આજે કોકુ એ ગજબ નો સવાલ કર્યો !

આજે અમે એક લગન ના રીસેપ્શન માં જઈ ને આવ્યા ને પછી કપડા બદલીને બેઠા હતા, એટલા માં કોકુએ ટીઆ ને પૂછ્યું, “ટીઆ, મમ્મી ક્યાં ગયી ?”

આમ તો આ એક બાળ સહજ બહુજ નાનો સવાલ કહેવાય. એક બાળક એની માં ને શોધી રહ્યો છે . પણ ટીઆ ને આ સવાલ કોકુ એ પૂછ્યો. મારા ચરિત્ર પર શંકા ના વાદળો મૂકી ને એ હસવા લાગ્યો 😛 ટીઆ તો એકદમ હસી જ પડી. પછી એને કોકુ ને પૂછ્યું, “બીજી મમ્મી, તું લાયો કે પપ્પા?”
અલા બાપા બંને જણા આ બીજી મમ્મી વિષે વાત કરવા લાગ્યા પણ આ પપ્પા ને તો કોઈ પૂછતું જ નતું :(. હું મન માં એમ વિચારતો હતો કે… એક જ છે ને એ સચવાતી નથી બે હોય તો મારી તો આવી જ બને. હા હા હા.
પણ આજે કોકુ ના સ્વભાવ માં એક ચેન્જ આવ્યો. આજે સવારે એ કોઈ ની જોડે ફોટા પડાવતો નતો, પણ એક સરસ નાની બેબી જોડે ટીઆ એ એને ઉભો રાખ્યો ને તો એ શાણો બની ને ઉભો રહી ગયો અને ફોટો પડાવી આયો ને પાછો હસતો તો મંદ મંદ. સાંજે રીસેપ્શન માં પણ એ બધી છોડીઓ અને મોટી આંટીઓને જોયા કરતો હતો. હા હા હા… મે ટીઆ ને કીધું ને તો ટીઆ ધીમે થી બોલી … “બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા…” ( હું ફરી થી વિના વાંકે લપેટાઈ ગયો હતો )
Advertisements

મારો દોસ્ત રિશી

આજે તમારો પરિચય કરવું મારા દોસ્ત રિશી થી.
હું ૧૧ & ૧૨ માં ટ્યુશન માં જતો હતો ત્યાં રિશી પણ આવતો હતો. પણ એ સમયે મારે એની જોડે દોસ્તી ના હતી. અમારે બંને ને થોડા કોમન મિત્રો હતા. પણ અમે બંને સીધા મિત્રો નહતા. પછી કોલેજ માં હતા ત્યારે રિશી એના મિત્ર પીન્ટુ જોડે અમારી સોસાયટી માં ક્રિકેટ રમવા આવતો હતો. એ સમયે અમારો થોડો પરિચય વધ્યો હતો.
પછી મારા જીવન નો એક કરુણ દિવસ આવ્યો. ક્રિકેટ રમતા રમતા રિશી થી મારા ચસ્માનો કંચ તૂટી ને મારી આંખ માં વાગ્યો. આંખ તો ચીરી ગઈ ને તરત જ ઓપરેશન કરવું પડયું. રિશી બહુ ગભરાઈ ગયો હતો કે એના થી આ શું થઇ ગયું. મને તો જે વાગ્યું એ થોડા દિવસ માં ઠીક પણ થઇ ગયું. પણ આ ગંભીર અકસ્માતે મને રિશી જેવો સરસ મિત્ર આપ્યો. અમે ધીમે ધીમે સારા મિત્રો બનતા ગયા ને હજુ એ મિત્રતા જળવાઈ રહી છે.
 
પછી તો રિશી મારા ઘેર આવતો જતો એટલે પાપા જોડે પણ એનો કોન્ટેક્ટ થતો. રિશી ગમે તેવા કામ કરે પણ પાપા ની સામે એની છાપ બહુ જ સરસ. પાપા હમેશ કહે આ રિશી જો કેવો સારો છે કશુક સીખ એની જોડે થી. મને ને રિશી ને ખબર કે રિશી કેટલો સીધો ( હા હા હા હા હા હા – સોરી પાપા )
 
પછી તો રિશી એ ઝેવિયર્સ માં એડમિસન લીધું હતું એટલે અમને બંને એક ક ક્લાસ માં બેસતા જોડે. એ Maths – Stats અને હું Phy – Maths ભણતો. સવારે એનું કોમ્યુટર નું પતાવી ને એ આવી જાય એટલે લાઈબ્રેરી માં બેસીએ ને થોડું ભણીએ ને પછી રૂમ માં જઈએ. બપોરે કેન્ટીન માં સમોસા ખાઈએ.
 
ઝેવિયર્સ પછી રિશી તો નોકરી કરવા લાગ્યો ને હું તો હજુ ભણતો જ હતો. બીજા ૪ વરસ હું ભણ્યો ને એ દરમિયાન રિશી ઘણી જગ્યા એ નોકરી કરી ને ઘણો અનુભવી થઇ ગયો હતો. થોડો સમય એ બોમ્બે હતો એટલે મારા થી દુર હતો પણ પછી પાછો એ આવી ગયો. પછી એ અહમદાબાદ માં આવ્યો ને અનુજા જોડે એની મુલાકાત થઇ. ને થોડા સમય પછી એ લોકો ઘરવાળા ની મંજુરી લઇ ને પરણી ગયા. એ સમયે હું તો ઓલરેડી પરણેલો જ હતો. મારા જનમ દિવસ ના એક દિવસ પહેલા એ પરણ્યો હતો પણ હું હમેશા એ દિવસે એને વિશ કરવાનું ભૂલી જવ છું 😦 હમણાં એ હેદ્રાબાદ ની એક સારી કંપની માં નોકરી કરે છે. ઘણી વાર USA જઈ ને આવ્યો છે. મને રોજ જીટોક પર મળતો રહે.
 
બીજું ઘણું છે એના મતે કહેવા, વધુ વિસ્તરે પછી ટી જણાવીશ…