અનામત

સરકારશ્રી પાટીદારો ને પછી અનામત આપે. પહેલા બૈરાઓ, ડોહાઓ અને બુલેટવાળાઓને અલગ થી રોડ બનાવી આપે તો સારું … નોંધ: — મહેરબાની કરીને કોઈ મહિલા-મોર્ચા વાળાએ મેથી મારવી નહિ. અમને મેથી પસંદ નથી 🙂 — કોઈ બેહેનોને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, આ તમારી જ બીજી બહેનોના બેફામ ડ્રાયવીંગએ મને આ લખવા મજબુર કર્યો […]

ચિત્તો

હમણાં સામર્થ્યને એના દાદાએ એક ચાદર ભેટ માં આપી છે. રાત્રે સુવે એટલે એને એ ચાદર જ જોઈએ હવે. જૂની ચાદર બાજુમાં મૂકી દીધી છે 🙂

એ ચાદર પર ચિત્તા જેવી પ્રિન્ટ છાપેલી છે. આજે સવારે એ સ્કુલ જવા તૈયાર થતો હતો ત્યારે મેં એને કીધું , “રાત્રે મારા બેડ પર એક ચિત્તો આવીને સુઈ ગયો તો, મેં એને સાઈડ માં કર્યો અને સુઈ ગયો “. તો એકદમ જોર થી બોલ્યો, “અરે ચિત્તો નઈ હું સુઈ ગયો હતો” . 🙂

ક્યારેક ચતુર લાગે, ક્યારેક નાના બાળક જેવું કરે ખબર નહિ મારો ચિત્તો ખરેખર કેટલા વર્ષનો થયો છે 😀