MSD – Mahendra Singh Dhoni

રાહુલ દ્રવિડ પછી કોઈ ક્રિકેટરે મને પ્રભાવિત કર્યો હોય તો એ છે MSD
સમ પીપલ સી મેજીક,વાઇલ  સમ ડુ ઈટ.

msd

ધોની – રાંચી માં મેચ રમવા જતી વખતે

​શરીર / વજન ઉતારવાનો કારગર ઉપાય

શરીર / વજન ઉતારવાનો કારગર ઉપાય – આ ઉપાય મેં જાતે કરેલો છે, મારી જાત પાર અજમાવેલો છે, આના માટે કોઈ પ્રાણી (જો તમે મને પ્રાણી ના સમજો તો) સાથે ક્રૂરતા આચરી નથી (આ કહેવું પડે નહિ તો પેલા મારા બેટા , [ બેટા નહિ પેટા વાળા દોડ્યા આવશે 🙂 ] )

1) પહેલા એક દાઢ કઢાવા દાંતના અણઘડ ડોક્ટર પાસે જવું. અણઘડ હોય તો એ દાંત પાડવામાં લોચા મારે અને તમને થોડી વધારે તકલીફ આપે ( નોંધ: મારો ડોક્ટર તો ઘણો સારો અને હોશિયાર હતો.).

2) હવે અણઘડ ડોક્ટર પાસે દાંત કઢાવવાથી તમે લગભગ 3-4 અઠવાડિયા સુધી બરાબર રીતે કઈ ખાઈ-પી નહિ શકો. નશીબ આડે પાંદડું હશે તો 4-6 અઠવાડિયા પણ થઇ જાય.

3) આ દરમિયાન સોસાયટીના બગીચા (સોસાયટીમાં બગીચા ના હોય તો પેલા અમુલ વાળા સરકારી બગીચા) માં રાત્રે મોડે મોડે જવું અને ઘાસ તથા ઝાડીઓ વચ્ચે બેસવું (આ સમયે ઝાડીઓમાં કોઈ અનધિકૃત કામ ના કરવા, નહિ તો બીજા દાંત પડવાની શક્યતાઓ વધી જાય છે).
4) લગભગ 2-3 દિવસ માં તમને મેલેરિયા, ડેન્ગી કે ચિકન ગુનિયા થઇ જશે જો તમારું નશીબ સારું હશે તો.

5) આ તાવ આવતાની સાથે પાછા તમે ખાવા-પીવા માટે વલખા મારતા થઇ જશો.

આ પ્રક્રિયા લગભગ 4-8 અઠવાડિયા ચાલશે અને એ દરમિયાન તમે કઈ ખાઈ-પી નહિ શકો અને આપોઆપ આપનું  શરીર / વજનઉતારી જશે.
નોંધ:
— આ ઈલાજ મેં મારા પોતાના પર કરેલ છે, તમે તમારા ખર્ચે આ ઈલાજ કરી શકો છો.
— કોઈ તકલીફ પડે કે આડ અસર થાય તો સંસ્થા જવાબદેય નથી (તમારું કરેલું તમારે જ ભોગવવાનું રહેશે).
— કોઈને તાવ ના આવે તો એક કહેવત છે કે ગધેડાને તાવ ના આવે. એ મુજબ કઈ પણ થઇ શકે છે. આ કહેવત મેં બનાવી નથી એટલે તાવ ના આવે તો તકરાર કરવી નહિ.
— દાંતના ડોક્ટરોએ ખોટું લગાડી મારા વધેલા દાંત તોડવા દોડી ના આવવું.
— પેટા વાળાએ પણ ખોટું લગાડી દોડી ના આવવું. મને અમુક સંસ્થાનો ની એલર્જી છે જેના લીધે મને તાવ આવી જાય છે.

— ક્યાંય પણ કોઈ પણ મુદ્દે ખોટું લાગે તો કોઈએ તકરાર કરવી નહિ, અમે સ્કૂલના સમયમાં બહુ મારામારી કરેલી છે અને હવે એ બધું વ્યર્થ લાગે છે (કેટલા લોકોને હારતા જોવાના, હવે બધું મોહ માયા જેવું લાગે છે).

બે-બ્લેડ

ભમરડા અને બે-બ્લેડ

હમણાં થોડા દિવસ થી બીમારી એ ઘર માં એવો ઘેરો  નાખ્યો છે કે ના પૂછો વાત. લગભગ 1 મહિના થી વધારે સમય થી હું દવા પર રહ્યો.થોડા દિવસ તો કામને તિલાંજલિ આપીને ઘેર સંપૂર્ણ આરામમાં રહેવું પડ્યું હતું.
હમણાં થોડા સમય થી (થોડા તો નહિ પણ લગભગ 1 વર્ષ થી) જોઉં છું તો સામર્થ્યને બે-બ્લેડ નો ચસ્કો લાગેલો છે. એના દોસ્તો પણ ઘેર આવીને બે-બ્લેડ રમતા હોય છે.

બે-બ્લેડ : https://www.youtube.com/watch?v=lBH2gmnGuW4

મને ઘણી વાર અજુક્તું લાગતું કે આ શું એક કલાક થી ચકરડી ફેરવ્યા કરે છે આ લોકો ?

પણ પછી બીજી જ સેકન્ડે મને ભમરડો યાદ આવી જાય અને હું કેવો આખો દિવસ એ ભમરડા ફેરવ્યા કરતો હતો એ યાદ આવી જાય.

તો બોલો બાળકો, જય ભમરડા અને બે-બ્લેડ 🙂