Happy birthday tina

આમ તો આખી દુનિયાને દિવાળીની રજાઓ ચાલી રહી છે. ઘરે પણ રજા નો માહોલ છે (સામર્થ્ય, બીજા ઘરના બાળકો, મોટા ભાઈ બધાને દિવાળીની રજાઓ છે) પણ એ બધાથી વિપરીત મારે દિવાળી, બેસતું વર્ષ કે ભાઈબીજ ની રજાઓ નથી અને રોજની જેમજ રોટલી રળવાનું કામ અવિરતપણે ચાલુ છે.

અને એની વચ્ચે આવ્યો વર્ષનો એક અગત્યનો અને મારો પ્રિય દિવસ – ટીનાનો જન્મદિવસ.

ઓફિસ રોજની જેમ ચાલુ હતી અને આજે આખો દિવસ હું એકલો (હા હું એકલો જ!) જ બેઠો બેઠો ઘરાકો (ક્લાયન્ટસ) ના ઇમેલના જવાબો આપી રહ્યો હતો.

દિવાળીના કારણે અને પૂર્વ આયોજનના અભાવે કોઈ પણ જાતની ભેંટ આપવામાં આવી નથી (જેના માટે સંસ્થા દુઃખી છે). લાભપાંચમ અવતા જ ભેંટ લઈ લેવામાં આવશે.

છેલ્લે છેલ્લે ઘેર જતા સમયે મારી પ્રિય બેકરીમાંથી સરસ, સુંદર કેક લેવામાં આવી છે.

અને જન્મદિવસ પ્રસંગે સ્વાદિષ્ટ હલીમ બનાવવામાં આવ્યું હતું. જે ૨ વાટકા ભરીને દબાવવામાં આવ્યું હતું.

છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કે ટીનાનું જીવન આશીર્વાદિત કરે; સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સલામતી આપે.