PHP WordPress Developer

 

હમણાં થોડા દિવસ પહેલા મને એક સાઈટ મળી. એમાં થોડી સેમ્પલ PSD આપી હતી એ લોકો એ. મફત માં તમે એ PSD લઇ ને વાપરી સકો છો  અને એ સાઈટ નુ નામ પણ લખવાની જરૂર નહતી. મે તો જરા મજાક ખાતર, એમાં થી એક PSD લીધી અને એમાં થોડા સુધારા વધારા કરી ને બીજી ૨-૩ ઈમેજીસ બનાવી કાઢી. એમાં થી એક પર લખ્યું WORDPRESS Developer , Blogger બીજા પર લખ્યું CIA એજન્ટ અને ત્રીજા પર લખ્યું LOVE BOY.
Facebook પર આ ઈમેજીસ ચડાવી દીધી. લોકો એ બીજી ને ત્રીજી ઈમેજ તો ના જોઈ બરાબર પણ પહેલી ઈમેજ જોઇને મને પૂછવા લાગ્યા કે  તમે WORDPRESS Developer  છો? મને WORDPRESS Developer બનવું છે. મને WORDPRESS શીખવો ને. અલા ભાઈ શું કહું કોઈ ને કે મને તો કશુયે આવાડતું નથી. WORDPRESS તો માત્ર બોલતા આવડે. બાકી તો સાતેક વર્ષ થી ઓફીસ માં નાનું મોટું PHP
 માં કામ કરી લઉં છું અને ૨ ટંક નુ રળી લઉં છું ( હા મને PHP કરતા કરતા પુરા ૭ કરતા પણ વધારે વર્ષ થયા છે. આટલા વર્ષ માં થોડું ઘણું PHP આવડી પણ ગયું છે. ) . મને એ WORDPRESS ના આવડે. પણ એવું કહેવાય તો નહિ કે નથી આવડતું. એટલે જયારે કોઈ આવું પૂછે તો હસી ને એના સવાલ ને ટાળી દઉં છું.
મજા તો ત્યારે આવી જયારે અમુક મોટા માણસોએ આ વસ્તુ જોઈ અને મને પૂછ્યું કે તમે WORDPRESS Developer છો ? હા હા હા… મને તો જોરદાર  હસવું આવી ગયું એ લોકો પર. અને એમના નાનકડા મગજ પર. આમાં મોટા માણસો ને આવી નાની વાત વિચારે ? મને તો ઓફીસ માં કામ કરીને જે પગાર મળે છે એમાં મારે, ટીઆ અને કોકુ ને ૨ ટાઈમ ખાવાનું નીકળી જાય છે. પછી આ WORDPRESS Developer ક્યાં થી આવ્યું ? હશે, કોઈ ના વિચારો પર આપડો તો અંકુશ નથી ને. ચંબુ લોકો ચંબુ જેવું જ વિચારે.
આ સમયે મને મારો એક પ્રિય ડાયલોગ યાદ આવે, ” માં કી આંખ … આપડે શું ? ” જે ને જે વિચારવું હોય એ વિચારે. એમના વિચારવાથી તો હું કાઈ બદલાઈ નથી જવાનો. એ કહેશે કે હું ખરાબ છું તો થોડો બગડી જવાનો છું. એમ જો માણસ વિચારે ને બધું થતું હોય તો શું જોઈતું બીજું ?
બીજી પણ એક વાર્તા મને આ સમયે યાદ આવે છે. એક છોકરો અને એક છોકરી દરિયા કિનારે રમતા હતા. છોકરી ની જોડે એક નાની ટોપલી હતી ને એમાં નાના નાના સુંદર પથરા, શંખ એવું બધું હતું. છોકરા જોડે ખિસ્સા માં સરસ ચોકલેટ્સ હતી.
એ છોકરા એ, છોકરી ને એની જોડે જે ચોકલેટ્સ હતી એમાં થી  સારા માં સારી ચોકલેટ્સ આપી દીધી અને વધેલી પોતે ખાઈ ગયો. પેલી છોકરી એ પેલા પથરા માંથી થોડા વીણીને એને આપી દીધા. પણ એ સારામાં સારા નહતા.
રાત્રે જયારે બંને એમના ઘેર ઊંઘવા જાય છે તો છોકરો તો એ છોકરી વિષે વિચારતો વિચારતો સુઈ જાય છે, પણ પેલી છોકરી આખી રાત વિચારતી રહે છે કે આ સરસ ચોકલેટ્સ એને ખાધી, પણ હજુ આના થી બી સરસ ચોકલેટ્સ છોકરા જોડે હશે. એમ વિચારતા વિચારતા એને આખી રાત પસાર કરી.
વાર્તા નો સાર : જો તમે કોઈ પણ સંબંધ માં તમારું સંપૂર્ણ નહિ આપો તો તમે હમેશા સામેની વ્યક્તિ પર શંકા કરશો કે એણે એનું ૧૦૦% આપ્યું છે કે નહિ ?
થોડું વધાર થઇ ગયું લાગે છે. ( જે હોય એ આપડે શું ?  😛 )

દૂધપાક

દૂધપાક એટલે નાના છોકરાઓ જયારે રમતા હોય ત્યારે એમના એજ ગ્રુપ થી નાનો કોઈ બાબો કે બેબી આવે રમવા તો એને નામ ખાતર રમાડે પણ એને રીઝર્વેસન  કોટા માં મૂકી દે એને કહેવાય દૂધપાક.
પણ આ એ દૂધપાક ની વાત નથી. આતો ખાવા વાળા દૂધપાક  ની વાત છે. 

મને દૂધપાક  ખાવો બહુ ગમે. અને આજે જાણે-અજાણે ટીઆએ સાંજે જમવા માં દૂધપાક બનાવ્યો. આખું લીસ્ટ આપું તો… 

બટાકા ની સુકી ભાજી ( મારી મનગમતી )
પૂરી 
દૂધપાક 
દાળ + ભાત  ( આના વગર ગુજરાતી માણસ નુ પેટ માં ભરાય )

પપ્પા ને ખબર નતી કે ટીઆએ દૂધપાક બનાવ્યો છે. એટલે સાંજે મને કહે કે જા શ્રીખંડ લઇ આવ. એ પણ આપડી મન ગમતી વસ્તુ. મે ટીઆ ને કીધું તો કહે દૂધપાક બનાવ્યો છે. વાહ મને તો સાંભળી ને મજા આવી ગઈ. 
પેટ ભરી ને પીધો છે, હવે તો જરા ઘેન ચડી ગયું છે 🙂 લોકો ને દારૂ / બીઅર નો નશો ચડે મને તો દૂધપાક નો નશો ચડ્યો છે. 

ખરેખર મજા આવી ગયી છે. 

કાલે હવે મમ્મી – પપ્પા ની લગ્નગાંઠ છે, એટલે કાલે બી સલસ સલસ મમમ બનશે ( કોકુ કહે સલસ એટલે સમજો સરસ 😛 ). 

લગ્નગાંઠ

જોતજોતામાં તો લગ્ન ને ૪ વરસ થઇ ગયા ( 24 MAY ) .  
આજે મારી અને મારી પોતાની પત્નીની ચોથી લગ્નગાંઠ છે ( એકદમ જોરદાર કહેવાય, બંનેની લગ્નગાંઠ એક જ  દિવસે છે – મને ખબર છે કે આ એકદમ deadly PJ છે, ને ઘણા ને તો હસવું પણ નહિ આવ્યું હોય, પણ આતો મારું મન થયું ને મે ઠોકી દીધું. ના હશો તો નહિ યાર. એમાં શું ખાતું મોલું થઇ જવાનું છે ) . કાલે સમીર મને પૂછતો હતો કે ઓફીસ માં રજા રાખી છે ? પણ, એતો હું ભૂલી જ ગયો કે ઓફીસ માં રજા રાખું. એકદમ થી  લગ્નગાંઠ આવી ગઈ ને ખયાલ આવ્યો. જોઈએ હવે શું કરીએ છીએ :). ટીઆ ૧૦૦૦૦% ઘુસ્સે થશે કે રજા પણ ના લીધી 😦 ( પણ હું તો આવો જ છું, ભૂલી જવ છું અગત્યની વસ્તુઓ ) .  પણ હ, યાદ રાખી ને ઘણી ચીવટ પૂર્વક, ટીઆ  માટે એને ગમતી એક વસ્તુ ની ગીફ્ટ હું સમયસર લઇ ને આવી ગયો હતો કાલે જ. અને એને બતાવી પણ દીધી હતી. ટીઆ ને એ ગીફ્ટ ગમી પણ ગયી અને એને THANK YOU પણ કહી દીધું 😦 ( THANK YOU થોડી ને કહેવાય. ચાલે હવે મારી ટીઆ જ છે ને )  .  હવે સાંજે શું કરીશું, ક્યાં જઈશું એતો ખબર નથી? સાંજ ની વાત સાંજ પર જ મૂકી દઈએ. 

જેને congrates માં મેસેજ કરવા હોય એ લોકો પ્રેમ થી મેસેજ કરી શકે છે.  
મારા બ્લોગ માં ફેસબુક, ટ્વીટર , ઇમેલ આપ્યા છે જેનો ઉપયોગ કરી શકો છો. આ પોસ્ટ માં કમેન્ટ પણ આપી શકો છો 🙂
જેની પાસે મારો સેલ નંબર હોય એ મેસેજ પણ કરી શકે છે. 

નોંધ : 
રિશી, અનુજા અને પરી એ સહુ થી પહેલા કોલ કર્યો છે. એમાં પણ મારી નાનકડી પરીએ સહુ થી પહેલા વિશ કર્યું છે.