૨૦૨૩ નું સરવૈયું

ખબર નહિ મારી સાથે જ આમ થયું છે કે બીજા લોકો જોડે થયું છે કે બધા જોડે થયું છે પણ હું હજુ ૨૦૧૯ પહેલા ના કોરોના વાળા સમય માંથી ક્યારે બહાર આવ્યો અને આ ૨૦૨૩ ક્યારે પતવા આવ્યું કઈ સમજ નથી પડતી.

પણ આ કોરોના એ અને કોરોના પછીની અસરો એ ઘણું બધું શિખવાડી દીધું.

૨૦૨૦-૨૦૨૩ દરમિયાન ની થોડી વાતો, વિચારો અને યોજનાઓ :

  • એક શરદી, ખાંસી કે તાવ બધું સમાપ્ત કરી શકે છે. એટલે ૬ મહિના પછી આમ કરીશ કે આ થઈ જાય પછી આમ કરીશ એવું વિચારવું નહિ. જે કરવું છે એ આજે જ કરી દો. In my words; don’t plan for a party, just do it.
  • કશું સારું, ખરાબ, સાચું કે ખોટું નથી હોતું. તમને ગમ્યું તો કરો ના ગમ્યું તો ના કરો. અંગ્રેજી માં કહે છે એમ બીજા લોકોનું વેલિડેશન લેવાની કોઈ જરૂર નથી.
  • મોટા ભાગના લોકો લગભગ એમની ૭૦-૮૦% સંપતિ એમજ મૂકી ને જતા રહે છે. એટલે તમે કમાયા છો તો તમારા પર, તમારા વહાલાઓ પર, તમારા શોખ પર ખર્ચો.
  • તમારાં કપડાં, રહેણીકરણી, વાળ, મેકઅપ થી કોઈને તકલીફ હોય તો તમારે એનાથી દુઃખી થવાની કોઈ જરૂર નથી.
  • આ વર્ષે જોયું એને જાણ્યું કે શાહજહાં જેવાં મૂર્ખ માણસો હજુ છે આ દુનિયામાં.
  • છેલ્લા ૧૧ મહિનામાં મને લગભગ ૩૦-૪૦ વાર આઇફોન ખરીદવાનો ઇમ્પલ્સ બાયિંગ નો એટેક આવ્યો છે જેમાંથી સફળતાપૂર્વક મારી જાતને બચાવી છે 😂 . આજે આ લખું છું ત્યારે પણ મન થઈ ગયું છે.
  • આઇફોન તો નથી લીધો પણ શેર માર્કેટ ની લત લાગી ગઈ છે અને એમાં ભયંકર ઇમ્પલસ બાય ના એટેક આવ્યા છે.
  • Continental GT હજું યાદ આવે છે. કોણ જાણે કઈ ઘડીએ એને વેચવાનો વિચાર આવ્યો હતો. જાણે કે ગુસ્સામાં ગર્લફ્રેન્ડ જોડે બ્રેકઅપ કરી દિધો અને હવે એના લગ્ન બીજે થઈ ગયા છે અને ભાઈ હવે રડે છે 😁😁😁
  • XUV લગભગ ૪ વર્ષ પછી હવે ગમવા લાગી છે 😀😀😀
  • કોફી પરથી ચા પર આવી ગયો છું (એ પણ ખાંડ વગરની મોળી).
  • હું હજુ પણ સ્કૂલના સમય જેવો જ એન્ટરોવર્ટ છું અને મને લોકો જોડે વાત કરતા બીક લાગે છે એ માનવા લોકો તૈયાર જ નથી. આ વર્ષે જ ૩-૪ સ્કૂલના મિત્રોએ પૂછ્યું કે તું હજુ એવો જ છે, હજુ વાત નથી કરતો.
  • હજુ પણ આઈ કોન્ટેક્ટ કરીને વાત કરવી એ મારા માટે બહુ હિંમત ભેગી કરીને કરવા વાળું કામ છે. આમાં હું કઈ અભિમાની છું એવું નથી પણ મારાથી એ કામ શક્ય જ નથી.
  • આ વર્ષમાં ૧૦-૧૨ કિલો વજન ઉતાર્યું છે.
  • આ વર્ષે ૫૦૦-૭૦૦ CC નું એક બાઈક લેવાની ઈચ્છા હતી પણ ધોની ભાઈની જેમ મને પણ ડાબા ઘૂંટણ માં થોડી તકલીફ થઈ ગઈ છે જેથી આવું હેવી બાઈક ચલાવવું હવે પોસીબલ નથી અથવા હવે એવાં જોખમો લેવા નથી.
  • રિશી, હિમાંશુ, હેમંત ને કોલેજ પત્યાં પછી ૨૦૨૨ ની દિવાળીમાં મળ્યો હતો. માત્ર રિશી મળી જતો હતો ક્યારેક ક્યારેક.
  • એક મિત્રને લગભગ ૪-૫ વર્ષે મળવાનું શક્ય થયું. આ મિત્રને થોડા સમય પહેલા કેન્સર થયું હતું અને એનાથી એનો બચાવ થયો છે.
  • ૨૦૨૩ નો એક ટાર્ગેટ હતો જે પત્યો નથી, ૨-૩ આઈડિયા ફેલ થઈ ગયા છે 😁😁😁. કારણ માત્ર મારી આળસ.
  • એક હાથી ખરીદવાનું સ્વપ્ન હતું, જે પૂરું થયુંછે.
  • આ વર્ષે છેલ્લે છેલ્લે ફરીથી હું ટીનેજ સમયમાં જીવતો હતો એમ જીવવા લાગ્યો છું. કોઈ શું વિચારશે, શું કહેશે કે શું થશે એવા વિચારો કચરાપેટી માં નાખી દીધા છે.
  • ટાટા સફારી લેવાનું હવે કોઈ મન રહ્યું નથી (કારણ એ છે ૨૦૨૩ ના સફારી નું મોડલ જે જૂની સફારી કરતા બહુ જ ઉતરતું છે)
  • ૩-૪ ટેટૂ કરાવવા માટેની ડિઝાઇન લગભગ તૈયાર થઈ ગઈ છે પણ હજુ એ દિવસ આવી નથી રહ્યો.
  • ઘણા સમય પછી ૨૦૨૩ માં ટીના અને સામર્થ્ય સાથે બહાર ફરવા જવાનો સમય મળ્યો અને સારું એવું ફરી શક્યા.
  • વર્ષના અંતે ટીનાને દીવ જવા રાજી કરી લીધી છે (અમે બંને જીવનમાં એકલા પ્રથમ વખત દીવ જ ફરવા ગયા હતા), જોઈએ હવે ખરેખર જવાનું ક્યારે યોજાય છે એ જોઈએ.
  • આખરે ટીના મારી બનાવેલી ચા પીતી થઈ ગઈ છે 😊
  • ફરીથી મારા વોર્ડ્રોબ માં સફેદ કપડાનો ઢગલો થઈ ગયો છે.
  • એક મિત્ર જેને લગભગ ૧૦-૧૨ વર્ષથી ઓળખું છું, એ અચાનક ખાસ મિત્રની કક્ષાએ આવી ગયો છે. આ વર્ષે obsessed with someone or something નો અર્થ શું થાય છે એ જોયું.
  • આ વર્ષે એટલી બધી સારી યાદો આપી છે કે જ્યારે હું ૭૦-૮૦ વર્ષનો થઈશ કે મરણપથારી એ હોઈશ ત્યારે આ વર્ષને જરૂર યાદ કરીશ.
  • ડબ્બા જેવા લાગતા, મૂર્ખ જેવા લાગતા લોકો પણ તમને જીવનનું જ્ઞાન અને જીવન જીવવાનું જ્ઞાન આપી જતા હોય છે.
  • આ વર્ષે ફરીથી ચૂપચાપ એકલો બેસીને સમય પસાર કરતો થઈ ગયો છું. જે બહુ આનંદદાયક પણ છે.
  • છેલ્લે ઈશ્વરભાઈ નો આભાર એક નવું વર્ષ જીવનમાં ઉમેર્યું 🙏, thanks man for showing your love and mercy upon me.
  • અને છેલ્લે કોઈને એવો સવાલ થાય કે મે ૨૦૨૩ માં શું ઉકાળ્યું? તો નીચેનો વીડિયો જોઈ લો.
ચા