કદાચ સંયોગ હશે પણ ના કદાચ નહતો ( ઈશ્વર જ જાણે ) !

હું રોજ જે ટાઇમે ઓફીસ થી નીકળું એનાથી આજે ૩૦-૪૦ મિનીટ જેટલું મોડું થઇ ગયું હતું. હું તો રોજ ની જેમ ફોન માં મ્યુઝીક સાંભળતો ઘેર આવતો હતો. ઘર થી થોડો જ દુર હતો ને મારું પ્રિય ગીત ચાલુ થયું. હવે એમ ના પૂછતાં કે કયું પ્રિય ગીત ( https://anuragrathod.wordpress.com/category/favorite-songs ) ? અને થોડી જ વાર માં ટીઆ નો ફોન આવ્યો કે ક્યાં છો ને કેટલા વાગ્યે આવશો ? હું લગભગ ઘેર પહોચવાનો હોઉં ને એની થોડી વાર પહેલા જ એ રોટલી બનાવા લાગે એટલે બંને જણા જોડે બેસી ને એક જ થાળી માં ગરમ ગરમ જમી શકીએ ( હા હું ને ટીઆ એક જ થાળી માં ખાઈએ. બહાર જમવા ગયા હોઈએ ને શક્યતા હોય તો એકજ  થાળી માં જમીએ. )  એમ કહેવાય છે કે એઠું જુઠું જોડે એક જ થાળી માં જમે તો પ્રેમ વધે. એતો ખબર નહિ પણ હા અમે એક થાળી માં ના જમીએ તો બંને માંથી કોઈને જમવાની મજા ના આવે. ઓહ, પાછા મુદ્દા પર આવીએ. તો હું ગીત ગાતો હતો ને એ સમયે હું કશુક ટીઆ વિષે જ વિચારતો હતો ને એનો ફોન આવ્યો. ખબર નહિ સંયોગ કે શું પણ હા પ્રેમ તો છે…

Advertisements