ભુવા

હમમ, હું કોઈ ભૂત વાળા ભુવા ની વાત નથી કરવાનો. ભૂતો થી તો મને બહુ બીક લાગે 😛 . આતો રસ્તા પર પડતા ભુવાની વાત છે. આ વર્ષે બહુ ભુવા નથી પડ્યા એવું મારું માનવું છે. જેના વિષે થોડું સંશોધન કર્યું તો ખબર પડી કે ભુવા પાડવા માટે વરસાદ પડવો જરૂરી છે. જે આ વર્ષે બહુ નથી પડ્યો. ચાલો AMC વાળા ને તો શાંતિ ને. આ વર્ષે નામ ખરાબ ના થયું. બાકી વરસાદ ના કારણે ભુવા પડે અને લોકો AMC ને ગાળો આપે. આતો કેવો ન્યાય !
પણ જુવો જરા આજુ બાજુ.. ભુવા નથી તો BRTS વાળા લોકોની મદદે આવી ગયા છે. જ્યાં જુવો ત્યાં ખોદીને બેસી ગયા છે 🙂
મને તો પેટની તકલીફ છે એટલે આવા રસ્તા પરથી જાઉં રોજ તો મરે તો પેટ માં શાંતિ થઇ જાય છે. (ખાડા માટે આભાર..)
કોઈ મન પર ના લેતા આ પોસ્ટ ને, આતો નવરા માણસની વાતો છે.
Advertisements