માનવતા

બે ચાર નાની વાતો કહીશ અને અંતે નાનો સવાલ..

1) માનો કે તમે રાત્રે 11-12 વાગ્યે ઘેર જઈ રહ્યા છો અને કોઈ અજાણ્યો માણસ લીફ્ટ માંગે અને તમે આપી દો. તમે ઘેર જઈને આ વાત તમારી પત્ની ને (પોતાની ના હોય તો પોતાના પિતાની પત્ની ને પણ કહી શકો છો) કરો. પછી તૈયાર થઇ જાવ એનું સંભાળવા માટે. અને કોક વાર તમારે લીફ્ટ માંગવી પડે ને કોઈ ના આપે તો કહેશે કેવા લોકો થઇ ગયા છે. કોઈ મદદ જ નથી કરતુ.
 
2) કોઈ નો અકસ્માત થયો હોય ને તમે એને મદદ કરો. ઘેર આવી ને કહેજો એક વાર… એમ જ કહેશે કે તમારે આ ઝંઝટ માં પડવાની શું જરૂર હતી. જયારે આપડે ગબડીયે ને કોઈ ના ઉપાડે તો ઘેર કહેશે ખરા લોકો છે, જોવે છે તો પણ મદદ કરતા નથી.   
એક અકસ્માત માં બેભાન થયેલા એક યુગલ ને હું બચાવવા ગયો ને મારે ઠપકો સંભાળવો પડ્યો 🙂
આ બધા વિચારો જે હમણાં મારી સાથે થયું અને આ દિલ્લી માં થઇ રહ્યું છે એમાં થી આવ્યા છે.
સવાલ: આપણે  રસ્તે ચાલતા એક માણસ ને મદદ કરતા કેમ ખચકાઈએ છીએ? (જવાબ તમારી જાતને આપજો, મજા આવશે જુઠા જવાબો સંભાળવાની)

21-12-2012

જો તમે આ વાંચી રહ્યા છો તો મને ઘણી ખુસી થઇ કે ચાલો 21-12 નો વિનાશ આવ્યો પણ મારો એક વાંચક જીવતો છે 🙂
 
થોડા દિવસ પહેલા ટવીટર પર વાંચ્યું હતું કે NASA એ જાહેર કર્યું છે કે 22 થી 25 અંધકાર રહેશે। એતો કાલે ખબર પડે. કે કોણ આ ગપ્પું મારતું હતું.
 
હશે યાર દુનિયા નો નાસ થશે તો કોઈ ચિંતા નથી। જે થશે એ બધાનું થશે.
જય હો ઇન્ડિયા ટીવી