સેમીનાર / ટેકફેસ્ટ્સ / WHITE PAPER

કાર્તિક ભાઈ ની એક સરસ પોસ્ટ આજે વાંચી.. શિક્ષણ: ટેકફેસ્ટ્સ.


વાંચતાની સાથે જ શિક્ષણ જગતમાં જે ધાંધિયા (કમાવાના ધંધા) ચાલતા હોય છે એની યાદ તાજી થઇ ગયી. 
મોટા ભાગના શિક્ષણજગતના લોકોને વિદ્યાર્થી ના ભવિષ્ય પ્રત્યે દરકાર જ નથી હોતી. એ લોકો બસ આવે, લેકચરમાં ભણાવે અને પાછળ ઘેર જઈને ટ્યુશનો કરવા બેસી જાય. ક્લાસ માં છોકરું શું ભણ્યું-ના ભણ્યું એમને કોઈ મતલબ નથી હોતો. આ લોકો વિપરીત હું આજે પણ મારા ગણિત ના સાહેબ શ્રી. જે.એસ.શાહ સાહેબ ને યાદ કરું છું (શ્રી. જે.એસ.શાહ સાહેબ મારા વખતમાં આર.જી.શાહ કોલેજ માં ગણિત ભણાવતા હતા) . એ સાહેબ ક્યારેય એમના કામ પ્રત્યે બેદરકાર ના હતા. હા, બીજા સાહેબો પણ ના હતા, પણ શાહ સાહેબ ખાસ કાળજી રાખતા કે વિદ્યાર્થી કશુક સીખે.

ટ્યુશન જેવી જ એક બીજી બદી છે ટેકફેસ્ટ્સ.
મારી ઓફીસ માં થોડા ઈન્ટરવ્યું લેવાના છે, એના માટે HR એ  થોડા RESUME મંગાવ્યા હતા. મોટા ભાગના લોકો એ કોઈને કોઈ ટેકફેસ્ટ્સ / સેમીનાર / WHITE PAPER ની વાત લખી હોય એમાં. પણ જયારે એ માણસને એ વસ્તુ વિષે પૂછવામાં આવે તો એને કશું ના આવડે.
એક ઉદાહરણ આપું..
Submitted  WHITE PAPER on MPEG. પણ એ ભાઈ ને કશું જ ખબર ના હોય MPEG શું છે? એતો બસ વિકિપેડિયા માંથી કોપી/પેસ્ટ કરી ને લઇ આવે. આના માટે એમને કોલેજ સર્ટીફીકેટ પણ આપે. આવા સેમીનાર / ટેકફેસ્ટ્સ / WHITE PAPER submit કરવા માટે કોલેજો ઘણા પૈસા ઉઘરાવી લેતી હોય છે. આ બધામાં છેલે એક વસ્તુ સારી હોય, જમવાનું :). આયોજકોને થોડા પૈસા મારવા મળી જાય (આતો ભારતીય લોકો નો અધિકાર છે), t-shirts / caps / bags એવું મળી જાય.
કોલેજ પૂરી કરી ને જયારે નોકરી કરવા આવો ત્યારે ખબર પડે કે પેલા સેમીનાર ભર્યા ‘તા એનો તો કોઈ ઉપયોગ જ નથી જીવન માં.
આશા રાખું કે કોઈને મન-દુ:ખ નહિ થયું હોય. થયું હોય તો હું કશું કરી શકું એમ પણ નથી.
વિચાર નું મૂળ કે બીજ : http://pastebin.com/EMKeiVE3

કોકું ની કરામતો અને તાજેતર ની બનેલી ઘટનાઓ

  • હમણાં-હમણાં થી  કોકુંને POGO બહુ ગમી ગયું છે. આખા ઘર પર આફત આવી  ગયી છે. કોઈને TV જોવા મળતું નથી. બધાએ ફરજીયાત છોટા ભીમ જોવું પડે છે.
  • કોકું જોડે સ્કૂલ માં બધા હિન્દી કે અંગ્રેજી માં વાતો કરે એટલે એ પણ ઘેર આવી ને હિન્દી  કે અંગ્રેજી માં જ વાતો કરે. ક્યાય બહાર નીકળ્યા હોઈએ તો એ હિન્દી માં બોલે તો કોઈને લાગે કે હું ગુજરાતી નથી :D. એટલે લારી / ગલ્લા / દુકાન વાળા મારી જોડે હિન્દી માં વાતો કરવા લાગે.
  • રવિવારે દિલ પર પથ્થર મૂકી ને કેશ-કર્તન કરવામાં આવ્યું છે. હું અને કોકું જોડે ગયા હતા. ત્યાં TV માં મેચ આવતી હતી તો કોકું એ બદલાવી દીધી. એ બસ જરા જોર થી બોલ્યો. ડેડી આ બેટ્બોલ નથી જોવું. હું તો બસ એને જોઇને હસ્યો. પણ દુકાન વાળા એના કાકા એ ચેનલ બદલી ને ગીતો મૂકી આપ્યા. પછી કોકું એ એની કોમેન્ટરી ચાલુ કરી. કોઈ પણ એડ આવે તો બોલવા લાગે ને સવાલો કરે. ત્યાં બેઠેલા બધાને બહુ મજા આવી ગયી. એટલા માં એના વાળ કાપવાવાળા દાદા ઘેર જમી ને પાછા દુકાને આવ્યા. એમને જોઇને કોકું ચુપ :).
  • ૧૪ તારીખે ઓફીસ થી ગુલ્લી મારીને ટીઆ, કોકું જોડે દિવસ વિતાવ્યો.
  • ટીઆ એ એક બહુ જ જરૂરી અને ખુબ જ સારી ગીફ્ટ આપી છે ૧૪ તારીખે.
  • બાઈક માં હવે ખર્ચો વધી રહ્યો છે. એને વેચીએ તો જે કિંમત આવે એટલો તો ખર્ચો કરવો પડે એમ છે :P.
  • રવિવારે સુખડી બનાવતા શીખ્યો. ખબર પડી કે બહુ માથાકૂટ નથી અને બન્યા પછી તો મજા જ મજા ખાવાની.

પાયરસી: મારા થોડાક વિચારો

પાયરસી અને કોપી-પેસ્ટ બંને થોડી અલગ વસ્તુ છે.

આ પોસ્ટ ના શીર્ષકને કાર્તિક ભાઈ ની પોસ્ટનું કોપી પેસ્ટ જ કહી શકાય જેનું શીર્ષક છે પાયરસી: મારા વિચારો.
ઘણા લોકો આને પોતાની કલાત્મકતા કહેશે કે કોઈની કૃતિ ને વાપરી (હા… વાપરી દીધી એમ જ કહેવાય) ને નવું સર્જન કરી દે. રિમિક્ષ ગીતો પણ આમાં આવી જાય. પણ હા રિમિક્ષ માં એક કલાત્મકતા હોય છે અને રિમિક્ષ બનાવવું એ બહુ મોટી વસ્તુ છે બાકી મેતો એવા હજારો ગીતો સાંભળ્યા છે જે રિમિક્ષ ના નામે આપણા માથે મારવામાં આવ્યા હતા થોડા સમય પહેલા( જયારે રિમિક્ષ નો જમાનો આવી ગયો હતો). જો રિમિક્ષ ને જાણવું / માણવું જ હોય તો સાંભળો નુરી – બાલી સગુ.
કોઈ ની કૃતિને/સર્જનને (ટુક માં કોઈ ની કોઈ પણ વસ્તુ ને) તમે વાપરી લો એને પૂછ્યા વગર તો એ સારું ના કહેવાય. બ્લોગ અને બીજા ઓનલાઈન સાહિત્યો માં લોકો કહે છે કે નીચે સંદર્ભ લખી દેવો અથવા મૂળ લેખક ની પરવાનગી લેવી સારી. તમે કોઈ ની વસ્તુ ઉપાડી ને મૂકીદો અને લાખો કે અહિયાં થી લીધી છે તો એના થી એ લેખક ને કધાચ નુકશાન નહિ થાય પણ તમને તો ફાયદો થતો જ હોય છે ( 😛 ). મારો એક મિત્ર હતો ( એ ચંબુ મિત્ર તો નાતો, SEO નો જાણકાર માણસ છે અને એક કંપની માં કામ કરે છે.) એ ભાઈ કોઈ પણ બ્લોગ પર થી ફોટા / સાહિત્ય લઇ આવે અને એના બ્લોગ માં મૂકી દે. ગુગલ ની અને બીજી એડ મૂકી છે એટલે જેટલા લોકો જોવા આવે એમ પૈસા મળે એ ભાઈ ને. એમ કરી ને પણ એ ભાઈ ૨-૩ મહીને ૨૦૦-૩૦૦ USD ભેગા કરી દે છે. આતો કોઈ ના લખાણ નો ઉપયોગ કરી ને કામની કરી એમ જ કહેવાય ને ભલે ને તમે નીચે સંદર્ભ લખો.
હમણાં  થોડા સમય પહેલા મારા બ્લોગ પર એક પોસ્ટ કરી હતી એ પોસ્ટ મને કોઈ ઇમેલ માંથી આવી હતી. મને એ વસ્તુ સારી લાગી એટલે મેં લખી દીધી. હવે મારા પહેલા કોઈ બીજા ભાઈ ને ઇમેલ માં એ લખાણ આવ્યું હશે અને એમને એમના બ્લોગ માં લખી દીધું હતું ( હું તો જોવા પણ નથી ગયો કે એમના બ્લોગ માં હતું કે નાતુ અને એમને સંદર્ભ માં શું લખ્યું હતું?). પણ એ ભાઈએ મને કહ્યું કે આ પોસ્ટ તો મારા બ્લોગ માં છે. તમે નીચે સંદર્ભ લખો. અલા ભાઈ, જબરું લાવ્યા એતો. પણ મારી પાસે કઈ એમની જોડે વાતો એ વળગવાનો કે દલીલો કરવાનો સમય ના હતો એટલે એ પોસ્ટ મેં કાઢી દીધી. મારે થોડી એમ પોસ્ટ લખી ને ચાના ખાવાના હતા એમાં થી 🙂 .  પણ એક સવાલ એ છે કે એ પોસ્ટ પણ એ ભાઈ એ જાતે તો નહિ જ લખી હોય. એમને કોઈ ઇમેલ, કોઈ પુસ્તક કે બીજી કોઈ જગ્યાએ થી જ મળી હશે. તો મારે એમના બ્લોગ નો સંદર્ભ કેમ આપવો?
જેમ પેલા મારા મિત્રે એના બ્લોગ પર લાખનો મૂકી ને કમાણી કરી લીધી એને એક પ્રકાર ની પાયરસી કહેવાય.
મેં તો સાયબર કેફે માં ઘણા નાના બાળકો ને જોયા છે કે જે વીકીપીડીયા ના પેજીસ ની પ્રિન્ટ કાઢી ને ઘેર લઇ જાય અને એને વાપરી ને સ્કૂલ ના લેસન પુરા કરે. આને શું કહેશો? કોપી કરનાર ચોર બાળક જે ઇન્ટરનેટ નો જાણકાર ચાલક બાળક?
કહેવાને ઘણું છે પણ સમય નથી.. બસ એટલું જ કહીશ કે કોપી-પેસ્ટ કરવું ના કરવું તમારા અને તમારા કીબોર્ડ ના હાથ માં જ છે (હા હા હા..).
કોઈ ને તકલીફ હોય તો જરૂર થી કમેન્ટ આપશો.
કાર્તિક ભાઈ ની પોસ્ટ માં ૨ બહુ સારા સંદર્ભ ટાંકેલા હતા..
એક બહુ જ મોટો બ્લોગ.. http://thecopypasteblog.કોમ. મને નથી લાગતું કે આ ભાઈ જાતે આ બધું લખતા હશે 😛 (શું સમજ્યા?)