કાલ થી અમારો સેહવાગ ડાઉન છે.

કાલે સાંજે ઓફીસ થી ઘેર આવ્યો, કોકુ એકદમ ફીટ એન્ડ ફાઈન મારી જોડે રમતો હતો. અચનાક જ એ જઈ ને ટીઆ ના ખોળા માં બેસી ગયો. થોડી વાર માં મે એને ઉચકી ને મારા ખોળા માં બેસાડ્યો. મને લાગ્યું કે આને કોઈ તકલીફ તો હોવી જ જોઈએ નહિ તો આમ ના કરે. એને પૂછ્યું તો કંઈ બોલ્યો નહિ, પણ મને એનું શરીર ગરમ લાગ્યું. માત્ર ૨ મિનીટ માં તો એનું  શરીર ઉકળી ગયું. ડોક્ટર પાસે લઇ ગયા, એમને જોઈ ને કીધું કે વાઈરલ ઇન્ફેક્સન છે. અને કોકુ ને ચોકલેટ, આઈસ્ક્રીમ, વેફર, કુરકુરે, મીઠાઈ એવું બધું સરસ સરસ ખાવાની ના પાડી દીધી. કોકુ નો તાવ તો ત્યાં જ ઉતરી ગયો 😛 ( ખરેખર, આ બધું સાંભળી ને અમે હોસ્પિટલ ની બહાર નીકળ્યા તો કોકુ નુ શરીર ઠંડુ પાડી ગયું હતું ).   પછી ઘેર આવી ને દવા પીધી તો થોડું સારું હતું. હજુ તાવ તો છે જ. ૧-૨ દિવસ રહેશે એમ કીધું છે. જોઈએ હવે શું થાય છે મારા કોકુ નુ. કેટલો હેરાન થાય છે. આમ તો તાવ છે તો પણ દોડાદોડ કરે જ છે આખા ઘર માં. ને ઘર તો એમ જ માથે લીધેલું છે :P.

Advertisements