સંમત કરવું

હમણાં એક ગ્રાહક (ક્લાયંટ) એક પ્રોજેક્ટ માટે ઓફિસ આવ્યો હતો. મારે એને પ્રોજેક્ટ સમજાવવાનો હતો. વાત વાત માં એ એના ગ્રાહક (ક્લાયંટ) વિષે કહેતો કે એ લોકો નોન-ટેક્નિકલ છે એટલે મારે એમને બહુ સમજાવવા પડે ત્યારે એ સંમત (કન્વીન્સ) થાય.

પાછો એમ પણ કહે કે હું બહુ ટેક્નિકલ નથી એટલે તારે મને સમજાવવામાં વધારે મેહનત કરવી પડશે.

પાછો એમ પણ કહે કે હું બહુ જબરો છું, હું કોઈને પણ સંમત (કન્વીન્સ) કરી શકું છું.
હું (મનમાં) : અમારી સેલ્સ ટીમને તું જાણતો નથી, એ તારા જેવા 20-30 ની જોડે વાતો કરી ને એમને સંમત (કન્વીન્સ) કરે છે 🙂

ફ્રેન્ડશીપ ડે

રવિવારે ઘણા ફ્રેન્ડશીપ ડે ના મેસેજ આવ્યા. જાણીને ખુશી થઇ કે આટલા લોકો યાદ રાખે છે.

કોણ સાચો મિત્ર છે એ જાણવું હોય તો એક કામ કરવું …

એને મધરાત્રે ફોન કરીને કહેવું “સાડા ચાર લાખનો વહીવટ તો થઇ ગયો છે તું જરા પચાસ હજાર આપી શકીશ? જલ્દી પાછા આપી દઈશ.”
જો સામેથી જવાબ આવે તો એ તમારો મિત્ર… પૈસા આપે કે ના આપે એ પછીની વાત છે.

“હલો, હલો … કોણ બોલો છો, સંભળાતું નથી” – આવા અવાજો આવે તો સમજી જવું 🙂