money money money

Money can buy you bed but not peaceful sleep
Money can buy you food but not hunger
Money can buy you medicine but not wealth
આવું ઘણું બધું પૈસા માટે કહેવાયું છે, બધા કહેશે હા આ બિલકુલ સાચી વાત છે. છતાં પૈસા તો બધાને જોઈએ છે અને પાછું કોઈને એ કમાવા માટે મેહનત નથી કરવી, બલિદાન નથી આપવું, ત્યાગ નથી કરવો, તકલીફ નથી ઉઠાવવી 😀   આવુ તો ત્યારે જ થાય જયારે તમે આકાશ હોવ. આકાશ એટલે SKY નહિ, આકાશ અંબાણી 🙂  . હા પેલો મુંબઈ ઇન્ડિયન્સ ની ટીમ જોડે બેઠેલો હોય છે છોકરો એ.
કદાચ આજે તમે મસ્ત જિંદગી જીવતા હશો તો એ તમારા બાપ દાદા એ કરેલી મેહનત છે.
જો તમે પૈસાદાર નથી અને જો એવા સમયે એક ગૃહસ્થ માણસ પોતાના પરિવાર માટે રાત-દિવસ જોયા વગર કામ કરે અને પૈસા કમાય તો એમાં ખોટું શું છે.
ઘણા લોકો એમ પણ કહે છે, ભાઈ જિંદગી જેવું તો હોવું જોઈએ ને, ઘરવાળા જોડે સમય પણ કાઢોને… હું કહું છું નોકરી છોડીને બેસી જાવ બૈરીની સામે. છોકરા જોડે રમ્યા કરો આખો દિવસ. કેટલા દિવસ ચાલશે એ.
તમે જો ગણિત જનતા હોવ તો એક નાનકડો હિસાબ લગાવજો…
અત્યારે તમારી ઉંમર 30 વર્ષ ગણો.  60 માં વર્ષે નિવૃત થાવ તો એના પછી બીજા 20 વર્ષ નું જીવન ગણીએ.
1 વર્ષમાં 12 મહિના ના હિસાબે 240 મહિના થયા.
અત્યારે જો તમે 20,000 માં એક મહિનો ચલાવો છો એ જ હિસાબે તમારે 48,00,000 રૂપિયા જોઈએ 🙂
અહિયાં તમે એ હિસાબ નથી કર્યો કે આજના 20,000 નું મુલ્ય 30 વર્ષ પછી શું હશે? અને આજે જે વ્યાજદર છે એટલા સારા વ્યાજદર 30 વર્ષ પછી હશે કે કેમ?
આ 20 વર્ષ દરમિયાન તમે કોઈ મોટી બીમારી કે અકસ્માત માં સપડાયા તો શું?
તમારો દીકરો કે દીકરી તમને જોડે રાખશે અને ખવડાવશે કે તમારે બીજે ઘર શોધવું પડશે ?
જીવન છે ત્યાં સુધી કર્મ કર્યે જાવ, ફળ પણ ગણ્યે જાવ.
આજે જયારે હું ઘણા વૃદ્ધ લોકોને જોઉં કે એ ઘણું જ શાંતિપૂર્ણ જીવન જીવતા હોય, પૂરી જાહોજલાલી સાથે જીવે, બધા મોજ્સોખ કરે, મજાના ખાય-પીવે. ત્યારે  મને થાય કે ડોશો થઈને આમના જેવી જિંદગી જોઇશે.
ઘણા લોકો એમ પણ કહેતા મળશે કે , જીવનમાં બેલેન્સ જોઈએ. અતિરેક કોઈનો સારો નહિ. આ મોટા ભાગે એવા લોકો હોય છે જેમને દ્રાક્ષ ના મળે એટલે કહે દ્રાક્ષ તો ખાટી છે. બૈરી રૂપાળી ના મળે એટલે કહે કે અંદરની સુંદરતા જોવાની, મન કેટલું સુંદર છે એ જોવાનું  વગેરે વગેરે…
બીલ ગેટ્સ કે વોરેન બફેટ ને હવે શું જરૂર છે પૈસા કમાવાની ? ઉલટાના એ લોકોએ તો એમના મેહનત થી કમાયેલા પૈસા દાનમાં આપી દીધા છે. છતાં એ લોકો ખુબ મેહનત કરીને પૈસા કમાય છે.
મારી જૂની ઓફીશે જતો ત્યારે રસ્તામાં એક ચાર રસ્તા પર એક ભિખારી હમેશા મસ્ત સુતો હોય અને હું જેમતેમ ઓફીસ પહોચીને આખો દિવસ કામ કરું. રાત્રે ઘેર જાઉં ત્યારે પણ એ મજાનો રસ્તાની બાજુમાં બેઠો હોય. કોઈને એમ થાય કે મારા કરતા તો આ ભિખારી સુખી છે 🙂   પણ ના, એ ભિખારીને આખી રાત કેટલા મચ્છર કરડયા હશે એ એને ખબર. રાત્રે એ શું ખાઈને સુતો હશે એ એને ખબર.  કાતિલ શિયાળાની ઠંડીમાં એ સવારે જીવતો ઉઠશે કે કેમ એ પણ એક સવાલ હોય છે. સવારે જો જીવતો ઉઠ્યો તો એને કઈ ખાવા મળશે કે કેમ એ પણ એને ખબર નથી હોતી…
આની સામે મને ખબર છે કે હું ઘેર જશ એટલે મારી પત્ની મને ગરમ ગરમ જમવાનું પીરસસે, હું શાંતિ થી TV જોઇશ, મારા બાળક જોડે રમીશ, AC ચાલુ કરીને ભર ઉનાળામાં શાંતિથી ઉંઘીસ. સવારે પણ હું ઉઠીશ ત્યારે મને ચા અને નાસ્તો મળશે. ઓફીશમાં ખાવા માટે ટીફીન તૈયાર હશે…
છેલ્લે, ઘણા લોકો એમ પણ કહે છે કે money can’t buy happiness…
એક દિવસ બુટપાલિશ કરતા છોકરા ને પાલિશ બદલ 20 રૂપિયા આપજો અને એને એક વડાપાવ ખવડાવજો…  એ 40 રૂપિયામાં તમે દિવસભરની ખુસી એના માટે ખરીદી શકો છો.