બગ્સ

બગ્સ – સાદી ભાષા માં લોચા.

ટ્રેની કરેને તો કહે કે શું યાર આવા લોચા મારે છે. પોતાનાથી થઇ જાય ને તો કહે, યાર આજે તો દિમાગ કામ જ નથી કરતુ. ચા પીવી પડશે. હમણાં કહું એ ચા પીવી પડશે. મારે ત્યાં એક પ્રોજેક્ટ મેનેજર હતા (હતા નહિ છે હજુ તો) . હવે તો એ કોણ જાણે શાના મેનેજર છે. એ ભાઈ હમેશા ડેવલપર ને હેરાન કરી મુકતા. એમની નીચે કામ કરવાનું આવે તો ભલભલા  ડેવલપર ગભરાયી જતા. મારી જાત ને મોટી નથી કહેતો.. પણ મને મારી ટીમ ના લોકો કહેતા કે તમારી જોડે કામ કરવામાં મજા આવે છે. મજા કરતા કરતા કામ પતી જાય ને ખબર નથી પડતી. બાક બીજાની અન્ડરમાં કામ કરીએ તો નથી મજા આવતી.

હમણાં એક કહેવાતા મોટા ડેવલપર ની એક પ્રોડક્ટ વિષે ચર્ચા થઇ. મારા સાહેબ ને એ ડેવલપરમાટે બહુ માન. એ ભાઈ ની પ્રોડક્ટ નું એડમીનીસ્ત્રેટીવ પેનલ ઓપન કર્યું. એમાં ડેશબોર્ડ  માં જ લોચા હતા. એ પ્રોડક્ટ ના એક ટીમ મેમ્બર ને કીધું મેં એના વિષે તો કહે ભાઈ જવાદો ને હવે. આ પ્રોડક્ટ તો લાઈવ થઇ ગયી છે અને બધા વાપરે જ છે ને. હવે આમાં કશું ના થાય. પેલા કહેવાતા મોટા ડેવલપરને કીધું એના વિષેતો એ એને જવાબ જ ના આપ્યો.

તમે પણ તમારી ઓફીસ માં સોધ્શો તો આવા “મોટા ડેવલપર” મળશે ઘણા બધા. પણ તમે એમની એરર વિષે કે એમના મરેલા લોચા વિષે કહી નહિ શકો. તમે કહેશો તો પણ મેનેજમેન્ટ કહેશે, અભી ટાઈમ નહિ હૈ ઉસ પ્રોડક્ટ કે લિયે. અને આપડી પ્રોડક્ટ માં લોચા શોધવા બેસી જશે ને રાતોરાત એ ઠીક કારાવા મંડી પડશે (કેમ ક ચાલે માત્ર મોટા ડેવલપર નું જ).

બગ્સ
બગ્સ

ઉતરાયણ ની નોંધ

  • ૧૩ તારીખે ઓફીસ થી મોડો મોડો ઘેર આયો :(. ટીઆ અને કોકુ ઓલરેડી ઘુસ્સે થઇ ને બેઠા હતા. પણ એમને ખબર છે કે કેટલું બધું કામ છે એટલે બોલ્યા નહિ. ફટાફટ જમી ને નીકળ્યા પતંગ / ફીરકી અને એસેસરી લેવા.
  • થોડા પતંગ લીધા (પતંગ ના ભાવ તો જુવો.. ૧૬૦ /- ના કોડી પતંગ) , ૨ ફીરકી , ના ૩ફીરકી લીધી (એક નાની કોકુ ની પણ).
  • કોકુ માટે પીપુડા, હાથ પર લાગવાની સફેદ પટ્ટી.
  • ૧૪ તારીખે સવારે થોડા મોડા ઉઠ્યા. ઉઠી ને તૈયાર થઇ ને ઉપડ્યા પતંગ ચગાવા.
  • સવાર સવાર માં થોડા પતંગ ચગાયા, કોકુ ને એમાં મજા આવી ગયી કેમકે પતંગ ચગાવીને હું એણે આપી દઉં ને પછી એ કપાવી દે કોઈની જોડે. પણ પતંગ કપાય એમાં પણ એ ખુસ થઇ જાય ને નાચવા લાગે.
  • બપોરે દોસ્ત લોકો ને મળવા ગયો હતો એના ઘેર. એક સારો ફોટો પાડ્યો છે. એ મુકીશ શોધી ને.
  • જમવા માં ઊંધિયું હતું જે ઝાપટવા માં આવ્યું હતું, પણ મારા ફેવરેટ મોટા મસાલા ભરેલા બટાકા નો અભાવ હતો એટલે એનો વસવસો રહી ગયો.
  • બપોર પછી તો પવન જ ન’તો. ટીઆ અને કોકુએ થોડા પ્રયત્નો કર્યા. દાદા એ પણ ચગાવ્યા પણ બહુ સફળતા ના મળી. મારું તો માથું દુખવા લાગ્યું હતું એટલે સુઈ ગયો બપોરે.
  • સાંજે ઉઠી ને થોડા પ્રયત્નો કર્યા.
  • અંધારું થતા જ ફટાકડા ને તુક્કલો સારું થઇ ગયા.
  • ફટાકડા થી કોકુ બહુ બીવે, એટલે અમારે એ નજરો જોવાનો રહી ગયો.
  • એ રડવા લાગ્યો અને ડેડી ને વળગી પડ્યો. એટલે ડેડી અને ટીઆ નીચે ઘેર આવી ગયા.
  • સાંજે ભાજી પાવ દબાવવામાં આવ્યા હતા.
  • ૧૫ તારીખે પાછું સવારે ચડ્યા ધાભા પર અને મજા કરી.
  • પવન સારો હતો એટલે પતંગો ચગ્યા.
  • બપોરે બહુ મજા કરી બધાએ. ખુબ જ પતંગો ચગાવ્યા.
  • બપોરે શું ખાધું યાદ નથી આવતું.. (હવે આ ઉંમરે યાદદાસ્ત ઓછી થઇ ગયી લાગે છે)
  • સાંજે ફરી થી ફટાકડા ફૂટ્યા ને કોકુ ગભરાયો. પણ આજે અમે હોટ એર બલુન લાવ્યા હતા એટલે એનું ધ્યાન એમાં જ હતું ને એણે કોઈ ફટાકડા સંભળાતા ના હતા.
  • બલુન સફળતા પૂર્વક ઉડાડવામાં આવ્યો હતો. એમાં બહુ મજા પડી.
  • પછી નીચે આવી ને  થાકી ગયેલા કોકુ ના ફોટા પાડ્યા.
  • છેલ્લે એક નવી વાનગી ખાવામાં આવી. ટીઆ એ નામ કીધું પણ સમજ ના પડી (દેશી ગુજરાતી વાનગી હતી).

 

 

બલુન
બલુન