ભમ થયું

ઉપર ના ફોટા માં લાલ લીટી છે એ મારું બાઈક છે, વાદળી લીટી છે એ એક કાર છે અને લીલી લીટી છે એ કાયનેટીક પર જતી એક છોકરી છે.

હું ઓફીસ થી પાછો આવતો તો ત્યારે એક સર્કલ પર બાઈક વાળીને એક કાર પાછળ જતો હતો. કાર વાળા ને હોર્ન મારતો હતો પણ એ હટતો ના હતો. સર્કલ પત્યા પછી એ થોડું ખસ્યો એટલે હું જમણી બાજુ જઈને આગળ જવા ગયો ત્યાં તો સામે થી એક ચંબુ જેવી છોકરી ( હા, એકદમ ચંબુ જેવી જ હતી, એનું ફિગર ને કોઈ ચંબુ નું ફિગર બિલકુલ સેમ હતું અને દિમાગ થી પણ એ ચંબુ જ હતી  ) આવી ને ભટકાઈ મારી બાઈક જોડે.

ભૂલ એની હતી ને પાછી મને કહે જોઈ ને નથી ચલાવાતી ! હું તો શાંતિ થી આવતો હતો. આમ પણ મારું બાઈક ૩૫-૪૦ થી વધારે ની સ્પીડ માં ચાલતું જ નથી તો હું ઓવર સ્પીડ માં કેવી રીતે આવું ?

એક તો એ રોંગ સાઈડ માં આવી હતી ને સ્પીડ માં આવતી હતી. ભટકાઈ ને નીચે પડી ને પછી આજુ બાજુ બધા ભેગા થયા ને તો એ એકદમ મને બોલવા લાગી, એટલા માં એક કાકા એને બોલ્યા બેટા, આ ભાઈ ની કોઈ ભૂલ નથી, તારી જ ભૂલ છે. આ તારી ગાડી ઉપાડી ને રસ્તો ખાલી કાર જો બીજા લોકો જાય ઘેર. બધા ઉભેલા લોકો એવા હસવા લાગ્યા કે એ કાયનેટીક ઉપાડી ને જવા લાગી પણ એનું કાયનેટીક ચાલુ જ ના થયું. હું તો મારું બાઈક ચાલુ કરી ને ચલી નીકળ્યો ઘર તરફ…

ચાલો ત્યારે આજે થોડા વિડીયો સોધીયે બીજી ચમ્બુઓ ના 😛

મહિલાઓ અને છોકરીયો આ વિડીયો જોઇને કે આ પોસ્ટ વાંચી ને ખોટું ના લગાવતા… આ માત્ર એ છોકરી માટે હતું. મારા ઘર માં પણ ૪ મહિલાઓ છે. અને હું એમને ખુબ માન આપું છું. તમને પણ બધાને એટલું જ માન આપું છું.

 

મહિલાઓ માટે હું હમેશા એટલું જ કહું છું

છોકરી ક્યાંતો સારી હોય ક્યાંતો બહુ સારી હોય…

( A girl is either good or very good… )

કાંકરિયા પ્રવાસ

સનીવાર તારીખ ૧૯ ફેબ્રુઆરી અમે સનીવાર ની રજા નો સદુપયોગ કરવાના હેતુસહ કાંકરિયા પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. નક્કી કર્યા મુજબ મને અને કોકુ ને સવારે વહેલા ઉઠાડી દેવામાં આવ્યા હતા. હા મને એ બહુ ખરાબ લાગ્યું કે રજા છે છતાં વહેલું ઉઠવું પાડ્યું, પણ કોકુ ને કાંકરિયા લઇ જવાનો હતો એટલે વિચાર્યું ઠીક છે ચાલો ઉઠી જાવ,

ફટાફટ તૈયાર થઇ ગયા ને ટીઆએ જમવાનું બનવાની તૈયારી કરી દીધી હતી. સનિવારે મે જીવન માં પહેલી વાર બટાક નું શ્હક બનાવ્યું. ટીઆ બાજુ માં ઉભી હતી પણ એ રોટલી શેકતી હતી ને મે ખુબ જ સારું શક બનાવ્યું. પછી અમે એ ખાધું પણ ખરું. ખરેખર ભૂલ માં સારું બન્યું હતું.

પછી અમે એકટીવા લઇ ને નીકળી પડ્યા કાંકરિયા જવા. કોકુ ને કાર માં ફરવા જવું હતું પણ ટ્રાફિક ના કારને મને તો કાર લઇ ને જવાનું ગમતું જ નથી.

કાંકરિયા પહોચી ને પહેલા તો અમે ટ્રેન માં બેસવા ટીકીટ લીધી. ટીઆ  ટીકીટ લેવા ઉભી રહી ને હું કોકુ ને લઇ ને ઉભો રહ્યો. નશીબ સારું હતું કે બંને ટ્રેન ચાલુ હતી ને ૧૫-૨૦ મિનીટ માં જ અમારો નંબર લાગી ગયો બેસવામાં. કોકુ આમ પણ ટ્રેન નો દીવાનો ને આજે તો એણે ટ્રેન માં બેસવા મળી ગયું હતું. એ એની ખુસી કહી ના હતો શકતો. પણ એ ખુબ જ ખુશ થઇ ગયો હતો.

પછી અમે ત્યાં થી ઝૂ માં ગયા. કોકુ ને તો ટ્રેન માં જ બેસવું હતું ને બીજે ક્યાય નતું જવું. જેમ તેમ કરી ને એણે સમજાવ્યો ને ઝૂ માં ઘુસ્યા. ઝૂ માં એણે થોડા પ્રાણીઓ જોયા તો એણે ગમ્યું. પછી એની સ્કૂલ માં એ પ્રાણીઓ બતાવે છે એ બધા એણે જોયા તો એણે બહુ મજા આવી ગઈ.

ત્યાં થી પછી અમે મોટા ભાઈ ના ઘેર ગયા. ભાઈ તો ના હતા પણ મીચું હારી. કોકુ બહુ દિવસે દીદી ને મળ્યો તો એવો ખુશ થઇ ગોય હતો ને. રીતસર નો બાજી પડ્યો તો દીદી ને. બંને જણા બહુ રમ્યા. પછી ત્યાંથી અમે મૌલિક-સુસાન ના ઘેર ગયા. ત્યાં મૌલિક ના દાદી ને પપ્પા પણ મળ્યા. એમણે મળવાનો ખુબ આનદ થયો. દાદી હમેશ કોકુ ને લાડવો જ કહે. આજે પણ એણે એમ જ કીધું. “ગોળ તો હતો જ હવે તો લાડવો થઇ ગયો છે”.  ત્યાં થી અમે ઘેર આવ્યા ને કોકુ & ટીઆ તો સુઈ જ ગયા ને મે INDIAVs BANGLA મેચ નો આનદ માણ્યો.

કોકુ ના પરાક્રમો

દિવસે ને દિવસે કોકુ ના પરાક્રમો માં વધારો થતો જાય છે. રોજ કશુક નવું કરે. સાંજે ઠંડક માં બહાર બેસવા માટે એના માટે એક પલંગ લાવ્યા છીએ. દાદા કે ટીઆ એણે એ પલંગ કાઢી ને આપે ને આગળ આંગણા માં મૂકી આપે. થોડા દિવસ જોયું ને પછી તો એણે જાતે પલંગ ઊંચકી ને લાવવો હતો. ટીઆ એ કીધું કે તારા થી ના ઉંચકાય તો ઊંચકી ને બતાવી દીધું.

કોકુ ના પરાક્રમો
કોકુ ના પરાક્રમો