કોફી

2015 માં નવલકથા લખવાનું વિચાર્યું હતું, એની અનુક્રમણિકા અને માળખું તૈયાર થઇ ગયું છે, પણ મૂળ નવલકથા ખબર નહિ ક્યારે લખાશે. બીજી એક ઈચ્છા હતી કે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ લખવાનો (સંગ્રહ માં 1 થી માંડીને 1000+ વાર્તાઓ હોઈ શકે છે 🙂 ) .

તો આ બીજી ઈચ્છાના અનુસંધાનમાં પ્રથમ ટૂંકી (અત્યંત ટૂંકી) વાર્તા મૂકી રહ્યો છું.  મિત્ર હોવાના ભાવે બધા વાહ વાહ કહેશે એ નક્કી છે અને મોબાઈલમાં સારા સદેશ મોકલશે, પણ જો કોઈને ત્રુટી લાગે તો જરૂર જણાવશો.

વાર્તાનું નામ કોફી છે 🙂 અને હા કોઈક કારણસર હિન્દીમાં છે.
ना मैने कभी कुछ पूछा उसको

ना उसने कभी कुछ बोला

उसने कही अपना घर बसा लिया
फिर मैने कही शादी कर ली

फिर वो दोनो एक दिन डेट पर  गये
कोफ़ी पी, और ना जाने क्या क्या बातें की

वो एक-आधा घंटा भर मूज़े लगा
जाने हम वोही 20 साल के नौजवान है

फिर हमने सब कुछ याद किया
वो दिन मे साथ घूमना, वो रात भर बातें करना

… … … …
… … … …

शायद उसके नसीब मे मैं ना था
या मेरे नसीब मे वो ना थी

 

 

पर ये जो कोफ़ी है
यही है जो हम दोनो को कभी कभी मिलाती है

​કડક સુચના

શુક્રવારે  એટલે કે કાલે રાત્રે ઊંઘતા મોડું થઇ ગયું હતું, એટલે સામર્થ્ય એ ​કડક સુચના આપી હતી કે એ શનિવારે આખો દિવસ સુસે, અને કોઈએ એને ઉઠાડવો નહિ 🙂
તાજા સમાચાર મુજબ, એ જાતે જ ઊંઘ પૂરી થતા ઉઠી ગયો છે અને દૈનિક ધમાલ માં લાગી ગયો છે 🙂
​નાનું બાળક આખું અઠવાડિયું શાળાએ જવા વહેલું ઉઠે – આખો દિવસ ભણવાનું, લેસન કરવાનું, ટ્યુશન જવાનું, અઠવાડિક પરીક્ષા માટે ગોખવાનું,  રમવાનું  વગેરે વગેરે કેટલું કરે… આખરે શનિવાર આવે એટલે ઊંઘીને થાક ઉતારે 🙂

બુલેટ અને હું

હું હંમેશા થી બુલેટ નો ચાહક રહ્યો છું, પણ મને બુલેટ ચલાવવાળા ફાકાં મારતા લોકો ની બહુ સુગ છે. અને એ સુગ રહેશે. હું બુલેટ અને બુલેટ ચલાવવા વાળા ઉપર ખુબ જોક બનાવતો.

પણ જેમ દિલ મૂવીમાં આમિર ખાન અને માધુરી કટ્ટર દુશ્મન હોય છે ને પછી પ્રેમી બની જોડે જીવન ગુજારે છે એમ મારા જીવન માં પણ એ કટ્ટર દુશ્મની દિલ-ઓ-જાન પ્રેમ માં પરિણમી.

આખરે મેં પણ continental GT વસાવી લીધી.

image
​આ મારું બુલેટ
Cafe2
મારા બુલેટ માં આ ત્રણે સીટના ઓપ્સન છે
052214-royal-enfield-continental-gt-right-KWP_7736
​આ એનો ખરેખરો દેખાવ

એમાં મારા જુના બાઇક કરતા ૫ ગણું મોટું એટલે કે ૫૩૫ CC એન્જિન છે. વજન પણ બમણું છે. પણ એ જે મજા આપે એ કોઈ રીતે ગણતરી માં ન લઈ શકાય.

આખા રસ્તે લોકો બાજુ માંથી પસાર લોકો જોવે અને બાઇક વિષે પૂછે, આનાથી વધારે આનન્દ શું હોય?

ટુચકો: ​પહેલા લોકો રેસ લાગવા પૂછતાં હતા, હવે આટા માટે પૂછે છે . 🙂

 

થોડા દોસ્તો એવા પણ છે જેમને આની જરૂર પડશે. તો સારા મિત્ર તરીકે તમને આપી દઉં છું.

image