં શું હશે? કોના માટે હશે?
અને જો એ એના કામનું ના હોય તો એ દુખી થાય અને રડે પણ ખરો 😦
મને ક્યારેક હસવું આવે એના પર કે કેમ આવું કરે છે, પણ પછી યાદ આવે કે એ હજુ ત્રીજા ધોરણમાં ભણતું એક નાનું બાળક છે. જેના માટે એક નાનું રમકડું બહુ જ મુલ્યવાન વસ્તુ છે 🙂

મેં હમણાં એક મારા કામનું રમકડું મંગાવ્યું છે, અને કોઈ કારણસર પાર્સલ સર્વિસ વાળા એ 3 દિવસ એ પડીકું એમની ઓફીશમાં મૂકી રાખ્યું છે. આ લખું છું ત્યારે પણ હજુ આવ્યું નથી. મારા ધૈર્ય ની પરીક્ષા થઇ રહી છે, દુખની વાત એ છે કે હું તો રડી પણ શકતો નથી 🙂

જોઈએ હવે ક્યારે આવે છે એ પડીકું.
એ મળતા જ આવતી પોસ્ટ માં એનો ફોટો મુકવામાં આવશે।

નોંધ :
હું પેટીએમ કે એમેઝોન કે ઝુમીન નો પ્રચારક નથી !