​500 મી પોસ્ટ

500 પોસ્ટ પુરી થશે તો અમુક મિત્રો અને વાચકો સાથે નાની મુલાકાતની ગોઠવણ કરવાનો વિચાર વર્ષો પહેલા હતો, ઈશ્વરભાઈએ અમને એ દ્વાર પાર લાવી ને મૂકી દીધા છે.

કેમનું કરીશું કઈ ખબર નથી,જોઈએ, ટૂંક સમય માં એની જાહેરાત થશે અને જે મિત્રોને મળી શકાય એમ હશે એમને મળવામાં આવશે.

અભિનંદન આપી શકો છો 🙂
નોંધ:
500 ની નોટ એમ જ મુકવામાં આવી છે, કોઈ નોટે એ બાબતે બબાલ કરવી નહિ.

2017 ની યાદી

દર વર્ષની જેમ આ વર્ષના અંતે પણ આવનારા નવા વર્ષમાં શું કરીશું એની યાદી બનાવીયે છીએ (જો કે આમાંથી અમે કશું કરતા નથી)

  1. 2015 માં નોવેલ લખવાની ચાલુ કરી હતી જે 2016 માં પુરી કરવાની હતી પણ અમે એમાં કશું ઉકાળ્યું નથી, આશા (બેનને) રાખીયે કે આ વર્ષે કશુંક આગળ વધે.
  2. 2016 માં અંત ભાગ માં કસરત કરવાનું ચાલુ કર્યું છે (જે અમે એક દિવસ કરીયે ને બે દિવસ ભૂલી જઇયે છીએ ) એ ચાલુ રાખીશું 🙂
  3. 2016 માં નવો મોબાઈલ નહિ લઈએ એ પ્રણ લીધું હતું જે છેક વર્ષાન્તે તોડવામાં આવ્યું છે. કેમ કે અમારા ફોનનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે (પ્રણ તો લીધું હતું તો પણ જોકે વચ્ચે એક નોકિયા ફોન ભેટ મળ્યો છે જેનો મ્યુઝિક પ્લેયર તરીકે ઉપયોગ થાય છે, ટીઆ માટે એક નવો ફોન લેવામાં આવ્યો છે અને એનો જુના ફોન હવે એન્ડ્રોઇડ એપ્સ બનાવવા વપરાય છે , VR ગ્લાસીસ લેવામાં આવ્યા છે).
  4. વાંચન વધારવાનો પ્રયાસ કરવામાં આવશે (જે 2016 માં ચાલુ કરી દેવામાં આવ્યું છે – આભાર – quora.com સાઈટ)
  5. એક નવી ભાષા શીખવી છે, કદાચ ફ્રેન્ચ (જેની તૉયારી 2016 માં થઇ હતી પણ પછી સંસ્થા આગળ ના વધી શકી 🙂 )
  6. બુલેટ ને બચારાને થોડો પ્રેમ આપવો – લોકો બુલેટ પાછળ મરી જતા હોય છે અને અમારે ઘેર બુલેટ પડ્યું છે ને અમે એને સાફ કરવાય જતા નથી 😦
  7.  આ વર્ષે થોડું વધારે કામ કરવામાં આવશે, જેથી થોડું ઓછું કામ કરવું પડે 🙂 (સમજવામાં અઘરું છે પણ હું જયારે અભ્યાસ કરતો હતો ત્યારે મારા પપ્પા કાયમ કહેતા જે માણસ એના જીવન ના પહેલા 25 વર્ષ મહેનત કરે એ બાકીના વર્ષો મજા કરે)
  8. ગિટાર શીખવું – સ્કૂલ સમયની એક ઈચ્છા છે જે આ વર્ષે પુરી કરવામાં આવશે
  9. સામર્થ્યને મોટી સાયકલ શીખવાડવી
  10. ટીઆ ને બાઈક શીખવાડવું 🙂
  11. જમવાનું બનાવતા શીખવું.
  12. ટેટુ કરાવીશું (જે 2016 ની યાદી માં હતું એન્ડ વર્ષાન્તે થઇ  ગયું છે, પણ હજુ 2017 માં પણ કરીશું)